India Main

દાહોદમાં PM નરેન્દ્ર મોદીએ 22 હજાર કરોડ રૂપિયાના વિકાસના કામોનું કર્યું ઉદ્ઘાટન અને શિલાન્યાસ

Listen Article
Getting your Trinity Audio player ready...

વડાપ્રધાન મોદીએ બુધવારે 22 હજાર કરોડનાં વિકાસ યોજનાઓનાં ઉદ્ધાટન અને શિલાન્યાસ પ્રસંગે દાહોદમાં પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. વડાપ્રધાને કહ્યું કે, એક સમય હતો કે જ્યારે હું અંબાજીથી ઉમરગામના પટ્ટા પર રહેતો હતો. અહીંના આદિવાસીઓનાં જીવન અને તેમના સ્વભાવને ખુબ જ નજીકથી જાણુ છું. આદિવાસી એટલે જળ જેટલો પવિત્ર વ્યક્તિ. આદિવાસી સમાજના લોકો ખુબ જ નિર્મળ અને નિષ્કપટ સ્વભાવના છે. તેમને મોટા પ્રમાણમાં બલિદાન આપ્યા છે.

દાહોદ પ્રવાસ દરમિયાન 22 હજાર કરોડના વિકાસલક્ષી કાર્યોની ભેટ આપી હતી. આ મહાસંમેલનમાં 5 ટ્રાઇબલ જિલ્લાના લોકો હાજર રહ્યા હતા. PM મોદીએ કહ્યું કે, દાહોદમાં અનેક પરિવારો સાથે અને આખા વિસ્તારમાં મેં બહુ લાંબા સમય સુધી મારો સમય વિતાવ્યો છે.

પીએમ મોદીએ ભૂપેન્દ્ર પટેલને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ગણાવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, આજે અહીં આદિવાસી લાખો બહેન-ભાઈ અમને આશિર્વાદ આપવા માટે પધાર્યા છે. આપણે ત્યાં જૂની માન્યતા છે કે, આપણે જે જગ્યા પર રહીએ છીએ, જે પરિવેશમાં રહીએ છીએ, તેનો મોટો પ્રભાવ આપણા જીવન પર રહે છે. મારા જીવનના પ્રારંભિક જીવનની શરૂઆત હતી, હું ઉમરગામથી અંબાજી, ગુજરાતની પૂર્વ પટ્ટી, આખુ મારુ આદિવાસી ક્ષેત્ર મારુ કાર્યક્ષેત્ર હતું, તેમની સાથે રહેવું, તેમની સાથે જીવવુ અને તેમને સમજવું એ મારા જીવન ઘડતરના પ્રારંભિક તબક્કા હતા. તેમણે ઘણું બધુ મને શિખવ્યું એટલે હવે હું તેમના માટે કંઇકને કંઇક કરું છું. ભારતનો કોઈપણ આદિવાસી વિસ્તાર હોય, હું કહી શકું છું કે, તેમનું જીવન એટલે પાણી જેટલું પવિત્ર હોય છે. દાહોદમાં અનેક પરિવારો સાથે અને આખા વિસ્તારમાં મેં બહુ લાંબા સમય સુધી મારો સમય વિતાવ્યો છે. આજે મને આપ સૌને એક સાથે મળવાનું સૌભાગ્ય મળ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે, આ કડીમાં આજે દાહોદ અને પંચમહાલના વિકાસ સાથે જોડાયેલા 22 હજારના ખર્ચે પરિયોજનાઓનું ઉદ્ધાટન થયું છે. પે-જલ સાથે જોડાયેલી યોજના છે. દાહોદને સ્માર્ટ સીટી બનાવવા માટે કેટલાક પ્રોજેક્ટ છે. પાણી પ્રોજેક્ટથી માતા-બહેનોને મોટો ફાયદો થશે. ત્રીજું મોટું કામ થશે. જેમાં મેક ઇન્ડિયાનું કેન્દ્ર બનવા જઇ રહ્યું છે દાહોદ. હવે દાહોદમાં 20 હજાર કરોડનું કારખાનું લાગવાનું છે.

