Gujarat HOI Exclusive

આગવી ઓળખ અલંગમાં, ઓળખનો પ્રશ્ન!

ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે જહાજ ભાંગવાનું કામ કરતી અનેક કંપનીઓ છે ત્યારે અહીં કામ કરતા મજૂરો પાસે ઓળખનો કોઈ પૂરાવો ન હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર પ્રકારની બેદરકારી કહી શકાય છે. આખરે આ કામદારો ક્યાથી આવ્યા છે અને કેટલા વર્ષોથી રહે છે તેની કોઈને જાણ જ નથી.ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે જહાજ ભાંગવાનું કરતા મજૂરોને લઈને વિવાદ ઉભો થયો છે…અનેક એવા મજૂરો છે કે જેમની પાસે કોઈ પ્રકારનો આધાર પૂરાવો નથી.આ મજૂરો પાસે રેશન કાર્ડ કે, અન્ય ઓળખનો પૂરાવો નથી..તેમ છતા આ મજૂરોને શિપબ્રેકરો કામ કરાવવા રાખે છે…કયારેક આ પરિસ્થિતિના કારણે રાષ્ટ્રની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થઇ શકે છે.. તેવો આક્ષેપ એકસલન્ટ યુવક મંડળે ઉઠાવ્યો છે…આ મંડળે સરકાર પાસે માંગ કરી છે કે અલગમાં કામ કરતા લોકોના પૂરાવા અંગેની તપાસ કરવામાં આવે.

ભાવનગરના અલંગ ખાતે 1983થી 1984માં જહાજ ભાંગવાનું કામ શરૂ થયું હતું…અત્યાર સુધીમાં 8,000થી વધુ જહાજો ભાંગી ચુક્યા છે અહીં 10 હાજારથી વધુ બિનગુજરાતી મજૂરો કામ કરી રહ્યા છે અલંગ-સોસીયા શિપ બ્રેકીંગ યાર્ડમાં જુદા-જુદા રાજ્યોમાંથી અનેક મજૂરો રોજગારી માટે આવ્યા છે…પરંતુ અનેક મજૂરો એવા છે કે, જેઓની પાસે કોઈ આધારકાર્ડ કે, રેશનકાર્ડ, ચૂંટણી કાર્ડ રહેઠાણના પુરાવા નથી…ત્યારે સવાલો એ થાય છે કે અમૂક લોકો અન્ય રાજ્યમાં ગુના કરીને પણ આ પ્રકારે છૂપાઈને રહેતા હોય છે…આ મામલે સરકારના GMB વિભાગ તેમ જ શિપબ્રેકરોએ કામદારોના ઓળખ કે પુરાવા વગર કામે રાખવા જોઈએ નહીં….આમ તો આ સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જયારે 4 મજૂરોના થયેલા મોત સમયે તેમના વારસદારો કે, તેમની કોઈ ઓળખ હતી નહી….અને તેમના અંગ્નિ સંસ્કાર કોઈ સંસ્થાએ કર્યા હતા ત્યાર બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો..અલંગમાં જહાજના કટિંગ ઉપરાંત અન્ય કામમાં પણ મજૂરો કામ કરે છે…કારણ કે, ટ્રાન્સપોર્ટર તેમ જ દુકાનોમાં કામ કરતા હોય છે. અહીં અલંગમાં કામ કરતા મજૂરો મહારાષ્ટ્ર ,ઉત્તરપ્રદેશ અને બિહારના રહેવાસી હોય છે.

તાજેતરમાં જ અલંગમાં નામ અને નંબર બદલીને જહાજો ભાંગવા લાવવાનો મામલો બહાર આવ્યો છે.. તેમાં કેટલાક લોકોની ધરપકડ કરાઈ છે. અલંગમાં કામ કરવા આવતા મજૂરોની ઓળખનો મામલો બહાર આવતા સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે અલંગશિપ યાર્ડમાં અગાઉ પણ અનેક વિવાદ થયા છે…પર્યાવરણને લગતા સવાલો પણ અગાઉ ઉઠ્યા હતા…ત્યારે હવે મજૂરોની ઓળખ અને સુરક્ષાનો સવાલ ઉભો થયોછે…ભાવનગર અલંગ શિપ યાર્ડમાં ઓળખ વગરના શ્રમીકો કેટલા સમયથી રહેતા હશે…અને કેવી રીતે આ કંપનીના માલિકો આ શ્રમીકોને નોકરી આપી દેતા હશે તે પણ એક સવાલ છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share