મંદિર પ્રેમ
India Main

મોદીનો મંદિરપ્રેમ : સોમનાથથી કાશીવિશ્વનાથ સુધીના મંદિરનું કરાવ્યું નવનિર્માણ

નરેન્દ્ર મોદીને હિંદુઓના નેતા તરીકે લોકો જોઈ રહ્યા છે ત્યારે તેમણે અનેક મંદિરના શિલાન્યાસ કર્યા છે અને મંદિરના અલગ અલગ મોટા પ્રોજેકટ પર હજુ કામ ચાલી રહ્યું છે ત્યારે નરેન્દ્ર મોદીએ પોતાના ડ્રીમ પ્રોજેકટને ક્યારે અને કેવી રીતે પૂર્ણ કર્યા તે જાણીએ …

દેશ- વિદેશમાં મંદિરનો શિલાન્યાસ અને નવનિર્માણ નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ રહ્યો છે.. આ દેશની માટી બાકીના વિશ્વ કરતાં કંઈક અલગ છે. અહીં જો ઔરંગઝેબ આવે છે તો શિવાજી યોદ્ધાની જેમ આગળ આવે છે. જો કોઈ સાલાર મસૂદ અહીં આગળ વધે છે, તો રાજા સુહેલદેવ જેવો બહાદુર યોદ્ધા તેને આપણી એકતાની શક્તિનો અનુભવ કરાવી દે છે….આ પ્રધાનમંત્રી મોદીના ભાષણનો એક ભાગ છે, જે તેમણે વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદઘાટન સમયે આપ્યું હતું. કાશી વિશ્વનાથ મંદિરને મુઘલ શાસક ઔરંગઝેબ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. મોદીના વતન ગુજરાતમાં સોમનાથ મંદિરનું જીર્ણોદ્ધાર અને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પણ મોદીના આશ્રય હેઠળ થઈ રહ્યું છે. આ મંદિરો પર ઈતિહાસમાં મુસ્લિમ રાજાઓ દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત દેશ-વિદેશમાં અનેક મંદિરોના રિનોવેશનમાં પ્રધાનમંત્રી મોદીએ યોગદાન આપ્યું છે.

કાશી વિશ્વનાથ મંદિર કોરિડોર

2019 માર્ચમાં PM મોદીએ 700 કરોડમાં વિશ્વનાથ કોરિડોરનો પ્રારંભ કર્યો હતો અને 2021 ડિસેમ્બર 339 કરોડમાં રિનોવેશન કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે…તે અંતર્ગત કાશી વિશ્વનાથ મંદિરથી ગંગા ઘાટ સુધી 5 લાખ ચોરસ ફુટમાં કોરિડોર બનાવવામાં આવ્યો …આ મંદિરને 1669માં મુઘલ શાસક ઔરંગઝેબ દ્વારા ધ્વસ્ત કરાયું હતું…1780માં ઈન્દોરના મરાઠા શાસક અહિલ્યા બાઈ હોલ્કરે મંદિર ફરી તૈયાર કરાવ્યું હતું… તો બીજી બાજુ વાત કરીએ તો

સોમનાથ મંદિર કોમ્પલેક્સ

નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મંદિરના બ્યૂટિફિકેશનનું બીડું ઉઠાવ્યું હતું…અને 2021ના ઓગસ્ટમાં PM મોદીએ સોમનાથ મંદિરમાં ત્રણ ખુબ જરૂરી પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું હતું….જેમાં પાર્વતી માતા મંદિરનું શિલાન્યાસ, સોમનાથ મંદિરનો દર્શન પથ અને એક્ઝિબિશન સેન્ટરના લોકાર્પણ સામે છે….આ ઉપરાંત વાત કરીએ તો દેશના સૌથી મોટા મંદિરની તો…

અયોધ્યામાં રામમંદિર પુન:નિર્માણ

1980ના દશકમાં લાલકૃષ્ણ અડવાણીએ રામ મંદિર માટે રથયાત્રા કાઢી હતી, નરેન્દ્ર મોદી તે સમયે પણ મહત્વની જવાબદારી નિભાવી હતી…2020 ઓગસ્ટમાં PM મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો…નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ રામ મંદિર પર સુનાવણીમાં ગતિ આવી હતી અને 9 નવેમ્બર 2019ના રોજ ચુકાદો આવ્યો…તેવો પણ દાવો કરાઈ રહ્યો છે કે, 1528માં બાબરના સેનાપતિ મીર બાકીએ અયોધ્યામાં રામ મંદિર તોડીને ત્યાં મસ્જિદ બનાવી હતી… 2019માં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તે જગ્યા પર રામ મંદિર નિર્માણનો રસ્તો સ્પષ્ટ થયો હતો અને અત્યારે મંદિર નિર્માણનું કાર્ય જોરો શોરોથી ચાલી રહ્યું છે….આ ઉપરાંત કશ્મીરની વાત કરીએ તો….

કશ્મીરમાં મંદિરોનું પુન: નિર્માણ

જમ્મુ કશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ મોદી સરકારે વેલીમાં મંદિર કોમ્પલેક્સના રિનોવેશનનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો..31 વર્ષ પછી ખુલેલાં શીતલનાથ મંદિર ચર્ચામાં આવ્યું હતું.. કશ્મીર ખીણ પ્રદેશમાં હિંદુઓના 1,842 પૂજાસ્થળ છે જેમાં 212 ઓપરેશનલ છે…

કેદારનાથ મંદિરનું રિનોવેશન

PM મોદી વારંવાર કહે છે કે, રાજકારણમાં આવ્યા તે પહેલા તેમની પસંદગીનું ધાર્મિક સ્થળ કેદારનાથ મંદિર હતુ.. સરકારમાં આવ્યા બાદ PM મોદીએ કેદારનાથ મંદિરનો રિનોવેશન પ્રોજેક્ટ લોન્ચ કર્યો, આ પ્રોજેક્ટ અંતર્ગત ઈશાનેશ્વર મંદિર, આસ્થાચોકમાં ઓમકારની પ્રતિમા, આદિગુરુ શંકરાચાર્યની સમાધિ , શિવ ઉદ્યાન અને વાસુકી તાલનું નિર્માણ કર્યું છે.2013માં આવેલા વિનાશક પૂરે કેદારનાથ મંદિરને પ્રભાવિત કર્યું હતું….

ચારધામ પ્રોજેક્ટ

યમુના, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથને જોડવા માટે ચારધામ પ્રોજેક્ટની શરૂઆત કરી છે…તે માટે તમામ વાતાવરણમાં ઉપયોગ થઈ શકે તેવા રોડ અને નેટવર્ક બનાવવામાં આવશે, આ સાથે રેલ લાઈન પણ બનાવવામાં આવશે,

આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ અબુધાબી અને બહરિનમાં પણ મંદિર નિર્માણનો શિલાન્યાસ કર્યો હતો..આમ મોદીનો મંદિર પ્રત્યેનો પ્રેમ અનોખો છે અને તેઓ જેવુ ઈચ્છતા હતા તે પ્રમાણે હાલ કામ થઈ રહ્યા છે..

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share