HOI Exclusive Uncategorized

દુષ્કર્મની વઘતી ઘટનાઓના મૂળમાં પોર્ન સાઇટનું વધી રહેલુ દૂષણ જવાબદાર !

આજકાલ સતત બળાત્કારની ઘટનાઓ વધી રહી છે, અને મહિલાઓ સતત અસુરક્ષીત થઇ રહી છે. ગુનાખોરીના જે આંકડા સામે આવે છે આપણા દેશમાં તે કોઇને પણ ચિંતામાં મુકી દેનારા બની રહ્યા છે. બળાત્કારની ઘટનાઓ જે બની રહી છે તેમાં દેશમાં અને તેમાં ગુજરાતના આંકડા ચોંકાવનારા છે. એક રિપોર્ટ અનુસાર દેશમાં દરરોજ 3 થી 4 દુષ્કર્મની ઘટનાઓ બને છે. કેટલાક કિસ્સામાં ફરિયાદ નોંઘાય છે તો કેટલાક કિસ્સામાં વાત દબાવી દેવામાં આવે છે. આ આંકડા, આ રિપોટ્સ અને આ પ્રકારના સર્વે આપણા આજના સમાજનું વરવુ ચિત્ર બતાવે છે.

મહિલાઓને સમોવડી સમજવાની અને પગભર બનાવવાના દાવા વચ્ચે આ પ્રકારની વધતી ઘટનાઓ મહિલાઓની સાચી સ્થિતી દર્શાવે છે. આ પ્રકારના અપરાધના મૂળમાં જઇએ તો દરેકના હાથમાં જોવા મળતો મોબાઇલ જવાબદાર હોવાની વાતને ન નકારી શકાય. અવનવી સાઇટ્સ પર સરાજાહેર પીરસાતુ પોર્ન આવા અપરાધોના મૂળમાં હોય છે. અનેક વેબસાઇટ વિકૃતિ વધારનારુ પોર્ન પીરસે છે અને લોકો તેના બંધાણી થતા જાય છે.

તમામ વર્ગ આમાં જોડાયેલું ?

એક સમય હતો જ્યારે એવુ માનવામાં આવતુ કે આ પ્રકારની કુટેવો એક ચોક્કસ વર્ગમાં અને ચોક્કસ વયજૂથમાં જ જોવા મળે છે. પણ આ વાત સદંતર ખોટી પુરવાર થઇ છે. આજકાલ કોઇ ઓફીસમાં જાવ અને 4 5 જણા જો એક મોબાઇલની આસપાસ ટોળે વળેલા હશે તો તેઓ ફોનમાં પોર્ન વીડિયો જ જોતા હશે તે શક્યતાને નકારી શકાય તેમ નથી. ભારતમાં સેક્સ પ્રત્યે છોછ જોવા મળે છે, ક્યાંક તેને પાપ પણ ગણવામાં આવે છે. સેક્સને પ્રતિબંધિત વસ્તુ ગણાતી હોઇ લોકો તેની ક્લીપ છાને-છૂપે જોયા કરે છે. એક વાર પોર્ન-ક્લીપને રવાડે ચઢનારા માટે આવી ક્લીપ વ્યસન બની જાય છે. આશ્ચર્ય તો એ છે કે જે પોર્નક્લીપ મોકલતો હોય છે તે પોતાને લીડર સમજે છે કેમકે આવા ક્લીપીંગ મેળવવા તે પૈસા પણ ખર્ચે છે. આવા લોકોના ઘણા મિત્રો પણ હોય છે. ટૂંકમાં ઓનલાઈન સેક્સ માણનારાના ટોળે-ટોળા હોય છે.

ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફી મટીરીયલ સરળતાથી ઉપલબ્ધ

ઇન્ટરનેટના કારણે આજે દુનિયા આખી જાણે કે મુઠ્ઠીમાં સમાઇ ચુકી છે, મોબાઇલમાં આખુ વિશ્લ તમારા મોબાઇલમાં આવી ચુક્યુ છે તેવામાં તેના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ. માનવજાતની વૃત્તિ ખાસ કરીને એવી માનવામાં આવે છે કે તે સકારાત્મકતાથી વધુ નકારાત્મકતા તરફ વધુ પ્રેરાય છે. તે જ રીતે આજના સમાજના દૂષણ તરફ આજના લોકો વધુ દોરાઇ રહ્યા છે અને તેમાં પણ ખુબ સરળતાથી આ ગંદુ અને હલકુ મનોરંજન ઉપલબ્ધ થઇ ચુક્યું છે અને તેથી લોકો તેના રવાડે ખુબ આસાનીથી અને ઝડપથી ચઢી રહ્યા છે. તંત્ર દ્રારા તેના પર પ્રતિબંધો છો મુકવામાં આવ્યા હોય પણ લોકો તેના બધાજ જાણે કે રસ્તા શોધી લે છે, અને સતત તેના કારણે હવે આ ગુનો કરી રહ્યા છે લોકો અને તેના માટેના રસ્તા શોધી લે છે.

