pm imran khan pakistan
HOI Exclusive

HoI Exclusive : PM ઇમરાન ખાન આજે ઇસ્લામાબાદની રેલીમાં કરી શકે છે રાજીનામાની જાહેરાત

Listen Article
Getting your Trinity Audio player ready...

પોતાની સરકાર બચાવવા માટે સંઘર્ષ કરી રહેલા પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન 27 માર્ચે ઈસ્લામાબાદમાં તેમની જાહેર સભા દરમિયાન તેમના રાજીનામાની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 28 માર્ચે ઈમરાન ખાનની ફોરેન ફંડિંગ કેસમાં ધરપકડ થઈ શકે છે. આ પહેલા રવિવારે ઈસ્લામાબાદમાં તેમની જાહેર સભા દરમિયાન તેઓ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી શકે છે અને પાકિસ્તાનમાં નિર્ધારિત સમય પહેલા ચૂંટણીની માંગ કરી શકે છે.

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડા ઈમરાન ખાન તેમની જાહેર સભામાં આગામી ચૂંટણીઓ સુધી દેશની બાગડોર સંભાળ રાખનાર સરકારને સોંપવાની વાત કરી શકે છે. અમારી સહયોગી ન્યૂઝ ચેનલ CNN-News18ના રિપોર્ટ અનુસાર, ઈમરાન ખાન અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો નહીં કરે. સૂત્રોનું માનીએ તો પાકિસ્તાન સેનાએ પણ ઈમરાન ખાન પરથી વિશ્વાસ ગુમાવી દીધો છે. તેના પર સોશિયલ મીડિયા અભિયાન ચલાવીને સેનામાં ભાગલા પાડવાનો આરોપ છે. આ સાથે જ 2019માં આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાનો કાર્યકાળ વધારવામાં વિલંબને કારણે પાકિસ્તાન આર્મીના અધિકારીઓ પણ તેમનાથી નારાજ છે.

બુધવારે ઈમરાન ખાને એક નિવેદનમાં કહ્યું હતું કે તેઓ કોઈપણ કિંમતે તેમના પદ પરથી રાજીનામું નહીં આપે અને તેમની સરકારને બચાવીને વિપક્ષી દળોને ચોંકાવી દેશે. જો કે, વર્તમાન સરકાર જેની સાથે ચાલી રહી છે તેમાંથી ત્રણ પક્ષોએ અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન ઈમરાન ખાન વિરુદ્ધ મતદાન કરવાનો સંકેત આપ્યો છે. 8 માર્ચે, પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ના લગભગ 100 સાંસદોએ એસેમ્બલી સચિવાલયમાં ઈમરાન ખાન સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વિપક્ષી દળોએ પાકિસ્તાનની પડી ભાંગેલી અર્થવ્યવસ્થા અને વધતી મોંઘવારી માટે ઈરખાન ખાન અને તેમની સરકારની નીતિઓને જવાબદાર ગણાવી હતી.

પાકિસ્તાનની 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન ઈમરાન ખાનની આગેવાની હેઠળની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફને તેની સરકાર બચાવવા માટે 172 સભ્યોના સમર્થનની જરૂર પડશે. પરંતુ ઈમરાન ખાનની પાર્ટીના લગભગ બે ડઝન સાંસદોએ તેમની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. બીજી તરફ ઈમરાન ખાન વિપક્ષી પાર્ટીઓ પર સાંસદોના હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવી રહ્યા છે. શુક્રવારે વિપક્ષના હોબાળાને કારણે પાકિસ્તાન નેશનલ એસેમ્બલીમાં ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થઈ શક્યો ન હતો અને તેને 28 માર્ચે સાંજે 4 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યો હતો.

પાકિસ્તાનના ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરાયેલા અહેવાલ મુજબ, સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના એક નિવેદનમાં ખુલાસો થયો છે કે ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈને 1.64 અબજ રૂપિયાનું વિદેશી ભંડોળ મળ્યું છે, જેમાંથી 31 કરોડ રૂપિયાથી વધુનું વિદેશી ભંડોળ છુપાવવામાં આવ્યું છે. આનો કોઈ હિસાબ રાખવામાં આવ્યો ન હતો. પીટીઆઈને માત્ર એક વિદેશી કંપની તરફથી 16 કરોડથી વધુનું દાન મળ્યું હતું. તે જ સમયે, પીટીઆઈને 349 વિદેશી કંપનીઓ અને વિદેશી મૂળના 88 લોકો પાસેથી ગેરકાયદેસર દાન મળ્યું હતું. વિદેશી ભંડોળનો મોટો હિસ્સો રોકડના રૂપમાં પીટીઆઈને ગયો. ભ્રષ્ટાચારના આ આરોપોમાં ઈમરાન ખાન અને તેમની સરકાર ખરાબ રીતે ફસાઈ ગઈ છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share