Gujarat

આદિવાસી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનારા SoU નાં ડેપ્યુટી કલેક્ટર નિલેશ દુબે સસ્પેન્ડ

Listen Article
Getting your Trinity Audio player ready...

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર નિલેશ દુબેનો સી.આઈ.એસ.એફના અધિકારી સાથે આદિવાસી વિરુદ્ધ ટિપ્પણી કરતો ઓડિયો વાયરલ થતા આદિવાસી સમાજમાં રોષ ફેલાયેલો છે. ત્યારે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેપ્યુટી કલેક્ટર નિલેશ દુબેને સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

ડે. કલેક્ટર નિલેશ દૂબેએ CISFના આધિકારી સાથેની વાતચીતમાં આદિવાસી સમાજ માટે અપશબ્દો ઉચ્ચાર્યા હતા. જેના પગલે અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી કરવા આદિવાસી સંગઠન દ્વારા કેવડિયા બંધ આપવામાં આવ્યુ હતુ. જેમાં આદિવાસી સમાજના લોકોએ અધિકારીનું પૂતળું બાળીને સરકાર વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. વિવાદ ઉગ્ર થતા આદિવાસી સમાજે પ્રવાસીઓને પણ અટકાવયા હતા.આમ આદિવાસીઓના ભારે વિરોધને પગલે ભાજપના આદિવાસી નેતા ગણપત વાસવાએ CMને પત્ર લખી રજૂઆત કરી હતી. સાથે સાંસદ મનસુખ વસાવાએ પણ રજૂઆત કરી હતી. જેથી હવે રાજ્ય સરકાર દ્વારા આ અધિકારી વિરૂદ્ધ શિક્ષાત્મક પગલા ભરી તેને સસ્પેન્ડ કરાયો છે.

અધિકારીની આદિવાસી સમાજ વિરોધી માનસિકતા બહાર આવી છે

કેવડિયા આંદોલન સમિતિના આગેવાન પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું કે, નિલેષ દુબેનો આદિવાસીઓ વિષે અપમાનિત શબ્દો બોલીને આદિવાસી સમાજની મજાક બનાવતો ઓડિયો સામે આવ્યો છે. આ બાબતથી સ્પષ્ટ થાય છે કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી એ માત્ર આદિવાસી સમાજને દબાવવા અને આદિવાસી શોષણ કરવા માટે જ બન્યું છે. આદિવાસી વિરોધી હલકી માનસિકતા વાળા અધિકારીને હવાલે સ્ટેચ્યૂ ઓફ યુનિટી મૂકી દેવામાં આવે ત્યારે રોજગારી તો દૂરની વાત પરંતુ સ્થાનિકોને અન્યાય સિવાય કંઇ મળે તેમ નથી.

પૂરેપૂરો ઓડિયો જો બહાર આવે તો સત્યતા બહાર આવે તેમ છે

નિલેશ દુબેએ જણાવ્યું હતું કે, મારા નામના ઉલ્લેખ સાથેનો એક ઓડિયો વાઇરલ થઈ રહ્યો છે. જે ઓડિયો એડિટ કરીને ચલાવાઈ રહ્યો છે, જે અર્ધસત્ય પ્રગટ કરે છે. વાસ્તવમાં SOU કેમ્પસમાં એક કર્મચારીને CISFના મહિલા કર્મચારી સાથે વિવાદ થયો હતો અને તે કર્મચારીએ મને ફોન કરી ફરિયાદ કરી હતી અને તે જ દરમિયાન SOUના મારા હાથ નીચેના કર્મચારીના બચાવમાં અમુક શબ્દો કહ્યા તે તેના માટે વ્યક્તિગત હતા. પરંતુ, અગમ્ય કારણોસર આખા ઓડિયોના બદલે એડિટ કરી અમુક જ ભાગ વાઇરલ કરેલો છે.

પૂરેપૂરો ઓડિયો જો બહાર આવે તો ખરી સત્યતા બહાર આવે તેમ છે.

છતાં કોઈની લાગણી દુભાઈ હોય તો હું દિલગીર છુંઃ નિલેશ દુબે

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, તેમ છતાં મારી ભાવના કોઈ એક જાતિ માટે હતી નહીં અને ભવિષ્યમાં રહેશે નહીં. તેમ છતાં કોઈની લાગણી દુભાઈ હોય તો હું દિલગીર છું. ફરી એકવાર કહીશ કે, મારા હાથ નીચેના કર્મચારીને બચાવવા માટે સમગ્ર વાતચીત થઈ હતી તેના સિવાય અન્ય કઈ આશય નથી. હું વર્ષ 2018થી આ જગ્યાએ ફરજ બજાવું છું અને સ્થાનિકોને સાથે રાખીને આ વિસ્તારમાં સતત કાર્ય કરી રહ્યો છું જેનાથી સૌ વાકેફ પણ છે જ, પરંતુ, કેટલાક વિધ્નસંતોષી લોકો સમાજને ગેરમાર્ગે દોરવા સારૂ આવા એડિટ કરેલ ઓડિયો વાયરલ કરી રહ્યાં છે.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share