સલમાન ખાને અનોખા અંદાજમાં લતાદીદીને કર્યા યાદ, VIDEO શેર કરીને કહ્યું – ના કોઇ હતું ના કોઇ હશે…
સલમાન ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની સાથે જોડાયેલી લેટેસ્ટ અપડેટ ફેન્સ સાથે શેર કરે છે. સલમાનની દરેક પોસ્ટ પર તેના ચાહકો ભરપૂર પ્રેમ પણ વરસાવે છે. સલમાન ખાને હવે ફરી એકવાર તેના સોશિયલ મીડિયા પર કંઈક આવી પોસ્ટ કરી છે, જેના પછી તે ચર્ચામાં આવી ગયો છે અને લોકો તેને પસંદ કરી રહ્યા છે. સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ પર લતા મંગેશકરના ગીત ગાતો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે દિવંગત ગાયિકા લતા મંગેશકરના પ્રખ્યાત ગીતને ગાઇ રહ્યો છે. સલમાન ખાને તેનો આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે લતા મંગેશકરનું સૌથી લોકપ્રિય ગીત 'લગ જા ગલે' ગાઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરતી વખતે અભિનેતાએ તેના કેપ્શનમાં લખ્યું – ના કોઇ થા,ના કોઈ હોગા આપકે જેસા લતા જી. આ વીડિયોને થોડા જ સમયમાં 9 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. સલમાન ખાનના વીડિયો પર બોલિવૂડ સેલેબ્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે.
વીડિયો પર કોમેન્ટ કરતાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, ‘લવ યુ સલમાન સર’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘તમે ફેબ લાગો છો’. આ રીતે લોકો હાર્ટ એન્ડ ફાયર ઇમોજી બનાવીને ભાઈના વીડિયો પર પ્રેમ વરસાવી રહ્યા છે. હાલમાં જ સલમાન ખાનનું ગીત 'ડાન્સ વિથ મી' આવ્યું હતું, જે લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં જ એક્ટર કેટરિના કૈફની સામે ટાઈગર 3માં જોવા મળશે.
×