ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇ ધમધમાટ ચાલુ થઇ ગયો છે. રાજ્યમાં રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવીને મતદારોને અત્યારથી જ આકર્ષવાના પ્રયાસો શરુ કરી દીધા છે. બુધવારે રાજ્યના વિવિધ કલાકારો ભાજપમાં જોડાયા હતા. ભક્તિ કુબાવત, મમતા સોની, ફાલ્ગુની રાવલ,સ્મિત પંડ્યા, આકાશ ઝાલા, હેમાંગ દવે સહિતના કલાકારો ભાજપમાં જોડાયા હતા.