Gujarat Main

દેશના ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્ર્રપતિએ ગુજરાત વિધાનસભા સંબોધિત કરી, રામનાથ કોવિંદે કહ્યું; ગુજરાત સાથે વર્ષ 1970થી સંબંધ છે

Listen Article
Getting your Trinity Audio player ready...

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી બે દિવસ માટેના ગુજરાત પ્રવાસે છે ત્યારે રાષ્ટ્રપતિના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આરંભ વિધાનસભાના સંબોધન સાથે શરૂ થયો છે ત્યારે ઈતિહાસમાં પ્રથમ વખત દેશના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત વિધાનસભાના સદસ્યોને સંબોધિત કરવામાં આવ્યા હતાં. વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ સ્વાગત પ્રવચન આપીને રાષ્ટ્રપતિને વિધાનસભા વતી શ્રીમદ્દ ભગવદ્દ ગીતા ભેટ સ્વરૂપે આપી હતી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ રાષ્ટ્રપતિનું સ્વાગત કરતાં કહ્યું હતું કે, દેશના અમૃત મહોત્સવમાં ગુજરાતના આમંત્રણ પર રાષ્ટ્રપતિ આવ્યા તેમનો આભાર વ્યક્ત કરું છું. રાષ્ટ્રપતિનું ગુજરાત કનેક્શન રહ્યું છે. તેઓ મોરારજી દેસાઈની સરકારમાં તેઓ અંગત સચિવ પણ રહી ચૂક્યા છે.

રાષ્ટ્ર્રપતિ રામનાથ કોવિંદે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, ગુજરાતનાં પ્રથમ મહિલા સ્પીકર નિમાબેન આચાર્ય અને ગુજરાતનાં વિધાયકોને અભિનંદન પાઠવું છું. ગુજરાતનો ઈતિહાસ અદ્વિતીય રહ્યો છે, ગાંધી અને સરદારની આ ધરતીને સત્યાગ્રહની ધરતી પણ કહી શકાય છે. ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આજે આખા દેશમાં સરાહના થાય છે.

સ્ટેચ્યુ ઑફ યુનિટી વિશે વાત કરતાં કહ્યું હતું કે, લોકોના દિલમાં પ્રતિમા કરતા પણ સરદારની ખૂબ ઉંચી પ્રતિમા છે. ગુજરાતની વિવિધતામાં એકતાના દર્શન થયાં છે. સોમનાથ આક્રમણ હોય કે ભૂકંપ પછી બેઠું થયેલું ગુજરાત ખમીરવતું છે. ગુજરાતમાં વિકાસમાં તમામ મંત્રી, પૂર્વ મંત્રી, સી.એમ,પૂર્વ સી.એમ.ને અભિનંદન આપું છું.આઝાદીના સંઘર્ષનું ગુજરાત સાક્ષી છે. મહાત્મા ગાંધીએ ના માત્ર દેશને આઝાદી અપાવી પરંતુ વિશ્વને એક નવી દિશા આપી છે. બાપુના અહિંસા, સત્યાગ્રહ મંત્ર વિશ્વમાં પ્રચલિત છે. બારડોલી સત્યાગ્રહથી લોહપુરુષ સરદાર પટેલ દેશને દિશા આપી છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે વિશેષ સત્રમાં આજે આવીને ખૂબ આનંદ છે. બાપુની ધરતી પર આવવાના અનેક અવસર પ્રાપ્ત થયાં છે.સ્વતંત્ર ભારતની કલ્પના કરનાર લોકોમાં ગુજરાતી મહત્વના છે. મહાત્મા ગાંધીએ સંપૂર્ણ વિશ્વને નવીન વિચારને મહત્વ આપ્યું.નરસિંહ મહેતાના ભજન વૈષ્ણવ વજન તો તેને કહીએને રાષ્ટ્રપતિએ યાદ કર્યું હતું.પાલીતાણા,ગીર,વડનગર સહિત અનેક મંદિરોએ એકતાના ઉદાહરણ આપ્યા છે.તેમણે કહ્યું હતું કે વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાતનું યોગદાન છે. વિક્રમ સારાભાઈ અને હોમી ભાભા જેવા વૈજ્ઞાનિકો ગુજરાતે આપ્યાં છે.

રાષ્ટ્રપતિએ ગુજરાતના વિકાસને આગળ વધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમને સાધુવાદ આપ્યો હતો. ગુજરાતીઓનો દેશ પ્રેમ વિશ્વ વિખ્યાત છે. ગુજરાતીઓ સમગ્ર વિશ્વમાં રહે છે પણ ભારત સાથે જોડાયેલા રહે છે.

રાષ્ટ્રપતિએ કવિ ઉમાશંકર જોષીની કવિતાની પંક્તિઓનું પઠન કર્યું હતું. 1970થી ગુજરાત સાથે સંબંધ છે, મોરાજી દેસાઈ સાથે કામ કરવાનો મોકો મળ્યો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ કામ કર્યું. ગુલઝારી લાલ નંદાની કર્મભૂમિ પણ ગુજરાત છે.ગુજરાતની એક નવા રાજ્ય તરીકે સ્થાપના કરાઈ તે સમયમાં બળવંત રાય મહેતાએ પંચાયત રાજ્યમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ડો.નીમા બેન આચાર્યની નિમણુંકથી રાજ્યને પહેલાં મહિલા સ્પીકર રાજ્યને મળ્યાં છે.

ડો. બાબા સાહેબ આંબેડકરનો ઉલ્લેખ કરતાં ભાષણમાં કહ્યું હતું કે, બરોડાના રાજા સયાજીરાવ ગાયકવાડે બાબાસાહેબ આંબેડકરને મદદ કરી હતી અને તેમણે અસ્પૃશ્યતા નિવારણનું કરી અહીંથી જ શરૂ કર્યું હતું.

નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિ ગુજરાત પ્રવાસે આવવાના હોવાથી તેમને ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું, એનો કોવિંદે સ્વીકાર કર્યો હતો. આ માટે મંગળવારે સાંજે તાબડતોબ વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી અને રાષ્ટ્રપતિના કાર્યક્રમ અંગેનો ઠરાવ પસાર કરાયો હતો. એને લઇને ગુરુવારે મળનારી વિધાનસભા ગૃહની બે બેઠકને બદલે માત્ર એક જ બેઠક યોજવાનો નિર્ણય કર્યો હતો, જેથી એ દિવસની બેઠકના કામકાજની શરૂઆત જ રાષ્ટ્રપતિના સંબોધનથી થાય.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share