dearness allowances hike for central govt staff- harmony of india
India

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશ ખબર : મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો, 1 જાન્યુઆરી,2022થી લાગૂ

Listen Article
Getting your Trinity Audio player ready...

કેન્દ્ર સરકારના કર્મચારીઓ (Central Government Employees) માટે સારા સમાચાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે, તેમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં ત્રણ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની (Central cabinet) બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે કેન્દ્રીય કર્મચારીઓનો (Central employees) ડીએ હવે 31 ટકાથી વધીને 34 ટકા થઈ ગયો છે. આ વધારો પાછલી અસર એટલે કે, 1 જાન્યુઆરી, 2022થી અમલમાં આવશે. તેનાથી લગભગ 47.68 લાખ કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનધારકોને ફાયદો થશે. સરકારના આ નિર્ણયથી, સરકારી તિજોરી પર દર વર્ષે 9544.50 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓનો DA વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જુલાઈ વચ્ચે અપડેટ કરવામાં આવે છે. DA ની ગણતરી મોંઘવારી ભથ્થાના વર્તમાન દરને મૂળ પગાર સાથે ગુણાકાર કરીને કરવામાં આવે છે. ડીએ, સરકારી કર્મચારીઓ અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવે છે. તે કર્મચારીઓને તેમના જીવન ખર્ચમાં મદદ કરવા માટે આપવામાં આવે છે.

3 મહિનાનું એરિયર્સ મળશે
કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ વિશે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે. વધેલા મોંઘવારી ભથ્થાનો લાભ દરેક કેન્દ્રીય કર્મચારીઓને 1 જાન્યુઆરી 2022થી મળશે. હવે કર્મચારીઓ અને પેન્શનર્સને 34% મોંઘવારી ભથ્થું આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલાં 31%ની જોગવાઈ હતી.

સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને મોંઘવારીથી બચવા માટે તેમની સેલરી પેન્શનમાં આ કમ્પોનન્ટ જોડવામાં આવ્યું છે.

આટલા કરોડ લોકોને થશે સીધો ફાયદો
સરકારના આ નિર્ણયથી એક કરોડથી વધારે કર્મચારીઓને લાભ મળવાનો છે. અત્યારે કેન્દ્રીય કર્મચારીઓની સંખ્યા 50 લાખથી વધારે છે. જ્યારે 65 લાખ પૂર્વ કેન્દ્રીય કર્મચારીઓ પેન્શન મેળવી રહ્યા છે. આ રીતે ડીએ વધતાં સીધા 1.15 કરોડ લોકોને સીધો લાભ થશે.

DA પછી સેલરીમાં કેટલો ફેર પડશે?
તે માટે નીચે લખેલી ફોર્મ્યુલામાં તમારી સેલરી ભરો…(બેઝિક પે+ગ્રેડ પે)*DA%= DA રકમ

સરળ શબ્દોમાં સમજીએ તો બેઝિક સેલરીમાં ગ્રેડ સેલરીનો ઉમેરો કર્યા પછી જે રકમ આવે તેનો મોંઘવારી ભથ્થા સાથે એટલે કે 3 સાથે ગુણાકાર કરવો. જે રકમ આવે તેને જ મોંઘવારી ભથ્થુ એટલે કે ડેઅરનેસ અલાઉન્સ (DA) કહેવામાં આવે છે. હવે આને એક ઉદાહરણ તરીકે સમજીએ, માનીલો કે તમારો બેઝિક સેલરી 10 હજાર રૂપિયા છે અને ગ્રેડ પે 1000 રૂપિયા છે. બંને ભેગા કરતાં 11 હજાર થયા. હવે વધેલા 34% મોંઘવારી ભથ્થા પ્રમાણે જોઈએ તો તે 3,740 રૂપિયા થયા. બધુ ભેગુ કરીને તમારી કુલ સેલરી 14,740 રૂપિયા થયા. આ પહેલાં 31 ટકા ડીએ પ્રમાણે 14,410 રૂપિયા સેલરી મળતા હતા. હવે ડીએ 31થી વધી 34 ટકા થતાં દર મહિને 330 રૂપિયાનો ફાયદો થયો.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share