અટલ બિહારી વાજપેયી
HOI Exclusive Main

અજાત શત્રુ અટલજી : સિર્ફ નામ હી કાફી હૈ !

શનિવારે ભારતના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની 97મી જન્મજયંતિ છે. અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર, 1924ના રોજ થયો હતો. 2014 થી વાજપેયીની જન્મજયંતિ દર વર્ષે સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્રણ વખત દેશના વડાપ્રધાન રહેવા ઉપરાંત તેઓ હિન્દી કવિ, પત્રકાર અને મજબૂત વક્તા પણ હતા. તેઓ જનસંઘના સ્થાપકોમાંના એક હતા. આજે (શનિવારે) દેશભરમાં અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ભારતના રાજકીય ઇતિહાસમાં, અટલ બિહારી વાજપેયી એક કુશળ રાજકારણી, પ્રશાસક, ભાષાશાસ્ત્રી, કવિ, પત્રકાર અને લેખક હતા. અટલજીનો ઉછેર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારામાં થયો હતો. તેઓ ઉદારવાદ અને રાજકારણમાં સમાનતા અને સમાનતાના સમર્થક માનવામાં આવતા હતા.

અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. તેમના પિતા કૃષ્ણ બિહારી વાજપેયી શિક્ષક હતા. મૂળ તે ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના બટેશ્વર ગામનો હતો, પરંતુ તેના પિતા મધ્ય પ્રદેશમાં શિક્ષક હતા. યુપી સાથે તેમનો રાજકીય લગાવ ઘણો વધારે હતો. અટલ બિહારી વાજપેયીએ શાળાનો અભ્યાસ ગ્વાલિયરની વિક્ટોરિયા કોલેજમાંથી કર્યો હતો. તેમના પિતા શાળાના શિક્ષક અને કવિ હતા. દેખીતી રીતે તેના વ્યક્તિત્વ પર તેની છાપ પડી હતી.

હાર્મની ઓફ ઇન્ડિયા આજે વાજપેયીના જીવનની અનોખી વાતો જણાવવા માટે જઈ રહ્યું છે.

ભૂગર્ભ પરીક્ષણ

વાજપેયીની આગેવાની હેઠળની સરકારે 11 અને 13 મે 1998ના રોજ 5 ભૂગર્ભ પરમાણુ પરીક્ષણો કર્યા હતા. આ સાથે ભારતને પરમાણુ શક્તિ ધરાવતો દેશ જાહેર કરવામાં આવ્યો હતો. તેમણે પાકિસ્તાન સાથે રાજકીય સંબંધો સુધારવા માટે 19 ફેબ્રુઆરી 1999ના રોજ દિલ્હીથી લાહોર સુધી બસ સેવા શરૂ કરી, જેને સદા-એ-સરહદ નામ આપવામાં આવ્યું. આ સિવાય 1990માં કારગિલ યુદ્ધમાં ભારતની જમીન પાકિસ્તાનના ગેરકાયદે કબજામાંથી મુક્ત કરવામાં આવી હતી.

પેટ્રોલ ભાવ વધારાના વિરોધમાં બળદગાડામાં સસંદ પહોંચ્યા

ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા એક અહેવાલ પ્રકાશિત થયો હતો અને લખ્યું હતું કે, ઇન્દિરા ગાંધીને સંસદમાં વિરોધી દળનો સામનો કરવો પડ્યો હતો. અને એ જ દિવસથી સંસદના શિયાળુ સત્રની શરુઆત થઇ હતી. અનેક પક્ષોએ વધતી મોંઘવારીને પગલે તેમનું રાજીનામું આપવાની પણ માંગ કરી હતી.

જન સંઘના નેતા અટલ બિહારી વાજપેયી અને બીજા બે અન્ય સભ્યો પણ બળદગાડાથી સંસદ પહોંચ્યા હતા. એ સિવાય બીજા કેટલાક સાંસદ સાયકલથી સંસદ પહોંચ્યા હતા અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો અનોખો વિરોધ કર્યો હતો.

