પંજાબ
India News

કેપ્ટન અમરિંદરસિંહે પંજાબ ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધનની કરી જાહેરાત

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે પંજાબ ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધનની જાહેરાત કરી છે.અમરિંદર સિંહે શુક્રવારે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત સાથે મુલાકાત કર્યા બાદ આ જાહેરાત કરી હતી. જ્યારે તેમને સીટોની વહેંચણી અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તે જીતની શક્યતાના આધારે કરવામાં આવશે.

પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અમરિન્દરની પાર્ટી અને અન્ય પાર્ટીનું ગઠબંધન થશે. પંજાબ વિધાનસભા ચૂંટણી 2022માં આ વખતે મુકાબલો રસપ્રદ રહેવાનો છે.  આ ગઠબંધન સિવાય કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અકાલી ટેન-બસપાનું ગઠબંધન પણ મેદાનમાં છે.

પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અમારા બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી. અમે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને સમર્થન આપીશું. તે અમારા ઉમેદવારોને સમર્થન આપશે. જો કે કયો પક્ષ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેની કોઈ માહિતી તેમણે આપી ન હતી.

નોંધપાત્ર વાત એ છે કે, કૃષિ કાયદાઓ પરત લીધા બાદ અમરિંદર સિંહ અને ભાજપ વચ્ચે નિકટતા વધી હતી. અમરિંદર સિંહ અગાઉ ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા. યુપી, ઉત્તરાખંડ જેવા રાજ્યોની સાથે પંજાબમાં આવતા વર્ષે ફેબ્રુઆરીથી માર્ચ વચ્ચે ચૂંટણી યોજાવાની છે. જો કે તમામ પક્ષોએ અત્યારથી જ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે.

કેપ્ટન અમરિન્દર સિંહે હજુ તાકાત ભેગી કરવાની  છે, તેમની નજર એવા નેતાઓ પર રહેશે કે જેઓને  કોંગ્રેસમાંથી ટિકિટ ન મળે તો તેમના પક્ષમાં આવી શકે છે. ગઠબંધનમાં ત્રીજો પક્ષ સુખદેવ સિંહ ઢિંઢસાનો પક્ષ છે. એવું માનવામાં આવે છે કે ભાજપ ઓછામાં ઓછી 70 બેઠકો પર ચૂંટણી લડી શકે છે, તે ગઠબંધનમાં વરિષ્ઠ ભાગીદારની ભૂમિકામાં હશે. જ્યારે અમરિંદરની પંજાબ લોક કોંગ્રેસ 35 થી 40 બેઠકો પર ઉમેદવારો ઉભા કરી શકે છે. ઢિંઢસા પાર્ટીને બાકીની સીટો મળી શકે છે.

નોંધનીય છે કે પંજાબમાં મુખ્યમંત્રી પદ પરથી હટાવ્યા બાદ અમરિંદર સિંહે કોંગ્રેસ સાથેના 40 વર્ષ જૂના સંબંધો તોડી નાખ્યા હતા. અમરિન્દર સિંહે કહ્યું હતું કે તેમનું અપમાન કરવામાં આવ્યું હતું અને તેમને મુખ્ય પ્રધાન પદેથી દૂર કરવામાં આવ્યા હતા.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share