surat grishma vekariya funeral antim yatra
Gujarat

સુરત : ગ્રીષ્માની અંતિમયાત્રામાં માનવ મેદની ઉમટી, ઈજાગ્રસ્ત ભાઈએ આપી મુખાગ્નિ

સુરતના કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક 12 ફેબ્રુઆરીના રોજ એકતરફી પ્રેમમાં યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે. ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી ગ્રીષ્માના અંતિમસંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યા નહોતા. દીકરીની નિર્મમ હત્યા અંગે સાંભળી પિતાનું તો હૃદય કપાઈ ગયું હતું. આફ્રિકાથી સુરત આવેલા પિતાને દીકરીની હત્યાની જાણ થતાં જ જમીન પર ઢળી પડ્યા હતા. ગ્રીષ્માની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં માનવમેદની ઉમટી પડી હતી. પોલીસ બંદોબસ્ત સાથે અંતિમયાત્રા યોજાઈ હતી.ઈજાગ્રસ્ત હાલતમાં ભાઈએ બહેનને મુખાગ્નિ આપી હતી.

ભાઈએ જવતલ હોમવાની જગ્યાએ ભારે હૈયે મુખાગ્નિ આપી હતી.

અંતિમયાત્રામાં માનવમેદની ઉમટી પડી

બીજી તરફ અંતિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી હતી. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો. ગ્રીષ્માની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં ગ્રીષ્માના મૃતદેહ પાસે માતા-પિતાનું આક્રંદ જોવા માટે મળ્યું હતું. સમાજના લોકો ચોધાર આંસુએ વિદાય આપી છે. ગ્રીષ્માની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં માનવમેદની ઉમટી પડી હતી. પોલીસ બંદોબસ્ત સાથે અંતિમયાત્રા યોજાઈ હતી.ઈજાગ્રસ્ત હાલતમાં ભાઈએ બહેનને મુખાગ્નિ આપી હતી.

સ્મશાન પાસે આવેલા અશ્વિનીકુમાર સર્કલ પર લાંબી લાઈનો લાગી ગઈ હતી.

અશ્વિનીકુમાર સ્મશાન ગૃહમાં ગ્રીષ્માની યોજાયેલી અંતિમ વિધિમાં સ્મશાન પણ જાણે શોક મગ્ન બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયાં હતાં.મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બે હાથ જોડીને વિદાય આપી હતી. ગ્રીષ્માની અંતિમ યાત્રા પોલીસ બંદોબસ્ત સાથે ઘરેથી નીકળી હતી. રસ્તામાં લોકો સ્વયંભૂ જોડાયા હતાં. ઘરની બહાર નીકળીને લોકોએ ગ્રીષ્માના પાર્થિવ દેહને બે હાથ જોડીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સાથે જ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. કરપીણ હત્યા કરનારાને આકરામાં આકરી સજા આપવામાં આવે તેવી પણ માંગ લોકોએ કરી હતી.

સ્મશાનમાં આવેલા લોકોએ પણ આકરી સજાની માગ કરી હતી

સ્મશાનમાં આવેલા લોકોએ ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી. ઘણા લોકોએ તો ગ્રીષ્માને જે જગ્યાએ રહેંસી નાખવામાં આવી તે જ જગ્યાએ ફાંસી જાહેરમાં આપીને કડક દાખલો બેસાડવાની માંગ કરી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીધી હતી મુલાકાત

અતિસંવેદનશીલ બનેલા આ કિસ્સામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરિવારની મુલાકાત લેવા માટે પાસોદરા ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પરિવારને સહાનુભૂતિ આપી હતી અને તેમની દીકરીને ઝડપથી ન્યાય મળે એના માટે હૈયા ધરપત આપી હતી. હર્ષદ સંઘવીએ જણાવ્યું હતું કે સમગ્ર કેસમાં પોલીસ સખત મહેનત કરીને ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરવા પ્રયાસ કરી રહી છે. ફોરેન્સિક ટીમનો રિપોર્ટ ઝડપથી આવી જાય. મોબાઈલનું ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ કરવામાં આવી રહી છે, જેથી મજબૂત પુરાવાઓ ભેગા કરીને પોલીસ ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરીને આરોપીને એ પ્રકારની સજા કરાવે, જે દાખલારૂપ બેસી શકે. એવા પ્રકારનો ન્યાય મળશે કે બીજા કોઇ યુવક આ આ પ્રકારનું કૃત્ય કરવાની હિંમત ન કરે.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share