beating the retreat
India

પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્ણ, રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમ મોદી બીટિંગ ધ રીટ્રીટમાં હાજર

ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી શનિવારે પૂર્ણ થઈ રહી છે. દિલ્હીના વિજય ચોક ખાતે બીટીંગ રીટ્રીટ સેરેમની દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બીટીંગ રીટ્રીટ સેરેમનીમાં ભાગ લેવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિજય ચોક પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. આ સમારોહમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા.

પ્રજાસત્તાક દિવસની ઉજવણી સમારોહ દ્વારા ઔપચારિક રીતે સમાપ્ત થાય છે. દેશની રાજધાનીના વિજય ચોક ખાતે દર વર્ષે 29 જાન્યુઆરીએ બીટિંગ ધ રીટ્રીટ સેરેમનીનું આયોજન કરવામાં આવે છે. આ સાથે પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણીનો અંત આવે છે.

1000 ડ્રોન સમારોહનો ભાગ હશે
લગભગ 1,000 સ્વદેશી નિર્મિત ડ્રોન ઉજવણીનો ભાગ હશે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે માહિતી આપી હતી કે આ માનવરહિત હવાઈ ઉપકરણો સાથે આટલા મોટા પાયે પ્રદર્શન કરનાર ભારત ચીન, રશિયા અને યુકે પછી ચોથો દેશ બનશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share