Gujarat

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના દીકરા આરુષનો ગુજરાતી રૅપ ગીત ગાતો વિડીયો વાઇરલ

ગુજરાતી હોવાનું ગૌરવ કોને ન હોય? વિશ્વનો એકપણ ખૂણો એવો નહીં હોય કે જ્યાં ગુજરાત વસતો નહીં હોય, અમદાવાદથી લઈને એન્ટાર્કટિકા સુધી, વડોદરાથી વેટિકન સુધી, લપકામણથી લંડન સુધી ચારેય દિશામાં ગુજરાતીઓનો વ્યાપ અને વિકાસ ઊડીને આંખે વળગે તેવો છે. હાલમાં સોશિયલ મીડિયામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના દીકરા આરુષનો રૅપ સોન્ગ ગાતો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આરુષ આ વીડિયોમાં ગુજરાતી ભાષામાં રૅપ સોન્ગ ગાઈ રહ્યો છે. આ વીડીયો ખુદ હર્ષ સંઘવીએ  પોતાના ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર એકાઉન્ટમાં શેર કર્યો છે.

વીડિયોમાં આરુષ તેના મિત્રો સાથે સ્કૂલમાં રૅપ સોન્ગ ગાઈ રહ્યો છે.. જેમાં રૅપ કરી રહ્યો છે કે લંડન જઈશ, અમેરિકા જઈશ, દુનિયાભરની સારી સારી હોટલોમાં રહીશ, બધા હેલો હેલો કરશે, હું કેમ છો કહીશ, ગુજરાતી છું, ગુજરાતી રહીશ.

ગૃહ રાજ્યમંત્રીએ આ વીડિયોને ટ્વીટ કરીને લખ્યું છે, ‘આનાથી વધારે ગર્વ ન અનુભવી શકું. મારા દીકરા આરુષનું રૅપ દરેક રીતે સાચું છે. ગુજરાતી છું.. ગુજરાતી રહીશ.’ આ વીડિયોને અત્યાર સુધીમાં 93 હજારથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. તેમજ સાત હજારથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે, જ્યારે 911થી વધુ વખત તેને રિટ્વીટ કરી ચૂકાયો છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share