ધ દૂરબીન દ્વારા ઇન્ટરનેશનલ વિમેન્સ ડેના ભાગરૂપે પ્રિ-વિમેન્સ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. રવિવારની વહેલી સવારે 6ઠ્ઠી માર્ચના રોજ ધ દૂરબીન દ્વારા મંદિર સે મસ્જિદ તક હેરિટેજ વૉકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની શરૂઆત કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી થઇ હતી અને પુર્ણાહુતિ જામા મસ્જિદ ખાતે થઇ હતી. વિમેન્સ ડે સ્પેશિયલ હેરિટેજ વોકને શ્રીમતી વૈશાલી તરલ વૈષ્ણવ (ફાઉન્ડર- મલ્ટી ટાસ્કીંગ મોમિઝ) દ્વારા લીડ કરી મહિલાઓને વિમેન્સ ડે વિશેની થીમ અંગે માહિતી અને મહિલાઓને પ્રોત્સાહન મળે તેવી ઉર્જાદાયક, ઉત્સાહ વધારતી વાતો શેર કરવામાં આવી હતી.
વૉકના અંતે નૉવેલ શેફ કાફે અને લોન્જ દ્વારા બર્ગર અને એનર્જી ડ્રિન્ક પીરસવામાં આવ્યું હતું. સમગ્ર વૉકમાં 30થી વધારે મહિલાઓ જોડાઈ હતી. વૉકની સુંદર મજ્જાની ફોટોગ્રાફી બ્રેનલભાઈ ખત્રી (ફોટોરૂમ)દ્વારા કરવામાં આવી હતી.