Listen Article
Getting your Trinity Audio player ready...
|
સંયુક્ત રાષ્ટ્રના 10મા વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં ફિનલેન્ડને વિશ્વના સૌથી ખુશ દેશ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ફિનલેન્ડે સતત પાંચમી વખત આ કારનામું કર્યું છે. રશિયા-યુક્રેન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિને જોતા ફિનલેન્ડ યુરોપિયન દેશો માટે એક ઉદાહરણ બની ગયું છે.
અમેરિકા, બ્રિટન અને રશિયા જેવા વિકસિત દેશોને પછાડીને ફિનલેન્ડ ફરી એકવાર વિશ્વના સૌથી સુખી દેશ તરીકે ઉભરી આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના 10મા વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં ફિનલેન્ડને વિશ્વના સૌથી ખુશ દેશ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ફિનલેન્ડે સતત પાંચમી વખત આ કારનામું કર્યું છે. રશિયા-યુક્રેન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિને જોતા ફિનલેન્ડ યુરોપિયન દેશો માટે એક ઉદાહરણ બની ગયું છે.
વિશ્વના સૌથી ખુશ દેશોની યાદીમાં ફિનલેન્ડ બાદ ટોપ-5 દેશોમાં ડેનમાર્ક, આઈસલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ અને નેધરલેન્ડનું નામ સામેલ છે. આ સિવાય લક્ઝમબર્ગ, સ્વીડન, નોર્વે, ઈઝરાયેલ અને ન્યુઝીલેન્ડે પણ ટોપ-10માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
‘વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ’માં વિશ્વભરના દેશોની ખુશીનો અંદાજ ત્રણ વિશેષ માપદંડો પર કરવામાં આવ્યો છે. તેમાં જીવનનું મૂલ્યાંકન, હકારાત્મક લાગણી અને નકારાત્મક લાગણી જેવી બાબતોનો સમાવેશ થાય છે. વર્ષ 2022 માટે બહાર પાડવામાં આવેલ ‘વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ’માં આ વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમ કે, કોવિડ -19 ની રોગચાળાએ લોકોના જીવનને કેવી રીતે અસર કરી.
ટોપ-10 દેશો પછી આ યાદીમાં ઓસ્ટ્રિયા, ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ, જર્મની અને કેનેડાના નામ સામેલ છે. જ્યારે અમેરિકા ત્રણ છલાંગ લગાવીને 19માંથી 16મા સ્થાને પહોંચી ગયું છે. આ સિવાય બ્રિટને 17મું, ચેકિયા 18મું, બેલ્જિયમ 19મું અને ફ્રાન્સ 20માં સ્થાને છે.રિપોર્ટ અનુસાર, યાદીમાં લેબનોન, વેનેઝુએલા, અફઘાનિસ્તાન, લેસોથો, ઝિમ્બાબ્વે, જોર્ડન, ઝામ્બિયા, મેક્સિકો અને બોત્સ્વાના જેવા દેશોને મોટું નુકસાન થયું છે. ખુશ દેશોની યાદીમાં ભારતને ત્રણ સ્થાનનો ફાયદો થયો છે. ભારત ગયા વર્ષે 139માં સ્થાને હતું અને આ વખતે 136માં સ્થાને છે. છેવટે, 146મો રેન્ક અફઘાનિસ્તાન છે.