News

શેરબજારમાં હાહાકાર : સેન્સેક્સ 1350 પોઇન્ટથી ઘટીને 57 હજારની નીચે, નિફ્ટીમાં પણ ઘટાડો

સોમવારે શેરબજારની શરૂઆત ખૂબ જ ખરાબ રીતે થઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 1148 પોઈન્ટના ઘટાડા સાથે 57,005 પર ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ જોરદાર તૂટ્યો હતો અને તે 328 પોઈન્ટ ઘટીને 1,7046ના સ્તરે ખુલ્યો હતો. સોમવારે શેરબજારની શરૂઆત ખૂબ જ ખરાબ રીતે થઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 1148 પોઈન્ટના ઘટાડા સાથે 57,005 પર ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ જોરદાર તૂટ્યો હતો અને તે 328 પોઈન્ટ ઘટીને 1,7046ના સ્તરે ખુલ્યો હતો.

હાલમાં BSE સેન્સેક્સ 1348 પોઈન્ટ ઘટીને 57 હજાર પર આવી ગયો છે અને 56,804ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સની 30 કંપનીઓમાંથી TCS સિવાય બાકીની તમામ કંપનીઓના શેર લાલ નિશાન પર છે. બીજી તરફ નિફ્ટી ઈન્ડેક્સની વાત કરીએ તો હાલમાં તે 410 પોઈન્ટના ઘટાડા સાથે 17,000ની નીચે જઈને 16,964ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.

આ પહેલા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજાર ખુલતાની સાથે જ હંગામો મચી ગયો હતો અને આખા દિવસના ટ્રેડિંગ પછી લાલ નિશાન પર બંધ થઈ ગયો હતો. અંતે BSE સેન્સેક્સ 733 પોઈન્ટના ઘટાડા સાથે 58,152 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી પણ 231 પોઈન્ટ ઘટીને 17,375 પર બંધ રહ્યો હતો.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share