રશિયન સરકારની સ્પેસ એજન્સીએ સ્પેસપાર્ટ બાયકોનુરમાં મોટા રોકેટ પર દોરવામાં આવેલા યુએસ, યુકે અને જાપાન સહિત અનેક દેશોના ધ્વજ હટાવી દીધા છે, જ્યારે ભારતનો ધ્વજ યથાવત રાખવામાં આવ્યો છે. સ્પેસ એજન્સી રોસકોસમોસનું આ પ્રતીકાત્મક પગલું આ દેશો સાથેના સંબંધો દર્શાવે છે. નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન)માં જોડાવાના યુક્રેનના પ્રયાસ સામે રશિયાએ હુમલો શરૂ કર્યાના લગભગ એક સપ્તાહ બાદ આ પગલું આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર દ્વારા યુક્રેન પર હુમલાની જાહેરાત બાદ રશિયન સેનાએ કિવ સહિત યુક્રેનના મોટા શહેરો પર આક્રમક હુમલો કર્યો હતો. નાટોના સભ્ય દેશો ફ્રાન્સ, જર્મની અને બ્રિટન અને અમેરિકાની નજીકના જાપાન જેવા દેશોએ રશિયાના હુમલાના વિરોધમાં રશિયા પર કડક પ્રતિબંધોની જાહેરાત કરી છે. રોસકોસમોસના ડાયરેક્ટર જનરલ દિમિત્રી ઓલેગોવિચ રોગોઝિને ટ્વીટ કર્યું, “બાઈકોનુર લોન્ચર્સે નક્કી કર્યું કે અમારું રોકેટ કેટલાક દેશોના ધ્વજ વિના વધુ સુંદર દેખાશે.”
ટ્વીટમાં એક વીડિયો છે જેમાં સ્પેસપોર્ટ પર રશિયન કર્મચારીઓ અન્ય દેશોના ધ્વજ હટાવતા જોઈ શકાય છે. જોકે, ભારતનો ધ્વજ યથાવત રાખવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે યુક્રેન વિરુદ્ધ રશિયન હુમલાની નિંદા કરતા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના ઠરાવ પર બુધવારે ભારતે મતદાનમાં ભાગ લીધો ન હતો. ભારતે લાવવામાં આવેલા ત્રીજા ઠરાવમાં ભાગ લીધો ન હતો.