India

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ભારતીય કરન્સી ધરાશાયી, મોંઘવારીમાં થશે વધારો

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ચારેબાજુ વિનાશ સર્જ્યો છે. ક્રૂડ ઓઈલમાં થયેલા રેકોર્ડ વધારાને કારણે ડોલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. આજે એટલે કે સોમવારે શરૂઆતના કારોબારમાં, યુએસ ચલણ ડોલર સામે રૂપિયો 76.92 પર આવી ગયો. આ પછી એક સમય એવો આવ્યો જ્યારે 76.96ના નીચા સ્તરે પહોંચી ગયો. જો કે શુક્રવારે બજાર બંધ થતાં પહેલા ભારતીય ચલણ ડોલર સામે 76.16 પર હતું.

રશિયા-યુક્રેન વિવાદ વચ્ચે રૂપિયામાં આવેલા આ મોટા ઘટાડાથી ભારત પર ચારે બાજુ અસર પડશે. તેનાથી મોંઘવારી વધશે, સાથે જ દેશની વેપાર અને ચાલુ ખાતાની ખાધ પણ વધશે. તેનાથી આર્થિક વૃદ્ધિની ગતિ પર પણ અસર પડશે. આ ઘટાડાની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર જોરદાર અસર થવાની છે.

સીઆર ફોરેક્સ એડવાઇઝરી અનુસાર, સમગ્ર વિશ્વમાં વેચવાલીનાં કારણે ભારતીય શેરબજાર પણ આજે શરૂઆતના કારોબારમાં 2 ટકાથી વધુ તૂટ્યું છે. આ ઉપરાંત માર્ચમાં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી રૂ. 16,800 કરોડથી વધુ રકમ પાછી ખેંચી લીધી છે. બજારની સ્થિતિ આગળ પણ એવી જ રહેવાની ધારણા છે. બીજી તરફ ક્રૂડ ઓઈલની વધતી કિંમતો આમ જ ચાલુ રહેશે તો ડોલર સામે રૂપિયો વધુ તૂટશે.

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે કોમોડિટીના ભાવ આસમાને પહોંચ્યા છે. કાચા તેલની કિંમત હાલમાં રોકેટ કરતા પણ વધુ ઝડપથી ચાલી રહી છે. ક્રૂડ ઓઇલ $128 પર પહોંચી ગયું છે, જે વિશ્વભરની અર્થવ્યવસ્થાઓ અને શેરબજારો માટે મોટો ફટકો છે. આના કારણે વિશ્વમાં માત્ર મોંઘવારી જ નહીં વધશે પરંતુ સાથે સાથે વિકાસ દર પણ ઘટશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share