deepika padukone
Entertainment India

18 વર્ષની ઉંમરે દીપિકા પાદુકોણને મળી હતી ‘બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ’ની સલાહ

બોલિવૂડની ખૂબસૂરત દિવા દીપિકા પાદુકોણે તેના નવા ઈન્ટરવ્યુમાં લોકો પાસેથી મળેલી સારી અને ખરાબ સલાહ વિશે જણાવ્યું છે. દીપિકાની સારી અને ખરાબ સલાહ શું છે… તમે પણ જાણો અહીં.

દીપિકા પાદુકોણ બોલિવૂડની તે અભિનેત્રીઓમાંની એક છે જેણે પોતાની મહેનતના દમ પર મોટું સ્થાન હાંસલ કર્યું છે. દીપિકાની ગણતરી આજે ઈન્ડસ્ટ્રીની ટોપ મોસ્ટ અને હાઈએસ્ટ પેઈડ અભિનેત્રીઓમાં થાય છે. આ દિવસોમાં અભિનેત્રી તેની ફિલ્મ ગહેરાઇયાંને લઈને ચર્ચામાં છે. દીપિકાની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ દરમિયાન અભિનેત્રીએ તેના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તેને જીવનમાં સૌથી સારી અને ખરાબ સલાહ કઈ છે.
દીપિકા પાદુકોણે પોતાના જીવનની સૌથી ખરાબ સલાહને યાદ કરતા કહ્યું કે જ્યારે તે માત્ર 18 વર્ષની હતી ત્યારે કોઈએ તેને બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવવાની સલાહ આપી હતી.

દીપિકાને શાહરૂખ ખાન તરફથી શ્રેષ્ઠ સલાહ મળી હતી

દીપિકાએ તેને મળેલી શ્રેષ્ઠ સલાહ વિશે પણ જણાવ્યું. દીપિકા કહે છે કે તેને સૌથી સારી સલાહ શાહરૂખ ખાન તરફથી મળી છે. દીપિકાએ કહ્યું- શાહરૂખ ખાને ઘણી સારી સલાહ આપી છે અને મને તેમની પાસેથી ઘણી સારી સલાહ મળી છે.

અભિનેત્રીએ આગળ કહ્યું- મને તેમની પાસેથી સૌથી મહત્વની સલાહ મળી હતી કે તમે હંમેશા એવા લોકો સાથે કામ કરો કે જેની સાથે તમે જાણતા હોવ કે તમારી સાથે સારો સમય પસાર થશે, કારણ કે જ્યારે તમે ફિલ્મ બનાવી રહ્યા છો, ત્યારે તમે તમારું શ્રેષ્ઠ કામ કરી રહ્યા છો. આ સમયે તમારી આવનારા જીવન માટે તમારા દ્રારા સ્મૃતિઓ અને અનુભવો બનાવવામાં આવી રહ્યા છે.

દીપિકા આ ​​વાતથી આશ્ચર્યચકિત છે

દીપિકાએ આગળ કહ્યું- મને અત્યાર સુધીની સૌથી ખરાબ સલાહ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવવાની હતી. ત્યારે હું 18 વર્ષની હતી અને મને ઘણીવાર આશ્ચર્ય થાય છે કે મારી પાસે તેને આ સલાહ ગંભીરતાથી ન લેવાનું શાણપણ તે સમયે કેવી રીતે હતું?

દીપિકા પાદુકોણના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેની લેટેસ્ટ ફિલ્મ ગહેરાઇયાં એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે. અભિનેત્રી શાહરૂખ ખાન સાથે ફિલ્મ પઠાણમાં પણ કામ કરી રહી છે. દીપિકા આગામી સમયમાં પહેલીવાર રિતિક રોશન સાથે ફિલ્મ ફાઈટરમાં જોવા મળશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share