Robotic Cafe in Ahmedabad
Food & Travel

દેશના પ્રથમ Robotic Cafe ની અમદાવાદમાં થઇ શરૂઆત, સર્વિંગથી લઇ ઓર્ડર પણ લેશે રોબોટ

અમદાવાદમાં અનોખા વિચાર સાથે રોબોટિક કાફેની શરૂઆત કરવામાં આવી છે.મેક ઇન ઈન્ડિયાના ઉદેશ્યને સાર્થક કરવાના વિચારથી અમદાવાદના એન્જિનિયરે ત્રણ વર્ષની મહેનત બાદ વસ્ત્રાપુર ખાતે સપૂર્ણ ફુલ્લી ઓટોમેટિક રોબોટ કાફે બનાવ્યું છે. અમદાવાદમાં પ્રથમવાર હવે કેફેમાં જાહેર દુકાનોની વચ્ચે આવું ફુલ્લી ટેકનોલોજી ધરાવતું કેફે બન્યું છે.

રોબોટિક કેફના માલિક આકાશ ગજજરનાં મનમાં કંઈક નવું કરવાનો વિચાર આવતા આ કેફેની શરૂઆત કરી છે. આકાશને આ કેફેની શરૂઆત કરવાનો વિચાર ત્રણ વર્ષ પહેલા આવ્યો હતો.  જેથી આકાશ અને બીજા તેના ત્રણ મિત્રોએ ભેગા મળીને આ કેફેની રચના કરી હતી.  તેમને શરૂઆતમાં ત્રણ વર્ષ પહેલાં મુશ્કેલી પડી હતી.  પરંતુ અત્યારે આ કૅફે શરૂઆત કરી છે.

અમદાવાદના વસ્ત્રાપુર પાસે પાસે રોબોટ કેફે બનાવવામાં આવ્યું છે. રોબોટ કેફેમાં ઓટોમેટિક ભેલ, પફ, સમોસાં, ચા કોફી અને પાણીપૂરીનું મશીન પણ લગાવવામાં આવ્યું છે. કેફેનું એક કાર્ડ કસ્ટમરને આપવામાં આવશે, જેમાં ઓનલાઇન બેલેન્સ કરાવવાનું રહેશે. કાર્ડ આ મશીન પાસે સ્કેન કરવાથી અથવા કાર્ડ સ્વાઈપ કરાવીને કોઈનના ઉપયોગથી પફ, સમોસાં, ભેલ, પાણીપૂરી મેળવી શકાય છે. પાણીપુરીમાં અલગ અલગ પાણી પણ કોઈના સંપર્ક વિના સેન્સર દ્વારા મળશે. 

રોબોટિક કેફેમાં મોટા ભાગની વસ્તુઓ રોબોટ અથવા ઓટોમેટિક મશીનથી બનાવવામાં આવે છે. જેથી કેફેનું નામ રોબોટ કેફે આપવામાં આવ્યું છે. કેફેમાં પ્રવેશતાં જ ટેબલ પર બેસીને કોઈને ઓર્ડર લખવાની જગ્યાએ બાર કોર્ડ સ્કેન કરીને ઓર્ડર આપવાનો રહેશે. ઓર્ડર આપ્યા બાદ રોબોટ સુધી ઓર્ડર પહોંચશે, એ બાદ કેફેમાં રહેલી વ્યક્તિ ઓર્ડર આપેલી વસ્તુઓ મશીન દ્વારા તૈયાર કરશે, એ બાદ રોબોટ એને સર્વ કરશે.

મેરા દેશ બદલ રહા હૈ આગે બઢ રહા હૈ આ જ ઉદ્દેશ્ય સાથે મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટ સાથે અમદાવાદી યુવાન દ્વારા આ સુંદર રોબોટ કેફે  બનાવવામાં આવ્યું છે  અમદાવાદી એન્જિનિયરે પોતાના યુનિક આઈડિયાથી શહેરમાં એક એવી કેફે બનાવી છે જે બહારથી જોતા તો સમાન્ય કેફે જેવી જ છે પરંતુ અંદર પ્રવેશ્તા જ ગ્રાહકોને અલગ જ નજારો જોવા મળશે. આ કેફેમાં માણસો નહીં પણ રોબોટ જ રોબોટ જોવા મળશે. ઓર્ડર લેવાથી લઈને નાસ્તો સર્વ કરવા સુધી માટે અલગ-અલગ રોબોટ છે. મજાની વાત એ પણ છેકે, આ રોબોટ તમારા પ્રશ્નોના જવાબો પણ આપશે

મંગળવારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો એક વીડિયો વાયરલ થયો છે. અમદાવાદના વસ્ત્રાપુર ખાતે સ્ટાર્ટ અપ ઈન્ડિયા અંતર્ગત એક ‘રોબોટીક કાફે’ નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ કાફેનું ઉદ્ઘાટન કર્યું હતું. જ્યાં તેમણે પાણીપુરીનો સ્વાદ માણ્યો હતો. હાલ નીતિન પટેલ કાફેમાં જે પાણીપુરી ખાધી તેનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share