ઇન્દિરા ગાંધી એ સમયે બગ્ગીમાં બેસીને લોકોને પેટ્રોલ ડીઝલની અછતના પગલે પેટ્રોલ બચાવવાનો સંદેશ આપી રહ્યા હતા. સાંસદો એનો વિરોધ કરવા આ પ્રકારનો વિરોધ કયો હતો.

તે વખતે તેલનું ઉત્પાદન કરવાવાળા મધ્ય પૂર્વના દેશોએ ભારતમાં પદાર્થોની નિકાસ ઓછી કરી દીધી હતી. એ પછી ઇંદિરા ગાંધીની સરકારે તેલની કિંમતમાં 80 ટકાનો ભાવ વધારો ઝિંક્યો હતો.

1973 માં તેલ સંકટ ત્યારે આવ્યું જ્યારે તેલ નિકાસ કરવાવાળા દેશોના સંગઠન એટલે કે ઓપેકે દુનિયાભરમાં તેલ આપૂર્તી કાપી નાંખી હતી.

દેશમાં સો વાર કરતા પણ વધારે પરિભ્રમણ

અટલજી જયારે સાજા સારા સ્વાસ્થ્ય હતા ત્યારે સમગ્ર દેશમાં સોથી વધારે વાર ભ્રમણ કર્યું હશે અને ગણી ન શકાય તેટલી જનસભાઓમાં સંબોધન કર્યું હતું. તેમના એક કાવ્યમાં જ તેમનો હેતુ દેખાઈ આવે છે કે,

કર્તવ્ય કે પુનીત પથ કો,

હમને સ્વેદ સે સીંચા હૈ,

કભી-કભી અપને અશ્રુઓ ઔર,

પ્રાણો કા અર્ધ્ય ભી દિયા હૈ !

કિન્તુ અપની ધ્યેય યાત્રા મેં,

હમ કભી રુકે નહી હૈ !

કિસી કી ચુનૌતી કે સંમુખ,

કભી ઝુકે નહી હૈ !

આજ,

જબ કી રાષ્ટ્ર-જીવન કી,

સમસ્ત નિધિયા,

દાવ પર લાગી હૈ,

ઔર

એક ધનીભૂત અંધેરા,

હમારે જીવન કે

સારે આલોક કો,

નિગલ લેના ચાહતા હૈ,

હમેં ધ્યેય કે લિએ,

જીને,જુકને ઔર,

આવશ્યકતા પડને પર,

મરને કા સંકલ્પ દોહરાના હૈ !

આજ્ઞેય પરિક્ષા કી

ઇસ ઘડી મેં

આઇએ, અર્જુન કી તરહ

ઉદ્ઘોષ કરે :

“ન દૈન્યં ન પલાયનમ !”

ગુજરાત સાથે અટલ બિહારી વાજપેયીનો સંબંધ

વર્ષ 1960માં ગુજરાતની બે નગરપાલિકા બોટાદ અને માણાવદરમાં જનસંઘની બહુમતી આવેલી ત્યારે તેઓ ગુજરાત પધારેલા. ભાવનગર ખાતે કાર્યકર્તાઓની બેઠક મળી હતી અને તેમાં તેમણે સંબોધન પણ કર્યું હતું. કાર્યકર્તાઓ તેમને જોઇને બોલ્યા , “ અરે..આતો સાવ.. નાનકડા! આ શબ્દો અટલજી સાંભળી ગયા અને વળતો જવાબ આપતા બોલ્યા, હાં, છોટા તો હું, અગલી બાર બડા હો જાઉંગા !

