મસાલેદાર ચા
Food & Travel

શિયાળામાં મસાલેદાર ચા પિવાથી થાય છે અનેક ફાયદા !

શિયાળામાં આપણે સતત ઠંડી ઉડાડતા ગરમ પદાર્થો ખાતા હોય છે. જે વિવિધ આયુર્વેદિક ફાયદાઓ આપનારી હોય છે જે વિવિધ પ્રકારના મસાલાઓ અને જડીબુટ્ટીઓથી બનેલા હોય છે. શિયાળાના ડાયટમાં હાઈ ફેટ અને હાઈ કોલેસ્ટ્રોલવાળા ખોરાક ખાવા જોઈએ જેમકે ડ્રાયફ્રૂટ્સ, માંસ અને ઘી. શરીરને ગરમ અને પાચનતંત્રને ચાલુ રાખવા માટે હર્બલ મસાલા ચાનું પણ સેવન કરવું જોઈએ.

જાણો, મસાલેદાર ચા પીવાથી શું થાય છે?


1. એન્ટી ઓકિસડન્ટથી ભરપૂર હોય છે

મસાલાવાળી ચામાં એન્ટીઓકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે,જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તેમજ ફ્લૂ અને અન્ય વાયરસ સામે લડવામાં મદદ કરે છે.


2. સોજાથી રાહત અપાવે છે

મસાલેદાર ગરમ ચાની ચુસ્કી લેવાથી સોજો અને ખરાશ ઓછા થાય છે. એવું માનવામાં આવે છે કે કેસરની ચા પીવાથી અથવા ઉકળતા પાણીમાં થોડા લવિંગ નાખીને પીવાથી શરીરમાં સોજો ઓછો થાય છે અને પીડાથી રાહત મળી શકે છે.


3. તમારો મૂડ સેટ કરે છે

શિયાળાના મહિનાઓમાં આપણે ક્યારેક હતાશા અનુભવીએ છીએ અને ચોકલેટ ખાવા લાગીએ છીએ. આવા મનપસંદ ફૂડ્સ ખાઓ ત્યારે તેને હર્બલ ચા પીવા સાથે બેલેન્સ કરવું જોઈએ. તમારા ડાયટમાં લવંડર, કેમોમાઈલ અથવા એલચીની ચાનો સમાવેશ કરવાથી તમને શાંત રહેવામાં મદદ મળશે.

4. પાચનને હેલ્ધી બનાવે છે

ભારે ભોજનનું સેવન સાથે બેસવાનું અને હલનચલન ટાળવાની વૃત્તિથી શિયાળામાં પાચન સંબંધી સમસ્યાઓ થવાની શક્યતા વધી જાય છે. આદુ, ફુદીનો અથવા વરિયાળીની ચા પીવાથી પાચનક્રિયા સુધરે છે અને પેટની તકલીફમાં રાહત મળે છે. ખાસ કરીને જો તે ભોજન પછી અથવા તેની વચ્ચે પીવામાં આવે.

5. બ્લડ સરક્યુલેશન વધારવામાં મદદરૂપ

શિયાળાના મહિનાઓમાં કસરતના અભાવને કારણે આપણું શરીર સખત થઈ જાય છે અને તેનાથી રક્ત પરિભ્રમણ પ્રભાવિત થાય છે. તજની ચા પીવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા ઉપરાંત બ્લડ શુગરને આંતરિક રીતે સુધારવામાં મદદ મળે છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share