બોટાદ સૌરભ પટેલ
Gujarat Main

પૂર્વ ઉર્જા મંત્રીએ કોરોના નિયમો નેવે મૂકીને કરાવ્યું રાત્રિ ક્રિકેટનું આયોજન, વિડીયો થયો વાયરલ

રાજ્યમાં સતત કોરોના સંક્રમણ અને ઓમિક્રોનના કેસ વધતા જઈ રહ્યા છે. એક બાજુ રાજ્ય સરકાર વધતાં કોરોના કેસને અટકાવવા કડક નિયંત્રણો લાદી રહી છે ત્યારે બીજી બાજુ સરકારના જ પૂર્વ મંત્રી બોટાદમાં સરેઆમ કોરોના ગાઈડલાઈન્સનું ભંગ કરતાં નજરે આવ્યાં છે.

બોટાદમાં ધારાસભ્ય સૌરભ પટેલ દ્વારા રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. મેચનું જ્યાં આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં લોકોના ટોળેટોળા દેખાઈ રહ્યા છે.  બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલે પોતેજ ફેસબુક પર આ અંગેનો વિડીયો અને ફોટો પોસ્ટ કર્યા છે.

જો સરકારમાં જ રહેલા પૂર્વ મંત્રીઓ આવી જ રીતે વધતા કોરોનાના કેસની વચ્ચે આયોજન કરશે તો સંક્રમણ ક્યાં જઈને અટકશે? પ્રજા જો આયોજન કરે તો નિયમો તરત લાગૂ થાય અને નેતાઓ આયોજન કરે તો નિયમોને નેવે મૂકી રહ્યા છે નેતાઓ. સરકાર માટે પ્રજા અને નેતાઓ તથા ધારાસભ્યો સમાન હોવા જોઈએ એ વાત ક્યાંક નહિ ને ક્યાંક તંત્ર ભૂલી રહ્યું છે!

નોંધનીય છે કે, રાજ્યમાં રવિવારે કોરોનાનાં નવા 177 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 66 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,18,298 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.67 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્યમાં આજે 41,031 દર્દીઓને કોરોનાની રસી આપવામાં આવી હતી.  જયારે અત્યારસુધી 49 ઓમિક્રોનના કેસ નોંધાઈ ચૂક્યા છે અને 13 દર્દીઓ સાજા થયા છે.

સમગ્ર કાર્યક્રમ શું હતો?

બોટાદમાં નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ તા.1/12/2021ના રોજ ખેલે યુવા જીતે યુવા, ખેલે બોટાદ જીતે બોટાદની વિચારધારા સાથે પૂર્વ ઉજામંત્રી અને બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. જેમાં વિધાનસભાની બેઠક ની 80 ગામોની ટીમ તેમજ બોટાદ શહેરની દરેક વોર્ડની ટીમો, વિવિધ એસોસીએશનની ટીમો, વિવિધ કર્મચારીઓની ટીમ એમ કુલ 140 ટીમોએ ભાગ લીધો હતો અને 1540 ખેલાડીઓએ પોતાનું પરફોમન્સ બતાવ્યું હતું.

તા.25/12/2021ના રોજ રાત્રે 8:30 કલાકે ફાઈનલ મેચ રમાઈ હતી. વિજેતા ટીમને તેમજ શ્રેષ્ઠ ખેલાડીઓને સન્માનિત કરવા ધારાસભ્ય સૌરભભાઈ પટેલ, બોટાદ જીલ્લા પ્રભારી ટી.એમ.પટેલ તેમજ મંજુલાબેન દેત્રોજા, ભારતીય જનતા પાર્ટી બોટાદ જીલ્લા પ્રમુખ ભીખુભા વાઘેલા, ગુજરાત પ્રદેશ યુવા મોરચા પ્રમુખ ડો.પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ યુવા મોરચા મંત્રી જયભાઈ શાહ, બોટાદ જીલ્લા મહામંત્રી પોપટભાઈ અવૈયા, બ્રિજરાજસિંહ ઝાલા તેમજ અરવિંદભાઈ વનાળીયા, બોટાદ જીલ્લા યુવા મોરચાના પ્રમુખ જીજ્ઞેશભાઈ બોળીયા, પ્રદેશના આગેવાનો સહિત ક્રિકેટર મુનાફ પટેલ હાજર રહ્યા હતા.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share