એક વખત તેઓ રાજકોટથી મોટર માર્ગે જુનાગઢ પહોંચ્યા હતાં ત્યારે તે વખતના કાર્યકર અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ તેઓની સાથે હતાં. રાજકોટથી જુનાગઢ પહોંચી તેમણે “રાસ્તે મે ગડ્ડા હે યા ગડ્ડે મે રાસ્તા” તેવી માર્મીક ટકોર પણ કરી હતી. 19 જાન્યુઆરી 1981 ના રોજ તેઓ જામનગર આવ્યા ત્યારે એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. એરપોર્ટથી સભા સ્થળ સુધી મોટર સાઇકલ રેલી યોજવામાં આવી હતી. સભા સ્થળના મંચ પર તેમને રૂા. એક લાખની થેલી અર્પણ કરાઇ હતી.

ખાવા-પીવાના શોખીને અટલજી રાજકોટના ગાંઠીયાના મોટા ચાહક હતા અને જયારે જયારે કોઇ તેમના માટે ગાંઠીયા લઇને જતા ત્યારે તેમને ખૂબ આનંદ થતો. અટલજી સાથે મૂરલી મનોહર જોશી અને અન્ય ટોચના નેતા ગાંઠીયા ખાવા જોડાતા હતા અને પડાપડી થતી. રાજકોટ આવે ત્યારે નાસ્તામાં જલેબી અને ગાંઠીયા તેમને જોઇએ જ.

અટલજીની ઓરેટરી સંમોહક વકતૃત્વ કળાને કારણે જાણીતા હતા. 20 મે, 1991 ની રાત્રે અમદાવાદની ચૂંટણી સભા જેમાં અટલજી રાત્રે 10 વાગ્યે પધારવાના હતા  પરંતુ છેક મધ્યરાત્રિ પછી 2.00 કલાકે પહોંચ્યા. તો પણ હજારો શ્રોતાઓ ચાર કલાક પ્રતીક્ષા કરતા રહ્યા. અટલજીએ રાત્રે બે કલાકે ઉદ્બોધન કરતાં સ્નેહ-સંવેદન મિશ્રિત વાકયો ઉચ્ચાર્યાં : “યહ રાત્રિ-જાગરણ રંગ લાયેગા… રાત કટ જાયેગી, અંધેરા છટ જાયેગા, સુબહ નિકલ આયેગી, કમલ ખિલ જાયેગા !” અને ચાર કલાકની પ્રતીક્ષા પછી પણ શ્રોતાઓ હર્ષનાદોથી ઝૂમી ઉઠયા ! આ હતી અટલજીની મોહિની અને સંમોહક વકતૃત્વ કળા  !

મોરારજીભાઈ સાથે મહોબ્બત

મોરારજીભાઈ કોંગ્રેસના અડીખમ નેતા હતા. એક વાર મોરચાના ચૂંટણી પ્રવાસ દરમિયાન અમદાવાદમાં જાહેર સભા સંબોધવા આવેલા. સભામાં બન્ને વક્તાઓ હતા. અટલજી ખાસ તેમના માટે દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા અને વિમાન મથકે જ થોડાક કાગળ જાણીતા વરિષ્ઠ પત્રકાર પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાના હાથમાં પકડાવી દીધા હતા અને તે કાગળ જોઇને સ્તબ્ધ થઇ ગયેલા.

વાજપેયીએ તેમણે કહેલું કે, દેખ લો, મૈંને એક છોટા સા લેખ લીખા હૈ, વિમાન સફર મેં!” આવા સમયે લેખ જોઇને પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા અચંબામાં પડેલા.

પણ હા, વાજપેયી પાસે સંસ્થા કોંગ્રેસ મોરચામાં રહે તો વધુ લડત ઇંદિરાજીને આપી શકાય અને ગુજરાતમાં પહેલીવાર બિન-કોંગ્રેસી સરકાર રચાય એવી દીર્ઘ દ્રષ્ટિ હતી.

તેને માટે કલમનો ઉપયોગ કર્યો, લેખનું શીર્ષક હતું, “મુઝે મોરારજી ભાઈ સે મહોબ્બત હો ગઈ હૈ!”

