surrogate mother law in india
India

એક જ વાર બની શકાશે સરોગેટ મધર, કાયદા ભંગમાં 10 લાખ દંડ સહિત 10 વર્ષની સજા

આરોગ્ય ક્ષેત્રમાં આધુનિકીકરણની સાથે સાથે નવી નવી ટેક્નીક્સ પણ વિકસી રહી છે તેવામાં સરોગેસીથી સંતાનપ્રાપ્તિનું ચલણ પણ ખુબ વધી ગયું છે. સરોગસી ધીરે ધીરે સાંપ્રતમાં એટલુ સહજ બનતુ ગયુ છે તેનો પણ જાણે કે વ્યવસાય ચાલુ થયો હોય તેમ બન્યું છે. તેવામાં સરકારે આની નોંધ લઇને સરોગસી માટે પણ કાયદો બનાવ્યો છે. સરોગેસી રેગ્યુલેશન એક્ટની અમલવારી ૨૫ જાન્યુઆરી મંગળવારથી જ લાગુ પણ કરી દેવાયો છે.

શું છે સરોગેસી રેગ્યુલેશન એક્ટ ?

  • આ કાયદા મુજબ હવે મહિલા તેના જીવનમાં એક જ સરોગેટ માતા બની શકશે.
  • સરોગેટ માતા બનવા મહિલા પૈસા પણ નહીં લઇ શકે.
  • માતાનો ૩૬ મહિનાનો વીમો ફરજીયાત લેવો પડશે.
  • જો નિયમોનો ભંગ થયેલો જાણવા મળશે તો ૧૦ લાખનો દંડ ફટકારવામાં આવશે સાથે જ ૧૦ વર્ષની સજાનું પણ પ્રાવધાન રાખવામાં આવ્યું છે.

કયા-કયા નિયમો અમલ કરાશે :

  • હવેથી ધંધાદારી સરોગેસી નિષેધ
  • અલ્ટ્રાયુસ્ટિક સરોગેસી જ કાયદાકીય કે, જેમાં મેડિકલ ખર્ચ તથા 36 મહિનાના વીમા સિવાય કોઈપણ ચાર્જ, ફી, વળતરનો સમાવેશ થતો નથી.
  • સરોગેસી ક્લિનિકનું રજિસ્ટ્રેશન ફરજિયાત
  • કોણ-કોણ સરોગેટ મધર બની શકે
  • મહિલા પરિણીત હોય
  • મહિલાની ઉંમર 25થી 35 વર્ષ હોય
  • લાઇફમાં એક જ વાર બની શકાય
  • શારીરિક-માનસિક રીતે ફિટ હોવાનું પ્રમાણપત્ર જરૂરી

ઇચ્છુક દંપતીની લાયકાત

  • દંપતી પરિણીત હોવુ જોઇએ
  • સ્ત્રીની ઉંમર 23થી 50 વચ્ચે હોય
  • પુરુષની ઉંમર 26થી 55 વચ્ચે હોય
  • ઇચ્છુક દંપતીને કુદરતી, દત્તક કે સરોગેટથી પણ કોઈ જીવિત બાળક હોવું ન જોઇએ.

અગાઉ રોકટોક નહોતી

અગાઉ આ મુજબ કોઇ નિયમો લાગુ નહોતા પડતા. મેડિકલના જાણકારો કહે છે કે સરોગેસી મામલે અગાઉ કોઇ નિયમ ન હતા. કૂખ ભાડે આપનારી મહિલાઓ મળી રહેતી હતી, જેનો ચાર્જ કૂખ ભાડે લેનાર દંપતી ચૂકવતા હતા.
મેડિકોલીગલ એક્સપર્ટસના કહેવા મુજબ સરકારે ઘડેલો કાયદો મંગળવારથી અમલમાં આવશે. અત્યારસુધી સરોગેસી મામલે કોઇ રોકટોક ન હતી, એટલે પ્રોફેશનલ્સ પણ એક્ટિવ હતા. હવે કાયદાનો ભંગ થાય તો કડક સજાની જોગવાઈ છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share