India

પંજાબ ચૂંટણી પહેલા ED એ કરી CM ચન્નીના ભત્રીજાની ધરપકડ, ગત મહિને કરી હતી રેડ

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના ભત્રીજા ભૂપેન્દ્ર સિંહ હનીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સીએ ગુરુવારે સાંજે હનીને કસ્ટડીમાં લીધો હતો અને આજે તેને સીબીઆઈ કોર્ટમાં રજૂ કરશે.એજન્સી તરફથી કહેવામાં આવ્યું છે કે મની લોન્ડરિંગ કેસમાં મોડી રાત્રે હનીની ધરપકડ કરવામાં આવી છે.

ગયા મહિને, EDએ હનીના ઘર પર દરોડા દરમિયાન 8 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. પંજાબમાં ગેરકાયદેસર રેતી ખનન કામગીરીના સંદર્ભમાં આ દરોડો પાડવામાં આવ્યો હતો. એક નિવેદનમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું હતું કે “ગેરકાયદેસર” રેતી ખનન અને મિલકત વ્યવહારો, મોબાઈલ ફોન, રૂ. 21 લાખથી વધુનું સોનું અને રૂ. 12 લાખની કિંમતની રોલેક્સ ઘડિયાળ સર્ચ દરમિયાન જપ્ત કરવામાં આવી હતી.

117 સભ્યોની પંજાબ એસેમ્બલી માટે મતદાનના દિવસો પહેલા ધરપકડ કરવામાં આવી છે. 20 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે પરિણામ 10 માર્ચે આવશે.

વર્ષ 2018માં પંજાબ પોલીસે પંજાબના નવાશહેરમાં ગેરકાયદેસર રેતી ખનન અંગે કેસ નોંધ્યો હતો. આ કેસમાં આરોપી કુદરતદીપ સિંહ નવાશહેરમાં ખાણ ધરાવતો હતો. આરોપ છે કે કુદરતદીપ સિંહે બે કંપનીઓ બનાવી હતી જેમાં ભૂપિંદર સિંહ હની પણ ડિરેક્ટર હતા. આ કેસમાં 26 આરોપી છે, જેમાં મોટા ભાગના ટ્રક ડ્રાઈવર છે. FIR મુજબ, પોલીસે ગેરકાયદેસર રેતીથી ભરેલી 30 ટ્રકો પકડી હતી. આ એફઆઈઆરના આધારે ઈડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share