ahmedabad serial blast 2008
Gujarat Main

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 38 આરોપીઓને ફાંસી, 11ને આજીવન કેદની સજા

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આખરે સ્પેશિયલ કોર્ટ દ્વારા સજા સંભાળવવામાં આવી છે. 38 આરોપીને ફાંસીની સજા, 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત તમામ આરોપીને 10-10 હજાર રૂપિયા દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ મુદ્દે આખરે 14 વર્ષ પછી 14મી ફેબ્રુઆરીના રોજ સ્પેશિયલ કોર્ટે ચૂકાદો જાહેર કર્યો હતો. તમામ દોષિતોની સજા મુદ્દે 14મી ફેબ્રુઆરીના રોજ સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સરકાર તરફથી વકીલો સહિત બચાવ પક્ષની દલીલો પણ કોર્ટે સાંભળ્યા બાદ 49 આરોપીને સજાની સુનાવણી કરી હતી જે મુદ્દે શુક્રવારે કોર્ટ 49 દોષિતોને સજા સંભાળવવામાં આવશે.

11 ફેબ્રુઆરીએ સજાનાં એલાન પર કોર્ટ દ્વારા તમામ 49 દોષિતોનો પક્ષ સાંભળવામાં આવ્યો હતો. દોષિતોના વકીલ વિશેષ અદાલત સમક્ષ આરોપી તરફથી પોતાની રજૂઆત કોર્ટ સમક્ષ કરી હતી. 49 લોકોને બ્લાસ્ટ મામલે દોષિત જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે 28 આરોપીઓને પૂરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે પણ દોષીને કડક સજા થાય તેવી માંગ કરી છે.અમદાવાદમાં થયેલા સીરિયલ બ્લાસ્ટમાં 54 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

નોંધનીય છે કે, આ દેશનો પ્રથમ કેસ છે જેમાં આતંકવાદી એક્ટ હેઠળ કલમો લગાવી 49 લોકોને દોષિત જાહેર કર્યા છે. આ કેસમાં લગાવવામાં આવેલી મહત્વની કલમો 302, 307, 120b, સહિત અનેક કલમોનો સમાવેશ થાય છે. આ તમામ કલમો હેઠળ મુત્યુ દંડ એટલે ફાંસી અને આજીવન કેદ ની સજાની જોગવાઈ છે. આજે આ મામલે સ્પેશિયલ કોર્ટના જજ અંબાલાલ પટેલ દ્વારા 49 દોષિત આરોપીઓની સજા અંગે એલાન કરવામાં આવશે. 

કેસમાં શું રહ્યું ખાસ?

  • કેસની સુનવણી દરમ્યાન 7 જેટલા જજ બદલાઈ ગયા
  • આ કેસમાં આરોપી અયાઝ સેયદ તાજનો સાક્ષી બન્યો અને તેની જુબાની કેસમાં મહત્વની રહી 
  • બ્લાસ્ટ કેસમાં 1163 સાક્ષીઓની જુબાની લેવાઈ છે, જ્યારે1237 સાક્ષીઓને સરકારે પડતા મુકયા છે
  • અત્યાર સુધીમાં આરોપીઓ સામે 521 ચાર્જશીટ થઈ 
  • દરેક આરોપીઓનું ફર્ધર સ્ટેટમેન્ટ 4700 પાનાંનું છે
  • આ કેસમાં 6000 પાનાં ના દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા છે
  • આ કેસમાં બ્લાસ્ટના કાવતરના પુરાવા મળ્યા છે કોણે મુક્યો કઈ જગ્યાએ મૂક્યાં તેના પણ પુરાવા કોર્ટ સમક્ષ રજૂ
  • આ કેસમાં બને પક્ષની દલીલો 31 ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ
  • આ કેસમા 8 ફેબ્રુઆરીએ સ્પેશિયલ કોર્ટ પોતાનો ચુકાદો આપ્યો. જેમાં સ્પેશિયલ કોર્ટ 28 આરોપીઓને નિર્દોષ અને 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા 

ક્યાં થયા અમદાવાદમાં બ્લાસ્ટ?

તારીખ 26 મી જુલાઈ વર્ષ 2008ના દિવસે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. સાંજે 6.30 વાગ્યા થી 8.10 વાગ્યા સુધી અમદાવાદના વિવિધ 20 સ્થળો પર 21 બ્લાસ્ટ થયા હતા. જેમાં હાટકેશ્વર, નરોડા,સિવિલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, ઇસનપુર, ખડીયા,નારોલ સર્કલ, જવાહર ચોક,ગોવિંદ વાડી, રાયપુર ચકલા, સારંગપુર, બાપુનગર, ઠક્કરબાપા નગર, સરખેજ સહિતના વિસ્તારો હતા. આ ઘટનામાં 54 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 240 લોકો ઘાયલ થયા હતા. 

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share