Gujarat

ફરી એક બસ ભડકે બળી રાજકોટમાં, સુરત જેવી દુર્ધટનાનું પુનરાવર્તન થતા થતા ટળ્યુ…

થોડા દિવસ પહેલા જ સુરતના વરાછામાં બસમાં આગ લાગવાની દુર્ઘટના બની હતી જેમાં એક નવવિવાહીત મહિલાનું આગમાં બળી જતા કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. હજી આ ઘટનાએ તો લોકોને હચમચાવ્યા છે અને જનતાના માનસપટમાંથી આ દુર્ધટના ભૂસાઇ નથી તેવામાં શનિવારે રાજકોટમાં અચાનક બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ નજીક શનિવારે સવારે 9 વાગ્યાની આસપાસ સિટી બસમાં અચાનક આગ લાગી હતી. સદનસીબે ડ્રાઇવર અને મુસાફરોની સમયસુકતાથી મોટી જાનહાની ટળી હતી. પરંતુ અચાનક આવી દુર્ધટનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો અને અફરા તફરી પણ સર્જાઇ હતી. ફાયર વિભાગને પણ સત્વરે જાણ થતા ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર તુરંતજ કાબુ મેળવી લીધો હતો.

મુસાફરોને બસમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા

મળતી જાણકારી અનુસાર આ રાજકોટ મનપા સંચાલિત સિટી બસ હતી. એમ 13ની આ બસ રૂટ નંબર 7 પર એટલે કે બજરંગવાડીથી ભક્તિનગર સર્કલ રૂટ પર ચાલે છે. શનિવારે સવારે 9 વાગ્યાની આસપાસ આ બસ ભક્તિનગર સર્કલ પાસે પહોંચી અને બસસ્ટોપ પર ઉભી હતી અને ડ્રાઇવરે બસ શરૂ કરવાનો પ્રયાસ કર્યો અને અચાનક જ બસમા આગ લાગી હતી. બસમાં આગ લાગી ત્યારે બસમાં 2 મુસાફરો સવાર હતા, ડ્રાઇવરે આગની જાણ થતા જ તાત્કાલીક મુસાફરોને બસમાંથી નીચે ઉતારી દીધા એટલે જાનહાની ટળી હતી.

કેવી રીતે બસમાં લાગી આગ ?

સિટીબસના ડ્રાઇવર નિતેશ ઠસિયા સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે સવારે 9 વાગ્યાની આસપાસ બસ ઉપાડવાના સમયે બસને સ્ટાર્ટ કરવા માટે સેલ મારતા અંદર વાયરિંગમાં શોર્ટસર્કિટ થયું અને આગ લાગી હતી. આગની જાણ થતા જ શરૂઆતમાં આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ આગ ત્યારબાદ વકરી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જ બસનો આગળનો ભાગ અચાનક સળગી ઉઠ્યો હતો અને બસની બાજુમાં પડેલા બે વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા.

સુરતના હજીરામાં ભીષણ આગની જ્વાળામાં લક્ઝરી બસ ભડથુ

સુરતના વરાછામાં લક્ઝરી બસમાં આગ લાગવાની ઘટના તો ભુલાઇ નથી ત્યાં હજીરામાં ખાનગી બસમાં આગ ફાટી નીકળી હતી. વધુ એક લક્ઝરી બસમાં આગ લાગતા આ ઘટનાએ લોકોને આશ્ચર્યમાં મુક્યા હતા. હજીરાના મોરા ગામમાં ખાનગી બસમાં અચાનક આગ લાગી હતી અને ભાગદોડ મચી ગઇ હતી. આગે એટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બસ બળીને ખાખ થઇ ગઇ હતી. સદનસીબે આગની દુર્ધટનામં જાનહાનિ નોંધાઇ નહોતી.

પાર્ક કરેલી બસમાં આગ

સ્થાનિક રહીશો દ્રારા જાણવા મળ્યું કે પાર્ક કરેલી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગના સમાચાર ફેલાતા જ સ્થાનિક ઇન્ડસ્ટ્રીઝના ફાયર અને સુરત ફાયર ધટનાસ્થળએ પહોંચીને ગણતરીના કલાકોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો.

