Gujarat

કોંગ્રેસ સામે નારાજગી દર્શાવ્યા બાદ હાર્દિક પટેલને હાઈકમાન્ડનું તેડું

Listen Article
Getting your Trinity Audio player ready...

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે. મીડિયામાં કોંગ્રેસની નિર્ણયશક્તિ અંગે કરેલા નિવેદન બાદ તેડું આવ્યું છે. હાર્દિક રવિવારે કોંગ્રેસ હાઈકમાંડને મળશે.

નોંધનીય છે કે, હાર્દિક પટેલે કરેલા નિવેદન અંગે પ્રભારી રઘુ શર્માએ દિલ્હીમાં રિપોર્ટ કર્યો છે. તો બીજી તરફ હાર્દિક પટેલ વહેલી સવારે દિલ્હી પહોંચ્યા હોવાનો સૂત્રોનો દાવો છે. તમને જણાવી દઈએ થોડા દિવસ પહેલા હાર્દિક પટેલે મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કોંગ્રેસની નિર્ણય શક્તિ અંગે સવાલો ઉઠાવ્યા હતા. જે બાદ સમગ્ર રાજ્યમાં હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ હોવાની ચર્ચા શરૂ થઈ હતી. વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં શરૂ થયેલો કકળાટ આગામી સમયમાં ક્યા જઈને અટકશે તે જોવું રહ્યું.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના એક બાદ એક નિવેદનથી કોંગ્રેસનો આંતરિક વિખવાદ ખુલીને સામે આવ્યો છે. રાજકીય વિશ્લેષકો તો ત્યાં સુધી કહી રહ્યાં છે કે હાર્દિકનો કોંગ્રેસ સાથે મોહભંગ થઇ ગયો છે અને હવે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી દેશે. છેલ્લા એક દિવસથી હાર્દિક કોંગ્રેસ અંગેના નિવેદનો કરી રહ્યો છે અને આજે 14 એપ્રિલે હાર્દિક પટેલે મોટો ઘટસ્ફોટ કર્યો છે.

PTI સાથેની વાતચીત દરમિયાન હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસમાં મને હેરાન કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ નેતાઓ ઈચ્છી રહ્યાં છે કે હું કોંગ્રેસ પાર્ટી છોડી દઉં. મને બહુ દુઃખ થયુ છે. મેં આ અંગે રાહુલ ગાંધીને અનેકવાર વાત કરી છે, પણ કોઈ પગલાં લેવામાં નથી આવ્યાં. એક બાજુ કોંગ્રેસમાં નરેશ પટેલની એન્ટ્રીની ચર્ચાઓ થઇ રહી છે, તો બીજી બાજુ હાર્દિક પટેલના આ સ્ફોટક નિવેદનતબી કોંગ્રેસમાંથી હાર્દિક પટેલની ‘એક્ઝિટ’ અંગેની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. પરંતુ આ અંગે હાર્દિક પટેલે જ વધુ એક ખુલાસો કર્યો છે. હાર્દિક પટેલે ટ્વીટ કરીને લખ્યું છે કે તે પાર્ટીમાં જ રહેશે.

હાર્દિક પટેલે ટ્વીટમાં લખ્યું, “સાચું બોલવું જોઈએ કારણ કે હું પાર્ટીનું ભલું ઈચ્છું છું. રાજ્યની જનતા અમારી પાસેથી આશા રાખે છે અને જો આપણે એ અપેક્ષા પર ખરા ઉતરી ન શકીએ તો આ નેતૃત્વનો શો અર્થ! આજ સુધી પાર્ટીને શ્રેષ્ઠ આપવાનું કામ કર્યું છે અને કરતો રહીશ. પદના મોહતાજ નહીં પણ કામનો ભૂખ્યો છું.”

હાર્દિક પટેલના નિવેદનથી એ પણ પ્રશ્ન ઉભો થાય છે કે શું હાર્દિક ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષનું પદ છોડી દેશે? આ પ્રશ્નનો જવાબ તો આવનારો સમય જ આપશે.

Parth Sharma Administrator
Sorry! The Author has not filled his profile.
×
Parth Sharma Administrator
Sorry! The Author has not filled his profile.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share