HOI Exclusive Main

HoI Exclusive : અમદાવાદમાં બની રહેલાં દેશના સૌથી મોટા 92 મીટર લાંબા ખોખરા રેલવે ઓવર બ્રિજના Exclusive Photos

Listen Article
Getting your Trinity Audio player ready...

આખરે પૂર્વ વિસ્તારના રહેવાસીઓની આતુરતાનો અંત મે-જૂન મહિના સુધીમાં આવી શકે છે. ખોખરા રેલવે ઓવરબ્રિજ આગામી મે -જુન માસમાં બનીને તૈયાર થઇ જશે તેવો દાવો પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગના ડીઆરએમ દ્વારા કરાયો છે. છેલ્લા ત્રણ વર્ષથી બંધ આ બ્રિજના કારણે ટ્રાફિક ડાયવર્ઝન વેઠતા શહેરીજનોએ હવે એકાદ મહિનાના ગાળામાં જ ૪ થી ૬ કિ.મી.વધારાનું અંતર કાપવાની ઝંઝટમાંથી મુકિત મળી જશે. ડાયવર્ઝનના નામે અત્યાર સુધી શહેરીજનોના સમય વ્યય અને પેટ્રોલનો ખૂબ ધુમાડો કાઢ્યો, હવે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતો આ મહત્વનો બ્રિજ સત્વરે તૈયાર કરીને જનહિતમાં વાહનચાલકો માટે ખૂલ્લો મુકી દેવામાં આવે તેવી લોકોની લાગણી વધુ જોર પકડી રહી છે.

પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગના ડીઆરએ તરૂણ જૈનના જણાવ્યા મુજબ આગામી મે માસ સુધીમાં ખોખરા રેલવે ઓવરબ્રિજ બનીને તૈયાર થઇ જશે. શહેરીજનોને પડી રહેલી હાલાકીથી તેઓ વાકેફ છે, અને આ કામ શક્ય હોય તેટલું જલદી પુરૂ કરવાની સુચના તેઓએ બાંધકામ વિભાગને આપી દીધી છે.

નોંધનીય છે કે, ખોખરા રેલવે ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડયા બાદ તેને બંધ કરાયો હતો. બુલેટ ટ્રેન પણ આ બ્રિજ પાસેથી પસાર થતી હોવાથી તેમજ દૈનિક હજારોની સંખ્યામાં વાહનોની અવર-જવર આ બ્રિજ પરથી થતા તેને ૬ લેન બનાવવાનું આયોજન કરાયું હતું. આશરે ત્રણેક વર્ષથી આ કામ એકદમ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. ડાયવર્ઝન વેઠીને હવે લોકોની ધીરજ ખૂટી પડી છે. ખોખરા બ્રિજ માટે લોકોએ ધરણા, સૂત્રોચ્ચાર અને રેલીઓ પણ કાઢેલી છે.

પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગના પીઆરઓ જિતેન્દ્રકુમાર જ્યંતના જણાવ્યા મુજબ દેશમાં સૌથી મોટા રેલવે ઓવરબ્રિજનું કામ અમદાવાદમાં ખોખરા ખાતે થઇ રહ્યું છે. ૯૨ મીટર લાંબો આ બ્રિજ બની રહ્યો છે. સામાન્ય રીતે રેલવે ઓવરબ્રિજ ૨૪ મીટર સુધીના હોય છે. સાબરમતી રેલવે સ્ટેશન પર બનેલા મેટ્રો બ્રિજની વાત કરીએ તો આ મેટ્રો બ્રિજ પણ ૭૨ મીટરનો છે.ખોખરામાં બ્રિજ માટેના જે ગર્ડર બની રહ્યા છેતે દિલ્હીના ગાઝિયાબાદ ખાતે બને છે. એક ગર્ડર આવી ગયું છે તેને લગાવી પણ દેવાયું છે. બીજી ગર્ડર આવવાનું બાકી છે. રેલવેના બાંધકામ વિભાગના અંદાજ મુજબ આ ગર્ડર જલદી આવી જશે. આશરે મે-જુન માસમાં બંને ગર્ડર મુકી દેવાશે અને બ્રિજ બની જશે. આ કામ ધારણા કરતા વધુ અઘરૂ છે તેથી સમય લાગી રહ્યો છે.

નિહાળો દેશના સૌથી લાંબા રેલવે ઓવરબ્રિજની Exclusive તસવીરો

(તમામ તસવીરો : દિપકભાઈ ચૌહાણ)

Parth Sharma Administrator
Sorry! The Author has not filled his profile.
×
Parth Sharma Administrator
Sorry! The Author has not filled his profile.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share