Gujarat HOI Exclusive

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ટેબલનું નિશાન રાખવાથી શા માટે થયો પરાજય?

દાહોદના ગરબાડા તાલુકાના સાહડામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી…તેમાં ચાર ઉમેદવારએ ઉમેદવારી નોંધાવી હતી..તેમાંથી એક ઉમેદવારનું નિશાન ટેબલ હતુ અને ટેબલના કારણે તેમને વરવો અનુભવ થયો અને પરાજય પણ થયો છે…શું છે સમગ્ર મામલો આવો જાણીએ. ગરબાડા તાલુકાના સાહડામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી… જેમાંથી એક ઉમેદવારનું ચૂંટણી ચિહ્ન ટેબલ હતું. મતદાન મથક મુખ્ય પ્રાથમિક શાળામાં 3 રૂમની ફાળવણી કરાઈ હતી… આ ગામમાં કુલ 2655 મતદારો છે. જેમાંથી 2142 મતદારોએ મતદાન કરતાં તેની ટકાવારી 80 ઉપર પહોંચી હતી. મતદાન બાદ એક આશ્ચર્યજનક બાબત સામે આવી હતી. ત્રણે બુથમાં મતકુટીર વાળા ટેબલ પર મતપત્રકમાં મારવા માટે આપેલા સિક્કા ટેબલો પર મારેલા જોવા મળ્યા હતાં…જેને કારણે ટેબલ નિશાન ધરાવતા ઉમેદવારનો કારમો પરાજય થયો હતો.આ 3 બૂથમાંથી 1 બૂથના ટેબલ પર તો લગભગ 165 સિક્કા મારેલા હતાં….આના પરથી એવું માની શકાય કે, બૂથમાં ટેબલનું ચિહ્ન ધરાવતા સરપંચપદના ઉમેદવાર કસ્માબેન ગણવાને મત આપવાનો હતો…પરંતુ અજ્ઞાનતાના કારણે તેઓ મતકુટીરના ટેબલ પર સિક્કા માર્યા અને બેલેટ પેપર કોરુ મતપેટીમાં નાખીને આવ્યા હતા..ત્યારે ઉમેદવાર જીતથી અળગા રહ્યા હતા. બૂથના ટેબલ પર સિક્કા જોવા મળતા ગરબાડા પંથકમાં મતદાન જાગૃતિ અભિયાન સામે પણ સવાલો ઉભા થયા છે…લોકોનું શિક્ષણ એટલુ ઓછુ છે કે, તેમને મત કેવી રીતે અને ક્યા આપવો તેનું પણ જ્ઞાન નથી…લોકોએ ટેબલ જોઈને સિક્કા મારી દીધા પરંતુ જોયુ નહીં કે બેલેટ પેપર પરના ચિહ્ન પર સિક્કા મારવાના હતા…સાહડા ગામમાં ટેબલ નીશાન હતું તે સરપંચપદના મહિલા ઉમેદવાર ક્સ્માબેન ગણાવાને 544 મત મળ્યા હતા જયારે અન્ય ઉમેદવાર શકુન્તલાબેન રાઠોડને 575 મત મળ્યા હતાં … આ ઉપરાંત 198 મત રદ થયા હતા…જેમાંથી ટેબલ પર મારેલા સિક્કા રદ થતા તે ઉમેદવાર 31 મતે હાર્યા હતા… આમ જીત પાકકી હતી તેવા ઉમેદવાર લોકોની અજ્ઞાનતાનો ભોગ બન્યા અને ગામના લોકો પણ જેને સરપંચ બનાવવા માગતા હતા તેમને બનાવી શક્યા નથી.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share