News

Twitter પર PM મોદીના Followers વધી રહ્યા છે અને મારા ઘટી રહ્યા છે : રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે તેમના ટ્વિટર ફોલોઅર્સ સતત ઘટી રહ્યા છે. છેલ્લા લગભગ સાત મહિનામાં તેના ફોલોઅર્સની સંખ્યામાં લગભગ ચાર લાખનો વધારો થયો હતો, પરંતુ ઓગસ્ટ 2021થી તેના ફોલોઅર્સની સંખ્યા સતત ઘટી રહી છે. રિપોર્ટ અનુસાર રાહુલ ગાંધીએ આ મામલે ટ્વિટરને એક પત્ર પણ લખ્યો છે, ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલને પત્ર લખીને ફરિયાદ કરી છે. જેમાં તેમણે લખ્યું છેકે, નિષ્પક્ષ ભાષણ પર અંકુશ લગાવવામાં ટ્વિટર મિલીભગત કરે છે. ટ્વિટરને મોહરું ન બનવા દો. સોશ્યિલ મીડિયામાં મારો અવાજ દબાવવા માટે મારા ફોલોઅર્સ ઘટાડી દેવામાં આવ્યાં છે.

ટ્વિટર (Twitter) ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ લગાવવા માટે અજાણમાં મીલિભગત કરી રહ્યું છે. તેમના પર સરકારી ઝુંબેશ પર પ્લેટફોર્મ પર તેમની પહોંચને દબાવવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે. તેમણે લખ્યું, “કદાચ સંયોગથી નહીં, આ મહિનાઓ દરમિયાન મેં દિલ્હીમાં બળાત્કાર પીડિતાના પરિવારની દુર્દશાનો મુદ્દો ઉઠાવ્યો, ખેડૂતો સાથે ઉભો રહ્યો અને અન્ય ઘણા માનવાધિકાર મુદ્દાઓ પર સરકાર સાથે લડ્યો. હકીકતમાં મારો એક વીડિયો જેમાં વચન આપવામાં આવ્યું હતું કે 3 કૃષિ કાયદાને રદ કરવામાં આવશે, તે તાજેતરના સમયમાં ભારતમાં કોઈપણ રાજકીય નેતા દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલ સૌથી વધુ જોવામાં આવેલ વીડિયો છે.

રાહુલ ગાંધીએ 27 ડિસેમ્બર 2021ના રોજ ટ્વિટર પર જે પત્ર લખ્યો હતો જેમાં તેમણે ટ્વિટર એકાઉન્ટનો ડેટા પણ શેર કર્યો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને કોંગ્રેસ નેતા શશિ થરૂર સાથે સરખામણી કરવામાં આવી હતી. હવે ટ્વિટરે આ પત્રનો જવાબ આપ્યો છે.

ટ્વીટરનો જવાબ

ટ્વિટરે રાહુલ ગાંધીના પત્રના જવાબમાં કહ્યું છે કે અમે પણ ઈચ્છીએ છીએ કે એકાઉન્ટ સાથે ફોલોઅર્સની સંખ્યા બતાવવામાં આવે, પરંતુ અમે એ પણ માનીએ છીએ કે ફોલોઅર્સ અસલી હોવા જોઈએ. ટ્વિટરમાં મેનીપ્યુલેશન અને સ્પામ માટે કોઈ સ્થાન નથી. અમે મશીન લર્નિંગ ટૂલ્સ દ્વારા દર અઠવાડિયે બૉટ અનુયાયીઓ અને સ્પામનું મોટા પાયે સૉર્ટિંગ કરીએ છીએ. આ સ્થિતિમાં ફોલોઅર્સની સંખ્યા ઘટી શકે છે. રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ 2021માં તેમના ફોલોઅર્સની સંખ્યામાં 54,803નો ઘટાડો થયો છે, જ્યારે સપ્ટેમ્બરમાં તે 1,327, ઓક્ટોબરમાં 2,380 અને નવેમ્બરમાં 2,788નો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન પીએમ મોદીના સૌથી વધુ ફોલોઅર્સની સંખ્યામાં વધારો થયો છે, જેમની સંખ્યા લગભગ 30 લાખ છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે ટ્વિટર પર મારો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં રાહુલ ગાંધીના ફોલોઅર્સની સંખ્યા 19.6 મિલિયન છે.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share