અનેક લોકો પોર્નોગ્રાફીના વ્યવસાય સાથે જોડાયેલા

લોકો સતત પોર્નોગ્રાફી તરફ આકર્ષાઇ રહ્યા છે અને તેના કારણે જ કદાચ આખેઆખી પોર્ન ઇન્ડસ્ટ્રી જ ફુલીફાલી છે. અનેક લોકો સ્વેચ્છાએ તો અનેક લોકો મજબૂરીથી આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાતા આપણે જોઇએ છીએ. અને આ વાત વાંચતા તમને યાદ આવશે હમણા હમણા ખુબ ચર્ચાયેલુ નામ રાજ કુન્દ્રાનું, રાજ સામે જોકે આરોપો સાબીત નથી થયા પણ કહેવાય છે ને કે જ્યાં આગ હોય છે ત્યાં જ તો ઘુમાડો જોવા મળે છે ! આખે આખી ઇન્ડસ્ત્રી પોર્નની ધમધમે છે એનો મતલબ સીધો એ છે ને કે પોર્ન જોવાવાળો વર્ગ પણ વધી રહ્યો છે. આના પર પ્રતિબંધની આપણા દેશમાં ભલે વાત થતી હોય પણ છતા ગુનેગારોને ગુનો કરતા આપણે ક્યાં રોકી શકીએ છીએ તે આના પરથી ફરી સાબિત થઇ રહ્યું છે.

વિકૃતિ વધે છે પોર્નથી

મનોવૈજ્ઞાનિકો માને છે કે પોર્ન વધુ પડતુ જોવાથી જોનારના મનમાં વિકાર પેદા થાય છે. પોર્ન સાઇટ્સમાં બતાવાતા બિભત્સ દ્રશ્યોને કારણે માણસ તેવુ વર્તન કરવા પ્રેરાય છે અને તે આવા પાર્ટનરના વિચાર કરવા લાગે છે અને આ પ્રકારનું વર્તન કરવા માટે તે વધુને વધુ આકર્ષાય છે અને તેને કારણે તે અવળા માર્ગે વળી જાય છે. મોટા ભાગના દુષ્કર્મના આરોપીઓ પાસેથી આ પ્રકારના સાહિત્ય, આ પ્રકારના વીડિયો મળી આવતા હોવાની પણ અનેક ઘટનાઓ આપણે જોઇ છે. બાળકો સાથે, પશુઓ સાથે કે મહિલાઓ સાથે જબરજસ્તી આ પ્રકારનું વર્તન કરવા ઉશ્કેરાતો માણસ ગમે તેવા ગુનાને અંજામ આપતા જાણે કે રોકાતો નથી. એટલા માટે જ કહેવાય છે કે વિકૃતિ અટકાવવા માટે પણ આ પોર્ન સાઇટ્સને બંધ કરવી પડશે.

નાની ઉંમરના કિશોરો પણ આ રસ્તે ?

આ પ્રકારના વીડિયોથી આકર્ષાતો વર્ગ હવે માત્ર યુવા વર્ગ જ રહ્યો નથી, મોટી ઉમરના લોકોને પણ આવા વીડિયો જોવાના બંઘાણી થયેલા જોવા મળે છે. પણ વધુ ચિંતાની વાત હવે એ થઇ રહી છે નાની ઉંમરના કિશોરો પણ આ રીતે પોર્નના રવાડે ચઢી રહ્યા છે. એકબીજાના દેખાદેખી શરૂ થતી વાત આગળ જતા ખરાબ આદતમાં પરીણમે છે એટલે જ તો આજકાલના માતા પિતાએ વધુ સતર્ક રહેવાની જરૂર છે અને વધુ પોતાના સંતાનો પર નજર રાખવાની જરૂર ઉભી થઇ છે. તમારુ સંતાન તેના ઇલેક્ટ્રોનીક ગેજેટમાં શું જોવે છે, તે શું કરે છે તેના પર ધ્યાન આપવું હવે વધુ જરૂરી અને અનિવાર્ય બની ગયું છે.

આ પોર્નને જો આપણે દૂર કરી શકીશું આપણી આસપાસના લોકોમાંથી કે પછી આપણા સમાજમાંથી તો સમાજમાં વધતી ગુનાખોરી અન દુષ્કર્મની ઘટનાઓને પણ આપણે અટકાવવાની દિશામાં આગળ વધી શકીશું.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share