આ નાનકડા લેખમાં તેમણે રાજકીય ક્ષેત્રે સદા વિરોધી કોંગ્રેસી નેતા મોરારજીભાઈના ગુણદર્શન કરાવ્યા હતા. એક કાવ્ય પંક્તિ પણ તેમાં હતી:

“નજર ઊંચી, કમર સીધી, ચમકતા રોબ સે ચહેરા, ભલા માનો, બુરા માનો, વો હી તેજી, વો હી નખરા!”

એક મતથી હારેલી સરકાર

ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપેયી ભારતના સતત ત્રણ વાર વડાપ્રધાન બનવાની ઈચ્છા રહી હતી. સતત ત્રીજી વાર પાંચ વર્ષ સુધી વડાપ્રધાન રહ્યા તે પૂર્વે એક મતથી વડાપ્રધાન બની શક્યા નહીં ત્યારે તેમણે એક કવિતાની પંક્તિ સંભળાવી હતી:

“ક્યા હાર મેં, ક્યા જીત મેં, કિંચિત નહીં ભયભીત મેં, જીવનપથ પર જો મિલા વહ ભી સહી, યહ ભી સહી.”

અટલ બિહારી વાજપેયીનો એકાંતવાસ

13 મે,2004 ગુરુવાર ના રોજ કેબિનેટની છેલ્લી બેઠક પતાવી અટલ બિહાર વાજપેયી રાષ્ટ્રપતિ ભવન તરફ જવા રવાના થયા હતા. તેમની અધ્યક્ષતા હેઠળ લડવામાં આવેલી ચૂંટણીમાં ભાજપની હાર થઇ હતી અને તેઓ રાજીનામું આપવા માટે જઈ રહ્યા છે. તેઓ સાંજે રાજીનામું આપવા રાષ્ટ્રપતિ ભવન ગયા ત્યારે ઔરંગઝેબ રોડ પર આવેલા અખિલ ભારત કોંગ્રેસ કાર્યાલય પર જીતનો જશ્ન ચાલી રહ્યો હતો.

રાજીનામું આપ્યા બાદ અટલજી બહાર આવીને બોલ્યા હતા, અમારા પક્ષ અને ગઠબંધનની હાર થઈ છે, દેશ જીતી ગયો છે. અમે આ પોસ્ટ છોડી છે પરંતુ જવાબદારીઓ છોડી નથી.

2004 પછીના વર્ષોમાં જાણે કે વાજપેયીના જીવનમાં એકાંતવાસ શરૂ થઈ ગયો. વાજપેયી રાજકીય જીવનમાંથી નિવૃત્તિ લેશે કે નહીં આ અંગે ઘણી ચર્ચાઓ થઈ હતી પરંતુ આખરે 2005માં તેમણે મુંબઈના શિવાજી પાર્કમાં ભાજપની રજતજયંતી પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં વાજપેયીએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. પોતાના ભાષણમાં પક્ષની જવાબદારી અડવાણી અને પ્રમોદ મહાજનને સોંપી હતી.

નોંધનીય છે કે, તેઓ ઘણાં વર્ષોથી તેઓ ક્રિષ્ના મેનન માર્ગ સ્થિત પોતાના નિવાસસ્થાને દત્તક પુત્રી નમિતા ભટ્ટાચાર્ય અને અનેક વર્ષોથી તેમની સાથે રહેલાં મિસિસ કૌલ સાથે રહેતા હતા.

વાજપેયીની બીમારીઓ

2000માં જ્યારે તેઓ વડાપ્રધાન હતા ત્યારે મુંબઈના બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં તેમની ની-રિપ્લેસમન્ટ સર્જરી થઈ હતી. 2004 પછી તેમનું હલનચલન ઘટ્યું હતું.

2009માં વાજપેયીને ઍટેક આવ્યો હતો અને ત્યારબાદ બોલવાનુ બંધ થઈ ગયુ. એ વખતે તમને દિલ્હીના એમ્સ હૉસ્પિટલમાં વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ વાજપેયીને ડિમેન્શિયા અને અલ્ઝાઇમર થયું હોવાના સામાચાર માધ્યમોમાં હતા. એ વખતે તેઓ બોલી શકતા નહોતા એ સ્પષ્ટ છે. તેમની નજીક રહેલા લોકો એવું પણ કહે છે કે તેઓ ઘણી બાબતો ભૂલી જાય છે.

