Gujarat Main

હાર્દિક પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામું

Listen Article
Getting your Trinity Audio player ready...

આખરે ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ તરીકે રહેલાં હાર્દિક પટેલે પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દાઓ પરથી રાજીનામું બુધવારે સવારે આપી દીધું છે.

હાર્દિક પટેલે આ અંગેની જાણકારી ટવીટ કરીને આપી હતી, તેમણે ટવીટમાં રાજીનામાં અંગેનો પત્ર પણ શેર કર્યો હતો. તેણે ટ્વીટમાં લખ્યું છે કે,આજે હું હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીની પ્રાથમિક સદસ્યાથી રાજીનામું આપુ છું. મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણયનું સ્વાગત મારા દરેક સાથી ગુજરાતની જનતા કરશે. હું માનું છું કે મારા આ નિર્ણય બાદ હું ભવિષ્યમાં ગુજરાત માટે ખરેખર સકારાત્મક રૂપથી કાર્ય કરી શકીશ.

કોંગ્રેસની ચિંતન શિબિર બાદ હાર્દિક પટેલ બીજા મોટા નેતા છે જેમણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. થોડા દિવસો અગાઉ હાર્દિક પટેલે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. પાટીદાર અનામત આંદોલનના નેતા રહી ચૂકેલા હાર્દિક પટેલે થોડા દિવસો પહેલાં કોંગ્રેસની ટીકા કરવાની સાથે પાર્ટીના નેતૃત્વને લઇને પણ સવાલ ઉઠાવ્યા હતા. તો બીજી તરફ તે સતત ભાજપની પ્રશંસા કરી રહ્યા છે એવામાં તેઓ ભાજપમાં જોડાઇ શકે તેવી અટકળો છે અને હવે ભાજપના નેતાઓને મળવાથી આ અટકળોએ વધુ વેગ પકડ્યો છે.

નોંધનીય છે કે, હાર્દિક પટેલ ઘણાં સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યાં હતાં. તેમણે ઘણીવાર પોતાની મનની વાત પણ મીડિયા સમક્ષ મૂકી હતી અને નારાજગી દર્શાવી હતી.

Parth Sharma Administrator
Sorry! The Author has not filled his profile.
×
Parth Sharma Administrator
Sorry! The Author has not filled his profile.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share