Entertainment

Photos : મૌની રોયે તેના પતિ સાથે પ્રથમ હોળીની ઉજવણી કરી

બોલિવૂડના ઘણા કપલ્સની આ પહેલી હોળી છે અને તેઓએ તેનો ફોટો પણ શેર કર્યો છે. બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોયે તેના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તે પતિ સૂરજ નામ્બિયાર સાથે હોળી સેલિબ્રેટ કરી રહી છે. મૌનીએ ઘણા ફોટા શેર કર્યા છે, અને તે જોઈ શકાય છે કે બંને પહેલીવાર સાથે હોળીની ઉજવણી કરી રહ્યા છે. એક ફોટોમાં જ્યાં મૌની રોય તેના પતિને કલર લગાવી રહી છે તો બીજા ફોટોમાં તે સૂરજના પગમાં કલર લગાવતી જોવા મળી રહી છે.

મૌની રોયે સૂરજ નામ્બિયાર સાથેનો ફોટો શેર કરતા લખ્યું, ‘તમારા જીવનમાં ખુશી, પ્રેમ અને હાસ્યના રંગો કાયમ ભળે. હેપ્પી હોળી.’ આ રીતે તેણે ચાહકોને હોળીની શુભેચ્છા પણ પાઠવી છે. મૌની રોયની આ પોસ્ટ પર ફેન્સ તરફથી ઘણી કોમેન્ટ આવી રહી છે. આટલું જ નહીં ફિલ્મ સ્ટાર્સ પણ મૌનીના ફોટો પર કોમેન્ટ કરી રહ્યા છે.

મૌની રોયના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, આ દિવસોમાં મૌની રોય ‘ડીઆઈડી લિટલ માસ્ટર’ની સીઝન 5ની જજ તરીકે જોવા મળે છે. મૌની આ દિવસોમાં રેમો ડિસોઝા અને સોનાલી બિન્દ્રા સાથે બાળ નૃત્યકારોને પ્રેરિત કરતી જોવા મળે છે. આ સિવાય તે બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં પણ જોવા મળશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share