India

IPL 2022 : BCCIએ IPL શેડ્યૂલ જાહેર કર્યું, ચેન્નાઈ અને કોલકાતા વચ્ચે 26 માર્ચે થશે ટક્કર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ IPL 2022નું શેડ્યૂલ જાહેર કર્યું છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે 26 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. ટૂર્નામેન્ટની બે નવી ટીમો લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ 28 માર્ચે એકબીજા સામે ટકરાશે.

તે જ સમયે, લીગ તબક્કાની છેલ્લી મેચ પણ વાનખેડે ખાતે રમાશે. આ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. બીસીસીઆઈએ કહ્યું છે કે પ્લેઓફનો સમયપત્રક હવે પછી જાહેર કરવામાં આવશે. 65-દિવસની ટુર્નામેન્ટમાં 12 દિવસમાં બે મેચ (ડબલ હેડર) હશે. પ્રથમ મેચ બપોરે 3.30 વાગ્યાથી અને બીજી મેચ સાંજે 7.30 વાગ્યાથી રમાશે.

પ્રથમ ડબલ હેડર 27 માર્ચે રમાશે. પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ બ્રેબોર્ન સ્ટેડિયમમાં અને બીજી મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે.

ટુર્નામેન્ટની ફાઈનલ 29 મેના રોજ યોજાશે. આ વખતે લીગની તમામ 70 મેચો મુંબઈ અને પુણેમાં રમાશે. મુંબઈમાં કુલ 55 મેચ અને પુણેમાં 15 મેચ રમાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 20, બ્રેબોર્ન સ્ટેડિયમમાં 15, ડીવાય પાટિલ સ્ટેડિયમમાં 20 અને પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં 15 મેચ રમાશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share