china war controversy
World

લોકશાહી દેશો માટે ખતરો,ચીને ઇંટરનેટને બનાવ્યું યુધ્ધનું મેદાન

પોતાની વિસ્તારવાદી અને આક્રમક વિચારધારા માટે ચીન સમગ્ર વિશ્વમાં કુખ્યાત છે, તેવામાં વિશ્વભરમાં એક ખતરનાક પડકાર બનતો ચીન પારંપરિક યુધ્ધની જગ્યાએ વર્ચ્યુઅલ યુધ્ધ લડી રહ્યું છે. ચીનના આ યુધ્ધનું સૌથી મોટું હથિયાર ફેસબુક, ટ્વીટર સહિત સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ છે. ચીનની કમ્યુનીસ્ટ પાર્ટી પાછલા આઠ વર્ષથી ઇંટરનેટ પર લોકોનો મત લેવાનો ન માત્ર દુષ્પ્રચાર ફેલાવી રહી છે, પણ આને યુધ્ધનું મેદાન બનાવીને લોકો પર પોતાની વિચારધારા થોપવાનો પ્રયત્ન કરી રહી છે. તેમાં પણ આશ્ચર્યની વાત એ છે કે ચીનના સમર્થનવાળા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચીનના લોકો જ પ્રતિબંધિત છે.

કેટલાક પુરાવાઓથી જાણવા મળ્યું છે કે, ચીની અધિકારી જરૂરિયાતના હિસાબે ફેસબુક અને ટ્વીટર સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મનમરજીનું કંટેન્ટ, ફોલાવર વધારવા, આલોચકોને ટ્રેક કરવા તેમજ સૂચના અભિયાનો માટે ખાનગી કંપનીઓનો ઉપયોગ કરે છે. આ પરંપરા 2013 થી શરૂ થઇ ચૂકી છે, જ્યારે ચીને રાષ્ટ્રીય પ્રોપેગેંડા અને વિચારધારા પર 2013માં એક સમ્મેલન કર્યું હતુ.
આ સમ્મેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગે એલાન કર્યું હતું કે આવનારા દિવસોમાં ઇંટરનેટ એ યુધ્ધનું મેદાન હશે અને આ યુધ્ધમાં લોકોનો મત જીતવા માટે લડાઇ લડાશે. શી જીનપીંગે ઇંટરનેટ સુવિધા અને સૂચના આધારિત અર્થવ્યવસ્થાના વિકાસ માટે એક કેન્દ્રીય સમૂહ પણ બનાવ્યું હતું અને સાઇબર સ્પેસ એડમિનિસ્ટ્રેશન ઓફ ચાઇનાનું પુનર્ગઠન કરી તેને પોતાના હસ્તક લીધું હતું, તેનો અર્થ એ છે કે સાઇબર સ્પેસમાં ચીન જે પણ કરી રહ્યું છે તેમાં સીધી રીતે શી જીનપીંગની હાજરી છે.

તેનું પરિણામ એ છે કે સાઇબર હુમલાને લઇને ચીનની સરકારના સમર્થનમાં વૈશ્વિક સ્તર પર સોશિયલ મીડિયા પર કંટેન્ટની ભરમાર છે. ચીનની સરકાર સોશિયલ મીડિયાનો વૈશ્વિક સ્તર પર હથિયારની જેમ ઉપયોગ કરી રહી છે અને આ આક્ષેપ ઘણા લાંબા સમયથી લાગી પણ રહ્યો છે. કેટલાય રિપોર્ટના માધ્યમથી એ પણ સ્પષ્ય થઇ ચુક્યું છે કે ચીની સરકાર લોકતાંત્રિક દેશોમાં ન માત્ર ચીન વિષે પણ જે તે દેશની આંતરિક નીતિઓ અને નિર્ણયોને પ્રભાવિત કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી છે. પ્રથમ વાર ચીનની આ કાળી કરતૂત દુનિયા સમક્ષ આવી છે. અમેરિકાની એક ટેક કંપની, જે ચીની સરકારની આ કરતૂતમાં સામેલ હતી તેણે આ છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે.

કાલ્પનિક પ્રભાવકોથી ચીનની કાળી કરતૂત

ફેસબુકે હાલમાં જ પાંચ સો થઈ વધુ એકાઉન્ટ બંધ કર્યા, જે વિલ્સન એડવર્ડ્સના નામથી એક સ્વિસ જીવવિજ્ઞાનીની પોસ્ટને તેજીથી ફેલાવી રહી હતી. વિલ્સનની તરફથી વારંવાર લખવામાં આવી રહ્યું છે કે અમેરિકા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની કોરોના વાયરસ મહામારીની ઉત્પત્તિને ટ્રેક કરવાની કોશિશોને પણ રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલો ગરમાયો ત્યારબાદ બીજીંગમાં સ્વિસ દૂતાવાસે સ્પષ્ટ કર્યું કે સ્વીડનમાં વિલ્સન એડવર્ડ નામથી કોઇ જીવ વિજ્ઞાની છે જ નહીં.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share