HOI Exclusive Main

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગુજરાત મિશન

Listen Article
Getting your Trinity Audio player ready...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. સોમવારે સાંજે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મંગળવાર સવારથી જ પ્રધાનમંત્રી આખો દિવસ વિવિધ લોકાર્પણ કાર્યક્રમોમાં વ્યસ્ત રહ્યા. મોદીનો ટુંકાગાળામાં ગુજરાતનો આ બીજો પ્રવાસ છે. સ્વાભાવિક આ પ્રવાસને, આ મુલાકાતને ખૂબ સૂચક માનવામાં આવે છે.

ચૂંટણી પ્રચાર !

ભાજપ તેની દૂરંદેશી માટે ખાસ જાણીતું છે. એવું પણ માનવામાં આવે છે કે, જો કોઇ મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોય તો તેની પાછળ ભાજપનો ચોક્કસ કોઇ એજન્ડા રહેલા જ હોય છે. જો કોઇ લોકાર્પણ કાર્યક્રમ હોય તો પણ તેની પાછળ ચોક્કસ ગણતરી હોય છે. તેમાં પણ આવા કાર્યક્રમો અને રાજકીય નેતાઓના પ્રવાસોના સમયને પણ બારીકાઇથી જોવામાં આવે તો સમજાય કે તેમાં પણ ચોક્કસ મુદ્દાઓ સાથેનું પ્લાનીંગ હશે જ હશે.

૨૦૨૨ વિધાનસભાની ચૂંટણી હવે વાતાવરણમાં અનુભવાય છે અને તેને લઇને જ ભાજપ દ્રારા તૈયારીઓ વધુ તેજ કરાઇ છે. છેલ્લા દિવસોની ગતિવિધિઓને જોઇએે તો કેન્દ્રીય નેતાઓની અવર જવર ગુજરાતમાં વધી હોવાનું સ્પષ્ટ દેખાય છે. આ પહેલાનો પ્રધાનમંત્રીનો પ્રવાસ પણ એવા સમયે હતો જે સમયનો વધુમાં વધુ ફાયદો ગુજરાત ભાજપને મળી શકે. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવ્યા અને ૪ રાજ્યોમાં ભાજપની ભવ્ય જીત થઇ અને તેના બીજા જ દિવસે પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવી પહોંચ્યા અને જાણે કે તે જીતની ઉજવણી અહીં ભવ્ય રોજ શો ના આયોજન સાથે ગુજરાતમાત્ર કરવામાં આવી. તે રોડ શો એટલો ભવ્ય બનાવવામાં આવ્યો કે તેની ભવ્યતા, ચાર રાજ્યોની ચૂંટણીની જીતને જાણેકે ગુજરાતમાં આવનારી ચૂંટણીમાં પ્રતિબિંબિત કરવા માંગતા હતા.

નરેન્દ્ર મોદીના ચહેરાને ફરી કરાશે એનકેશ !

ગુજરાત મોડેલને ન માત્ર ગુજરાતમાં પણ દેશ દુનિયામાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર દેશમાં ૨૦૧૪થી ભાજપે એકજ ચહેરાને પ્રોજક્ટ કર્યો, અને તે નિર્ણય ભાજપનો માસ્ટરસ્ટ્રોક પુરવાર પણ થયો. મોદીની લોકપ્રિયતાને પરિણામોમાં જોઇ શકાઇ. આ તરફ ગુજરાતમાં ૨૭ વર્ષથી ભાજપનું એકહથ્થુ શાસન છે અને તે જીતનો સૌથી મોટો અને કદાચ એકમાત્ર ચહેરો રહ્યા છે નરેન્દ્ર મોદી. મોદીનું હોમ ગ્રાઉન્ડ ગુજરાત ભાજપના ખેમામાં રાખવું અનિવાર્ય છે તેવામાં મોદી ગુજરાતની ચૂંટણીને કોઇ રીતે હળવાશમાં ન લે છે ના લઇ શકે. તેથી જ વિધાનસભાની ચૂંટણી નજીક આવતા મોદીની ગુજરાત મુલાકાતો વધી રહી છે.

વિકાસકાર્યોની ભરમાર !

અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ ગુજરાતમાત્ર કરવામાં આવી રહ્યું છે. મોટા શિલાન્યાસ અને લોકાર્પણ કાર્યકર્મોમાં મોદી પોતે ઉપસ્થિત રહી રહ્યા છે. જ્યાં તેઓની પ્રત્યક્ષ ઉપસ્થિતી નથી હોતી ત્યાં તેઓ ટેક્નોલોજીનો સુપેરે ઉપયોગ કરતા વર્ચ્યુઅલી હાજર રહે છે. અનેક કાર્યક્રમમોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી પહોંચે છે. પણ મોદી અને શાહની સતત નજર ગુજરાત પર અને ગુજરાતની જનતા સુધી પહોંચવાના એક એક મુદ્દા પર જોવા મળી રહી છે.

2022નો પડાવ નથી આસાન!

27 વર્ષથી એક હથ્થુ શાસન ભોગવી રહેલા ગુજરાત ભાજપ માટે 2022 નો પડાવ એટલો આસાન નહીં હોય. ૨૦૧૭માં પણ ભાજપની લોકપ્રિયતા ઘટી હતી અને ભાજપ ૨૦૧૭ના પરિણામોમાં બે આંકડામાં સમેટાઇ ગયું હતું. એ અલગ વાત છે કે તોડજોડ કરીને તેમના આંકડાને તેઓએ વધારી દીધો છે, પણ ૨૦૨૨ ચૂંટણીમાં અનેક મુદ્દાઓ સ્પર્શી શકે છે.

હાલ ફિલહાલ ગયેલી કોરોના મહામારી અને તેમાં જનતાને ભોગવવી પડેલી વ્યથા, મોંઘવારીની વધતી જતી પ્રથા અને બેરોજગારીની એજ જૂની કથા આ વખતે સરકાર માટે મુશ્કેલી સર્જી શકે છે એટલે મુખ્યમંત્રીથી લઇને મંત્રીમંડળનો ફેરફાર રાતોરાત કરી દેવામાં આવ્યો. જનતાને રીઝવવાના અનેક પ્રયાસો થઇ રહ્યા છે અને તેના માટે જ પ્રધાનમંત્રીએ પણ કમર કસી છે.

પ્રધાનમંત્રીની આ મુલાકાતો ૨૦૨૨ની રાહ ગુજરાત ભાજપ માટે કેટલી આસાન કરે છે તે તો આવનારો સમય સ્પષ્ટ કરશે.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share