land sliding in ahmedabad naranpura
Gujarat

અમદાવાદના નારણપુરામાં ભેખડ ધસી પડતા 2 મજૂરના મોત, એક સારવાર હેઠળ

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં અમદાવાદના નારણપુરા વિસ્તારમાં અમીકુંજ ચાર રસ્તાપાસે જૂના જનક એપાર્ટમેન્ટનું રિડેવલપમેન્ટનું કામ ચાલતું હતું. ધર્મ ડેવલપર્સ નામના બિલ્ડર દ્વારા રિડેવલપમેન્ટની કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન શુક્રવારે બપોરે અચાનક ભેખડ ધસી પડતાં ત્રણ મજૂર દટાયા હતા, જેમાંથી ડામોર જયસિંગભાઈ અને કરમી પટુભાઈ નામના દાહોદના બંને મજૂરને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ ઘટનામાં ત્રણમાંથી બે મજૂરનાં મોત થયાં હતા અને એક મજૂરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફાયર વિભાગને સવારે 10 વાગ્યે ભેખડ ધસી પડવાનો કોલ મળ્યો હતો. કોલ મળતાંની સાથે જ ફાયરબ્રિગેડની ટીમની ચાર ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમતથી મજૂરોને બહાર કાઢ્યા હતા.

ફાયર ઓફિસર ઈનાયત શેખે જણાવ્યું હતું કે, આ મજૂરો જેસીબીના ખોદકામ દરમિયાન કામ કરતા હતાં, ત્યારે પાછળની સાઈડના રોડની ભેખડ અચાનક ધસી પડતાં મજૂરો અંદર દટાઈ ગયા હતા. ફાયરબ્રિગેડને ઘટનાની જાણ થતાં નવરંગપુરા, ચાંદખેડા અને સાબરમતીનો સ્ટાફ તરત હાજર થઈ ગયો હતો. તેમણે એક જ કલાકમાં બંને મજૂરને કાઢીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતાં.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share