Gujarat

અમદાવાદના સરદાર પટેલ આં.રા.એરપોર્ટને ‘એસોકેમ’
દ્વારા વર્ષના શ્રેષ્ઠ પ્રાદેશિક એરપોર્ટનો ખિતાબ

દેશની પ્રતિષ્ઠિત એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ASSOCHAM) દ્વારા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતર રાષ્ટ્રીય એરપોર્ટને વર્ષના શ્રેષ્ઠ પ્રાદેશિક એરપોર્ટ તરીકેનો ખિતાબ ગત તા.28 ફેબ્રુઆરી,2022 સોમવારના રોજ નવી દિલ્હી ખાતે એનાયત કરવામાં આવ્યો છે.


અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ આંતર રાષ્ટ્રીય એરપોર્ટની રોનકમાં વધુ એક અભિવૃધ્ધિ કરતો આ એવોર્ડ ગઇકાલે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી અને અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં એનાયત થયો હતો.
કોવિડની માર્ગદર્શિકાઓ સાથે ચુસ્ત અનુકૂલન સાધીને પ્રવાસી ગ્રાહકોને એરપોર્ટની સેવાઓની સુખદ અનુભૂતિનો અહેસાસ થાય તે માટે તંત્રજ્ઞો દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

એરપોર્ટમાં પ્રત્યેક મુલાકાતીને કેન્દ્રમાં રાખીને પ્રવાસી જનતાની જરુરિયાતો અને પ્રાથમિકતાઓને સમજવા માટેની ઉપલબ્ધ તકોના ક્ષેત્રોને અલગ તારવીને તેને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે સંકલ્પબધ્ધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. એસવીપી આં.રા.એરપોર્ટના સંચાલકો દ્વારા બન્ને ટર્મિનલની ઇમારતો વચ્ચે ઇલેક્ટ્રીક સેડાન કારનો શટલ તરીકે ઉપયોગ, ઈલેક્ટ્રીક બસ સેવાઓ મારફત કનેક્ટીવીટીમાં વધારો, વધુ સારા છૂટક તેમજ મુસાફરોને ખાનપાન અને જમીની પરિવહનના વિકલ્પો જેવી પહેલ અમલમાં મુકવામાં આવી છે. વધુમાં ટર્મિનલની અંદર અને બહારના ભાગમાં સ્વાસ્થ્યપ્રદ, સુરક્ષા અને સલામતીની પ્રક્રિયામાં ઉમેરો કરવામાં આવ્યો છે.


નાગરિક ઉડ્ડયન અને કાર્ગો માટેની એસ્સોકેમની 13મી નેશનલ કાઉન્સિલ કોન્ફરન્સ કમ એવોર્ડે એરપોર્ટની સેવાઓ માટેના પ્રયાસોને બિરદાવતું આ બહુમૂલ્ય સન્માન મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતર રાષ્ટ્રીય ટર્મિનલને પણ આપ્યું છે. દેશના અર્થતંત્રની ધરી સમાન આ એરપોર્ટની સેવાઓની મુસાફરોને એક અલૌકિક અનુભૂતિ કરાવવા અમે પ્રતિબધ્ધ છીએ. આ તમામ સુખ સુવિધાઓમાં પ્રવાસીઓના આરોગ્ય, સલામતી અને સ્વાસ્થ્ય કેન્દ્ર સ્થાને છે.


સંચાલકોએ પ્રવાસી જનતાને બહેતર સેવાઓ નિરંતર મળતી રહે તે માટે સતત હાથ ધરેલા પ્રયાસોને એસ્સોકેમની નાગરિક ઉડ્ડયન અને એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર પરત્વેની નેશનલ કાઉન્સિલે મહત્વના એવા વર્ષના શ્રેષ્ઠ પ્રાદેશિક એરપોર્ટ તરીકે પસંદ કરીને એનાયત કરેલા એવોર્ડથી પ્રેરણાત્મક બળ મળ્યું છે એટલું છ નહી પરંતુ એરપોર્ટની ગ્રાહકલક્ષી સેવાઓના અમારા પ્રયાસોને સ્વીકૃતી પણ મળી છે. દેશની અગ્રણી એરલાઈન્સ, એરપોર્ટ ડેવલપર્સ ,કાર્ગો ઇન્ડસ્ટ્રી, ફ્રેઇટ ફોરવર્ડર્સ, ડ્રોન્સ, લોજીસ્ટીક્સ અને એમઆરઓ કંપનીઓના પ્રતિનિધિઓની બનેલી આ કાઉન્સિલે ‘કોવિડ બાદ વૃધ્ધિના ચાલક’ થિમ સાથે તા.28મી ફેબ્રુઆરી 2022ના રોજ નવી દિલ્હી ખાતે નાગરિક ઉડ્ડયન અને કાર્ગો પરત્વે 13મી વાર્ષિક આંતર રાષ્ટ્રીય પરિષદ કમ એવોર્ડનું આયોજન કર્યું હતું.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share