જમ્મુ-કાશ્મીર અને દિલ્હી-NCRમાં શનિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં હતું. જો કે, હજુ સુધી જાનમાલને નુકસાન, ઈજા કે મૃત્યુનો કોઈ અહેવાલ મળ્યા નથી. ભૂકંપને લઈને ઉત્તર પ્રદેશના નોઈડામાં કેટલાક લોકોએ ટ્વીટ કર્યું કે જમીન ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી હલી ગઈ.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ટ્વીટ કર્યું કે સવારે 9:45 વાગ્યે અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપની ઊંડાઈ 181 કિમી હતી.
દિલ્હીના લોકોએ ટ્વીટ કર્યું કે તેઓએ આંચકા અનુભવ્યા. દિલ્હીને અડીને આવેલા શહેરના રહેવાસી શશાંક સિંહે કહ્યું, “મને મારુ માથું ફરતું લાગ્યું અને મેં આંખો બંધ કરવાનું શરૂ કર્યું, જ્યારે અચાનક મેં પંખા તરફ જોયું અને સમજાયું કે તે ભૂકંપ છે. નોઈડામાં લગભગ 25-30 સેકેન્ડ માટે જોરદાર આંચકા અનુભવાયા છે.