India

પ્રથમ વખત સસેક્સ માટે મેદાનમાં ઉતરશે ચેતેશ્વર પૂજારા, કૂ(Koo) પોસ્ટમાં વ્યક્ત કરી ઉત્સુકતા

Listen Article
Getting your Trinity Audio player ready...

ઈંગ્લિશમાં એક કહેવત છે કે, પ્રેક્ટિસ માણસને પરફેક્ટ બનાવે છે અને તેને ભારતીય ક્રિકેટ ટીમનો ક્લાસિક બેટ્સમેન ચેતેશ્વર પુજારા બનાવવામાં ક્યારેય પાછી પાની કરતી નથી. ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા કાઉન્ટી ક્રિકેટમાં ભાગ લેવા માટે ઈંગ્લેન્ડ પહોંચેલા પુજારાએ પહેલી વખત સસેક્સ કાઉન્ટી ક્રિકેટ કલબમાં જોડાવાની ઉત્સુકતા વ્યક્ત કરી છે. સસેક્સ 14 એપ્રિલે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં તેની બીજી મેચ રમશે અને પૂજારા આ ટીમ માટે ડેબ્યૂ કરવા માટે ઉતરશે. દેશી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કૂ(Koo) એપ પર નેટ પ્રેક્ટિસનો વીડિયો શેર કરતા તેમણે લખ્યું, “આવતીકાલથી @sussexccc સાથે મારો કાર્યકાળ શરૂ કરવા માટે તૈયાર, મેદાન પર જવા માટે વધુ રાહ જોઈ શકતા નથી.” ચેતેશ્વર પૂજારા કાઉન્ટી ક્રિકેટમાં ભાગ લેવા માટે પહેલા ઈંગ્લેન્ડ પહોંચીને સસેક્સ સાથે જોડાવાનો હતો, પરંતુ વિઝા મળવામાં મોડું થવાના કારણે તે 7 એપ્રિલથી શરૂ થઈ રહેલી પહેલી મેચનો ભાગ બની શક્યો નહતો.

https://www.kooapp.com/koo/cheteshwarpujara/3da6229b-fd75-467e-b0c2-a0a085d830d5

પુજારાની ચોથી કાઉન્ટી ટીમ સસેક્સ છે

સસેક્સ કાઉન્ટી ક્રિકેટ ક્લબ ચેતેશ્વર પૂજારાની ચોથી ટીમ છે. તે અગાઉ ડર્બીશાયર, નોટિંગહામશાયર અને યોર્કશાયર તરફથી રમી ચૂક્યો છે. સસેક્સે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન તેવિસ હેડના રિપ્લેસમેન્ટ તરીકે ભારતીય ટેસ્ટ સ્પેશિયાલીસ્ટ પુજારાને સામેલ કર્યો છે. સસેક્સ કાઉન્ટી ચેમ્પિયનશીપમાં તેની બીજી મેચ ડર્બીશાયર સામે રમશે.

હવેથી ભારત-ઇંગ્લેન્ડ મેચની તૈયારીઓ

તારીખ 1લી જુલાઈથી 5 જુલાઈ વચ્ચે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અગાઉના પ્રવાસમાં રમાયેલી શ્રેણીની આખરી મેચ રમાશે. ભારતીય ટીમ તે 6 ટેસ્ટ મેચોની શ્રેણીમાં 2-1થી આગળ છે. આવી સ્થિતિમાં ભારતની જીતની સાથે તેઓ 3-1થી શ્રેણી પર કબજો કરી લેશે. આ સાથે જ ઇંગ્લેન્ડ માટે શ્રેણી ડ્રો કરવાની તક પણ મળશે. આ બાબતને ધ્યાનમાં રાખીને પુજારા લગભગ અઢી મહિના પહેલા જ ઈંગ્લેન્ડ પહોંચી ચૂક્યો છે

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share