amul milk price hike in india
Gujarat

અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો, આવતીકાલથી થશે લાગૂ

અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો ભાવ વધારો ઝીંકી પ્રજાના પેટ પર ફરીથી મોંઘવારીનો માર મારવામાં આવ્યો છે. અમુલ ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધના લિટર દીઠ ભાવમા 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા લાગુ કરવામાં આવેલો ભાવ વધારો આવતીકાલથી લાગુ થશે.

1લી માર્ચથી અમુલની 500 ગ્રામથી થેલીમાં 1 રૂપિયાનો જ્યારે 1 લિટરની થેલીમાં 2 રૂપિયાનો વધારો થશે. આ પ્રકારે દેશના નાગરિકો પર કમરતોડ ભાવ વધારો ઝીંકાયો છે. 

નવા દરો અનુસાર, અમૂલ તાઝા – 500 મિલી માટે રૂ. 24, અમૂલ શક્તિ- 500 મિલી માટે રૂ. 27 અને અમૂલ ગોલ્ડ- 500 મિલી માટે રૂ. 30.
અમૂલે દેશભરના બજારમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. લેટેસ્ટ રેટ પ્રમાણે હવે મંગળવાર, 1 માર્ચથી અમદાવાદ અને સૌરાષ્ટ્રના બજારોમાં અમૂલ ગોલ્ડ મિલ્કનો ભાવ 500 મિલી દીઠ રૂ. 30, અમૂલ તાઝા રૂ. 24 પ્રતિ 500 મિલી અને અમૂલ શક્તિ રૂ. 27 થશે. 500 મિલી દીઠ.

ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને એક વર્ષ પૂર્ણ થાય તે પહેલા જ દૂધના ભાવમાં વધારો કર્યો છે. અગાઉ જુલાઈ 2021માં દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આ ભાવવધારો સોના, તાઝા, શક્તિ, ટી-સ્પેશિયલ, તેમજ ગાય અને ભેંસના દૂધ વગેરે સહિત અમૂલ દૂધની તમામ બ્રાન્ડ પર અસરકારક રહેશે. લગભગ 7 મહિના અને 27 દિવસના અંતરાલ બાદ કિંમતોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. કંપનીએ કહ્યું કે ઉત્પાદન ખર્ચમાં થયેલો વધારો ભાવ વધારાનું કારણ છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share