તેમની સારવાર કરી રહેલા એમ્સના સંચાલક ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ અનેક વખત કહ્યું હતું કે, વાજપેયી ઘણી વાતો ભૂલી જતા હતા, પણ ડિમેન્શિયા હોવાની વાતને નકારી કાઢી હતી.

વાજપેયીની કવિતાઓ

‘‘ટૂટે હુએ તારોં સે ફૂટે બાસંતી સ્વર, પત્થર કી છાતી મેં ઉગ આયા નવ અંકુર, ઝરે સબ પીલે પાત, કોયલ કી કૂક રાત, પ્રાચી મેં અરૂણિમાં કી રેખ દેખ પાતા હું. ગીત નયા ગાતા હું, ટુટે હુએ સપનોં કી સુને કોન સિસકી? અંતર કો ચીર વ્યથા પલકોં પર ઠિઠકી, હાર નહીં માનુંગા, રાર નહીં ઠાનુંગા, કાલ કે કપાલ પર લિખતા મિટાતા હું. ગીત નયા ગાતા હું’’

ક્ષમા કરો બાપુ! તુમ હમકો, બચપ ભંગ કે હમ અપરાધી,  રાજઘાટ કો કિયા અપાવન, મંજિલ ભૂલે, યાત્રા આધી. જયપ્રકાશ જી! રખો ભરોસા, ટૂટે સપનોં કો જોડેંગે. ચિંતાભસ્મ કી ચિંગારી સે, અંધકાર કે ગઢ તોડેંગે’’

ભારત જમીન કા ટુકડા નહીં, જીતા જાગતા રાષ્ટ્રપુરૂષ હૈ. હિમાલય મસ્તક હૈ, કશ્મીર કિરીટ હૈ, પંજાબ ઓર બાંગલા દો વિશાલ કેધે હૈ. પૂર્વી ઓર પશ્ચિમી ચરણ હૈ, સાગર ઇસકે પગ પખારતા હૈ. યહ ચંદન કી ભૂમિ હૈ, અભિનંદન કી ભૂમિ હૈ, યહ તર્પણ કી ભૂમિ હૈ, યહ અર્પણ કી ભૂમિ હૈ. ઇસકા કંકર-કંકર શંકર હૈ, ઇસકા બિંદુ-બિંદુ ગંગાજલ હૈ. હમ જિએંગે તા ઇસકે લિએ મરેંગે તો ઇસકે લિએ’’

‘‘ખૂન ક્યોં સફેદ હો ગયા? ભેદ મે અભેદ ખો ગયા. બટ ગએ શહીદ, ગીત કટ ગએ, કલેજે મે કટાર ગડ ગઇ, દૂધ મે દરાદ પડ ગઇ. ખેતોંમે બારૂદી ગંધ, ટૂટ ગએ નાનક કે છંદ સતલુજ સહમ ઉઠી, વ્યથિત સી વિતસ્તા હૈ. વસંત સે બહાર ઝડ ગઇ દૂધ મે દરાર પડ ગઇ. અપની હી છાયા સે બૈર, ગલે લગને લગે હૈ ગૈર. ખુદકુશી કા રાસ્તા, તુમ્હેં વતન કા વાસ્તા. બાત બનાએ, બિગડ ગઇ. દૂધ મે દરાર પડ ગઇ.’’

ભારત રત્ન સન્માન

માર્ચ 2015માં વાજપેયીને તેમના નિવાસસ્થાને ભારતરત્નનું સન્માન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ફરી એકવખત તેઓ વ્હિલચૅર પર જોવા માટે મળ્યા હતા.

વાજપેયીને 1992માં પદ્મ વિભૂષણ અને 2015માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. તેમણે 16 ઓગસ્ટ 2018ના રોજ આ દુનિયાને અલવિદા કહ્યું હતું.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share