ચાઇનીઝ વેજિટેબલ ક્લિઅર સૂપ
Food & Travel

શિયાળાની સવારે ઘરે બનાવો ચાઇનીઝ વેજિટેબલ ક્લિઅર સૂપ

શિયાળાની સવારે દરેકને ગરમાગરમ સૂપ પીવાનું ગમતું જ હોય છે. તમને એક સૂપની રેસિપી જણાવવા માટે જઈ રહ્યા છીએ તે કોન્ટીનેન્ટલ સૂપથી ઘણી જ અલગ છે. વિવિધ શાક જેમકે બીન સ્પ્રાઉટસથી માંડીને આદુ, લસણ બ્રોકોલી વગેરે ઉમેરીને બનાવવામાં આવ્યો છે ચાઇનીઝ વેજિટેબલ ક્લિઅર સૂપ. જે ચાઇનીઝ રાંધણકળાનો અસલ રૂપ છે. કદાચ આ સૂપની ખાસિયત ગણી શકાય, તો તે છે તેના સજાવટવાળા ક્રીસ્પી રાઇસ જે તમારા મનને આકર્ષક કરીને ખાવાની ઇચ્છા પ્રબળ બનાવશે.

ચાઇનીઝ વેજિટેબલ સૂપ બનાવવા માટે તમને સામગ્રીઓની જરૂર પડશે જે આ મુજબ છે :

½ આડા કાપીને અધકચરા ઉકાળેલા ગાજર

¾ બ્રોકોલી ફૂલ

4 ½ ક્લિઅર વેજિટેબલ સ્ટોક

½ ટી સ્પૂન તેલ

તાજા પીસેલા કાળા મરીનો પાઉડર,સ્વાદાનુસાર

ટોપિંગ્સ માટે : ½ ક્રિસ્પી રાઈસ

કેવી રીતે બનાવશો?

એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમા આદૂ, લસણ અને લીલા મરચાં મેળવી ઉંચા તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો. ત્યારબાદ તેમાં ગાજર અને બ્રોકોલી મેળવી ઉંચા તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.

તે પછી તેમાં ક્લિઅર વેજીટેબલ સ્ટૉક અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૫ મિનિટ સુધી રાંધી લો. છેલ્લે તેમાં બીન સ્પ્રાઉટસ્ અને કાળા મરીનું પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ મિનિટ સુધી રાંધી લો.

તેની ઉપર ક્રીસ્પી રાઇસ પાથરીને તરત જ પીરસો.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share