Gujarat

અમદાવાદ મેયર કિરીટ પરમારને કમલમ પ્રવેશતાં રોકવામાં આવ્યાં, 15 મીનિટ સુધી બહાર ઉભા રહેવું પડ્યું

અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર રોડ શોમાં અટવાયા હતાં જેના પગલે કમલમ ખાતે પહોંચવામાં મોડું થઇ જતાં તેમને પ્રવેશ આપતાં રોકવામાં આવ્યાં હતાં.

પ્રાપ્ત માહિતી અનુસાર,અમદાવાદના મેયર મોદીના રોડ શોમાં પાછળ રહી જતાં કમલમમાં જતાં રોકવામાં આવ્યાં હતાં. તેઓ ભર તડકામાં બોર્ડની પાછળ છુપાઈને ઉભા રહ્યાં હતાં. ભાજપના કાર્યકરોએ કમલમની અંદર રહેલા નેતાઓને ફોન કર્યા હતાં પરંતુ કોઈ રીસ્પોન્સ નહીં મળતાં તેઓ 15 મિનિટ સુધી બહાર ઉભા રહ્યાં હતાં. આખરે અંદરથી લિસ્ટમાં નામ ચેક કરી અને ભાજપના કાર્યકર્તાઓ મેયરને સંતાડીને અંદર લઈ ગયા હતા.મેયર પણ મીડિયાથી બચીને નીચે વળીને અંદર ગયા હતા.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share