રાત્રિના સમયે આગ લાગી

સંપત સુથાર (અડાજણ ફાયર ઓફિસર)એ જણાવ્યું હતું કે કોલ લગભગ રાત્રે 11:20નો હતો. બસમાં આગ લાગી હોવાની માહિતી મળતાં તાત્કાલિક ઘટનાસ્થળે જવા નીકળી ગયા હતા. 28 મિનિટમાં પહોંચ્યા બાદ મેદાનમાં પાર્ક બસ ભડ ભડ સળગી રહી હતી. પાણીનો મારો ચલાવી બસની આગને કાબૂમાં લીધી હતી. જોકે આગ કયા કારણે લાગી એ જાણી શકાયું નહોતું.

સુરતમાં તાજેતરમાં હચમચાવી દેનારી ઘટના સામે આવી હતી.  

સુરતમા મંગળવારે મોડી સાંજે  હચમચાવી દેનારી ઘટના સામે આવી હતી, જેમાં વરાછા હીરાબાગ નજીક એક ખાનગી બસમાં આગ લાગતા એક મહિલા ભડથુ થઈ ગઈ હતી, પ્રાથમિક માહિતી અનુસાર આ બસ સુરતથી ભાવનગર જઈ રહી હતી અને દરમિયાન બસમાં ACનું કોમ્પ્રેશર ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું હતું, ત્યાર બાદ આ બસમાં આગ લાગી ગઈ હોવાનું ચર્ચાઇ રહ્યું હતું.  RTOની તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા , જે મુજબ બસ નોન AC હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ આજે બસમાં બેઠેલા મૃતક મહિલાના પતિએ ચોંકાવનારો ખુલાસો કરતાં બસમાં સેનેટાઈઝરનો જથ્થો વિપુલ માત્રામાં હતો. બનવા કાળે આગ લાગતા સેનેટાઈઝરને કારણે આગ વધુ ફેલાઈ ગઈ હોવાનો દાવો કયો કરવામાં આવી રહ્યો છે.

ભાવનગર જવા નીકળેલી લકઝરી બસમાં ‘લકઝરી’ સેવાના કારણે જ શોર્ટસર્કિટ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. આગ લાગ્યા બાદ તરત જ બસના પાછળના ભાગે બ્લાસ્ટ થયો હતો. બસમાં 1×2ની વ્યવસ્થાની સ્લિપિંગ એસીની વ્યવસ્થા હતા. જમણી બાજુ પાછળના ભાગે બે રેકમાં ડબલ બેડવાળા બોક્સ હતા. જેમાં ઉપરના ભાગે મહિલા સહિત બે લોકો બેઠા હતા. એકાએક આગ લાગતા આ બોક્સમાં બેઠેલી મહિલાને બસમાંથી ઉતરવાનો સમય જ મળ્યો ન હતો અને તે જોતજોતામાં જ જીવતી સળગી ગઈ હતી.બસમાં મોબાઇલ ચાર્જિંગ માટેના પણ યુનિટ્સ આપેલા હતા. શક્યતા છે કે તેના કારણે પહેલા શોર્ટસર્કિટ થયું અને પછી આગ લાગી હતી. આગ લાગ્યા બાદ બસના નીચેના ભાગે ટેમ્પરેચર વધ્યું અને તરત જ એસીનું કમ્પ્રેસર ફાટ્યું હતું. આ બ્લાસ્ટ અને બસમાં સૂવા માટે ગોઠવાયેલી ફોમની ગાદીના કારણે આગ વધુ વિકરાળ બની હતી.
બસના ડ્રાઈવરે કહ્યુ કે યોગીચોક પાસેથી હું લકઝરી લઈને જતો હતો ત્યારે એક બાઇકવાળો ઓવરટેક કરીને નજીક આવ્યો અને કહેવા લાગ્યો કે તમારી બસની પાછળના ભાગે ધુમાડા નીકળે છે. એટલે મેં તરત બસ ઉભી રાખી અને પાછળ જઈને ચેક કર્યું તેટલીવારમાં તો આગ વધુ ફેલાઈ ગઈ…

ક્યારે અટકશે આવી દુર્ધટનાઓ ?

છેલ્લા એક જ અઠવાડિયામાં ઉપરા ઉપરી ઘટેલી ઘટનાઓને લોકોને ડરાવી દીધા છે. કઇ મુસાફરી અંતિમ મુસાફરી બની જશે તેવા વિચારો લોકોના મનમાં ઘુમરાવા લાગ્યા છે. રહી રહીને તંત્ર તપાસના આદેશ આપે છે અને તપાસનો દોર ચાલે છે પણ તપાસના અંતે કોઇ પરિણામ આવતુ નથી અને આવી દુર્ઘટનાઓ અટકતી જ નથી. બસના મેઇનટેનેન્સને લઇને પણ સવાલો ઉઠી રહ્યા છે.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share