રાંદેર પાલનપુર પાટિયા હિમગિરિ સોસાયટીમાં શિક્ષકના 8 માસના બે ટ્વિન્સ બાળકોને સાચવવા રાખેલી કેરટેકરે વ્યક્તિગત ગુસ્સો માસૂમ બાળક પર કાઢી નાખ્યો હતો. તેણે 5 મિનિટ સુધી એક બાળકને પલંગ પર 4થી 5 વાર પછાડી, કાન આમવી હવામાં ફંગોળી માર માર્યો હતો અને બાળકને માથામાં ત્રણ ફ્રેકચર થયા હતા અને બાળક બેહોંશ થઇ ગયું હતું. આ સમગ્ર ઘટનાની જાણ કેરટેકરે બાળકનાં માતા-પિતાને જાણ કરી હતી. માતા-પિતા બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં, જ્યાં તેને માથામાં ઈજા થતાં બ્રેન હેમરેજ થયાનું ખૂલ્યું હતું.પોલીસે મહિલાની ધરપકડ કરી છે.
ટ્વિન્સ બાળકોને સાચવવા માટે કેરટેકરની નિમણૂંક કરવામાં આવી હતી. બાળકની સારસંભાળ રાખવાને બદલે આ મહિલાએ તો બાળક સાથે નિર્દયી વર્તન કર્યુ હતું. આશ્ચર્યની વાત તો એ છે કે આ મહિલા પાંચ માસના બાળક સાથે આવું વર્તન કેવી રીતે કરી શકી. કેવી રીતે હિંમત થઇ આ ફૂલ જેવા કૂમળા બાળકને લાફો મારવાની?
નિર્દર્યી કેરટેકર કોમલબેન ચંદેલકરની રાંદેર પોલીસે ધરપકડ કરી છે. રાંદેર પોલીસે કલમ 307,323 મુજબ ગુનો નોંધીને આરોપી મહિલાને મેડિકલ તપાસ માટે લઇ જવાઇ છે. 5 માસના બાળક સાથે આવા વર્તન બાળકના માથે 3 ફ્રેકચર થઇ ગયા હોવાનું પરિવારજન કહી રહ્યા છે. હાલમાં બાળકની નિર્વાણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.