એમ મોદીએ હું જ્યારે દાહોદ આવવાનો હતો. મને પ્રકૃતિ સાથે જીવવાનું પસંદ હતું. પરંતુ મને દુઃખ થતું હતું કે અહીંનું રેલવે વર્કશોપ નિષ્ક્રિય થતું હતું. ત્યારે મારુ સપનું હતું તેને ફરી સજીવન કરવાનું. હવે મારું સપનું પુરૂ થશે. હવે ભારતીય રેલવે આધુનિક થઇ રહી છે. માલગાડી માટે અલગથી રસ્તા, આના પર ઝડપથી માલગાડીઓ ચાલી શકે. માલ પરિવહન સસ્તુ થાય. વિદેશોમાં પણ ડિમાન્ડ છે તે ડિમાન્ડ દાહોદ હવે પુરી કરશે. દાહોદમાં બનેલું લોકલ મટિરિયલ વિદેશોમાં વપરાશે. હવે નવા કારખાનાથી નવ યુવાનોને રોજગાર મળશે. નવું દાહોદ બની જશે. હવે અમારુ દાહોદ વડોદરા સાથે સ્પર્ધા કરીને આગળ ઉઠવા માટે કામ કરી રહ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે, મેં દાહોદમાં અનેક દશકા અહીં વિતાવ્યા. એક જમાનો હતો કે અહીં બસમાં આવતો, કોઈ વાહનમાં આવતો, મુખ્યમંત્રી સમયે પણ અનેક પ્રવાસ કર્યા, મુખ્યમંત્રી વખતે પણ આટલો મોટો કાર્યક્રમ કરી નહોતો શક્યો. ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમાલ કરી દીધી છે. ભૂતકાળમાં કોઈએ ન જોયો હોય તેવું કામ કરી બતાવ્યું છે.

મારે ઘરે ઘરે નળથી ઘરે પાણી પહોંચાડવું છે. માતા-બહેનોના આશિર્વાદથી ઘરે પહોંચે તે હું કરી બતાવીશ. અઢી વર્ષમાં 6 કરોડથી વધારે કુટુંબોને પાઇપલાઇનથી પાણી પહોંચાડવામાં આપણે સફળ થયા છીએ. આદિવાસી પરિવારોમાં જળ પહોંચાડી શક્યા છીએ. આગળ પણ કામ ચાલુ રહેશે.

કોરોનામાં 80 કરોડ લોકોને મફત અનાજ આપ્યું: PM મોદી

કોરોના ગયો નથી ત્યાં યુદ્ધ જેવી મુસિબતો, તે વચ્ચે પણ દુનિયા સામે ધિરજ પૂર્વક મુસિબત વચ્ચે પણ મક્કમતા પૂર્વક આગળ વધી રહ્યો છે. આવા મુશ્કેલ સમયમાં સરકારે ગરબીોને ભૂલવા માટેની તક ઉભી થવા નથી દીધી. આદિવાસી, દલિત, ગરીબનું સુખ તેનું ધ્યાન રાખ્યું. શહેરોમાં કામ બંધ થઇ ગયા. બધુ બંધ થયું પાછા આવ્યા. ત્યારે ગરીબના ઘરમાં ચૂલો સળગે તે માટે હુંજાગતો રહ્યો. તેમના ઘરમાં મફત અનાજ પહોંચાડ્યું છે. 2 વર્ષ સુધી 80 કરોડ લોકોને અનાજ પહોંચાડ્યું છે. વીજળી, પાણી, ગેસનો ચૂલો, વેલનેસ સેન્ટર હોસ્પિટલ મળે, 108 સેવા મળે, સ્કૂલો મળે, રોડ મળે આ ચિંતા એક સાથે ગુજરાતના ગામડા સુધી પહોંચે તે માટે ભારત અને રાજ્ય સરકાર ખભેખભો મિલાવીને કામ કરી રહ્યા છીએ.

ઓપ્ટિકલ ફાયબર નેટવર્ક, ભારત સરહકારઅને ગુજરાત સરકાના લાભાર્થીઓ સાથે બેઠો હતો, તેમના અનુભવ સાંભળ્યા કે મને એટલો આનંદ હતો કે તેને શબ્દોમાં ન વર્ણવી શકું. નિશાળમાં પગ ન મૂક્યો હોય તેવી બહેનો પ્રાકૃતિક ખેતી કરી રહી છે. તેમની શાકભાજી અમદાવાદની બજારોમાં વેચાય છે.પીએમએ કહ્યું કે, પ્રગતિના માર્ગમાં એક વાત નક્કી છે, જેટલી પ્રગતિ કરવી હોય એટલી કરીએ, આપણી પ્રગતિમાં આપણી માતા-બહેનો પાછળ ન રહી જાય, તે ખભેખભો મિલાવીને આગળ વધે તે કેન્દ્રમાં હોય છે.દાહોદના ફૂલ મુંબઈના ભગવાનને ચડતા હતા, પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળ્યા છે. ત્યારે આદિવાસી શરૂઆત કરે એટલે બધાને કરવી જ પડે. આ દાહોદે કરી બતાવ્યું છે.

વિજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે. શિકલ સેલની બિમારીના કારણે આદિવાસી દિકરા દીકરીઓને વેઠવું પડે છે, તેમાથી બહાર આવી રહ્યા છીએ. આઝાદીના અમૃત મહોત્સવ, દેશના 7 દાયકા ગયા તેમાં આઝાદીના મૂળ લડવૈયાઓ સાથે આંખમિચોલી કરી. ગુજરાતમાં હતો ત્યારે મેં એક જહેમત ઉઠાવી હતી. ભગવાન બિરસા મૂંડા 1857ના સ્વાતંત્રતાને અગાઉની સરકારોએ ભૂલાવ્યા હતા. આપણે રાંચીમાં તેમનું મ્યૂઝિયમ બનાવ્યું છે.

આદિવાસી લોકો નર્સિંગમાં જાય, ડોક્ટર બને. આખા આદિવાસી પટ્ટામાં શાળા હતી પણ વિજ્ઞાનની શાળા નહોતી. તો આદિવાસી દિકરા દીકરી ડોક્ટર અને એન્જિનયર કેવી રીતે બની શકે. ત્યારે મેડિકલ કોલેજો ડિપ્લોમા કોલેજો અને નર્સિંગની કોલેજો ચાલી રહી છે. ભારત સરકારની યોજનાથી વિદેશોમાં ભણવા ગયા છે આદિવાસી દિકરા દીકરીઓ.એકલવ્ય શાળામાં આધુનિક શિક્ષણ મળે તે માટે ચિંતા કરી રહ્યા છીએ. ટ્રાયબલ ઇન્સ્ટીટ્યૂટ 7 દાયકામાં માત્ર 18 બન્યા. મેં 7 જ વર્ષમાં નવા 9 બનાવી દીધા છે. કેટલી પ્રગતિ થાય છે અને કેટલા પાયા પર થયા છે ત્યારે પ્રગતિ કેમ કરાય તે મે કામ ઉપાડ્યું છે.

હું દાહોદ આવેલો, કેટલી બહેનો મળેલી, તે બહેનોએ કહેલું કે, 108માં એક કામ કરોને, કે સાપ કરડે તો લોકો મૃત્યુ પામે છે. 108માં સાપ કરડે અને તુરંત જે ઇન્જેક્શન મળે તે સેવા ચાલી રહી છે. પશુપાલન આજે પંચમહાલની ડેરીનું નામ થઇ રહ્યું છે. પહેલા કોઈ પૂછતું ન હતું. તમામ વિકાસ કાર્યગમાં ગુજરાત આગળ વધે. ગામેગામ સખી મંડળો ઉભા થયા છે. બહેનો પોતે જ સખી મંડળોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે

ચાર દિશામાં પ્રગતિના કામ ઉપાડ્યા છે. તમામ આદિવાસી નેતાઓ અહીં ઉપસ્થિત છે. મારી ઇચ્છા છે તે પૂરી કરી આપો. તમે મને ક્યારેય નિરાશ નથી કર્યો. આદિવાસી ભાઈ કોઈપણ કામ પૂર્ણ કરી બતાવે છે. આદિવાસી વિસ્તારમાં 75 મોટા તળાવ બનાવી શકીએ. 75 તળાવ 1-1 જિલ્લામાં, વરસાદનું પાણી તેમાં ભરાય તે માટે કામ કરીએ. જેને લઇને અહીંનું જીવન પાણીદાર બની જશે. પાણી માટે તળાવો બનાવીએ.

નોંધનીય છે કે, PM મોદીનું દાહોદમાં આદિવાસી સમાજ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામા આવ્યું હતું. પીએમ મોદીને આદિવાસી સમુદાયની રક્ષાનું પ્રતિક સમાન 51 મીટરની ખાસ પાઘડી પહેરાવવામાં આવી હતી. અભલોડ ગામના સરપંચ વરસિંગ ભાભોરે સમાજ તરફથી 21મી વખત PM મોદીને પાઘડી પહેરાવી છે. દાહોદમાં અલગ-અલગ સંમેલનમાં 15 વખત પાઘડી પહેરાવી હતી. તેમજ 5 વખત દિલ્લી મુલાકાત સમયે પાઘડી પહેરાવી હતી. મહત્વનું છે કે આદિવાસી સમુદાયની પાઘડી સમુદાયના મુખ્ય વ્યક્તિના શિરે હોય છે.

દાહોદમાં રેલવે વર્ક શોપના ખાતમુહૂર્તમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે.

Parth Sharma Administrator
Sorry! The Author has not filled his profile.
×
Parth Sharma Administrator
Sorry! The Author has not filled his profile.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share