up bjp elections 2022
India

યુપી વિધાનસભા ચૂંટણીમાં કોણ ભજવે છે કિંગમેકરની ભૂમિકા?

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પહેલા તબક્કાના ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે…ત્યારે બીજા તબક્કાના ઉમેદવારોના નામ જાહેર થઈ રહ્યા છે. પહેલા તબક્કાના ઉમેદવારોએ તૈયારીઓ શરૂ કરી છે…ત્યારે પહેલા તબક્કામાં પશ્ચિમ યુપીમાં ચૂંટણી યોજાવાની છે, યુપીમાં પશ્ચિમ યુપી કિંગ મેકરની ભૂમિકામાં હોય છે. પશ્ચિમ યુપીમાં વધુ બેઠક મેળવનારી પાર્ટીનો હંમેશાથી દબદબો રહ્યો છે. ત્યારે પશ્ચિમ યુપીનું શું છે રાજકીય ગણીત એ સમજીએ

ઉત્તરપ્રદેશમાં ચૂંટણીમાં મેદાને હોય તે તમામ ઉમેદવારો પોતાનું ફોર્મ ભરી રહ્યા છે, અને પહેલા તબક્કા બાદ હવે રાજકીય પાર્ટીઓ બીજા તબક્કાના ઉમેદવારોના નામ જાહેર થઈ રહ્યા છે. પશ્ચિમ યુપીમાં પહેલા તબક્કામાં મતદાન છે. અને યુપીમાં પશ્ચિમ યુપીના રાજકારણને રાજકીય પ્રયોગશાળા માનવામાં આવે છે. આ પશ્ચિમ યુપીમાં 2017માં ભાજપને 90 બેઠકો મળી હતી. પરંતુ આ વખતે ફરીવાર તેવા પરિણામ રિપીટ કરવું કપરું છે. પૂર્વાચલ તરફ પશ્ચિમી યુપીમાં જાતિવાદી રાજકારણ પૂરજોરમાં હોય છે. જાટ, મુસ્લિમ અને દલિત મતદારો મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ સૈની, કશ્યપ, ઠાકુર, ત્યાગી, બ્રાહ્મણ, ગુર્જર અને વાલ્મીકિ સમાજના મત ખુબ જ મહત્વના છે. આ જાતિઓના મત પશ્ચિમયુપીમાં કિંગમેકર તરીકે ઓળખાય છે. હાલ આ તમામ જાતિના લોકોને રાજકીય પાર્ટીઓ પોતાની તરફ કરવા અનેક નવા નુસખા અપનાવી રહ્યા છે. જાતિગત સમીકરણની વાત કરીએ તો, યુપીમાં જાટની વસતી 4 ટકા છે, જયારે પશ્ચિમ યુપીમાં 17 ટકા છે.મુસ્લિમ મતદારોની યુપીમાં સંખ્યા 20 ટકા છે તો પશ્ચિમ યુપીમાં 32 ટકા છે. આ ઉપરાંત દલિત સમાજની વાત કરીએ તો યુપીમાં 21 ટકા છે જયારે પશ્ચિમ યુપીમાં 26 ટકા છે. આ ત્રણેય જાતિના સમીકરણ ભલે પોતાની સરકાર બનાવી શકતા નથી પણ કોઈપણ પાર્ટીનો ખેલ બગાડી શકે છે…

પશ્ચિમ યુપીનું રાજકારણ ખુબ જ અગત્યનું અને મુશ્કેલી ભર્યું છે, કારણ કે અહિયા તમામ સમાજના લોકોનું વજુદ છે, અને બધાને એક સાથે લઈને ચાલતા તે કોઈપણ પાર્ટી માટે મોટો પડકાર છે. કારણ કે અહીંયા એક બીજા પર રાજ કરવાનું રાજકારણ ચાલે છે અને પશ્ચિમ યુપીના રાજકારણ પર અનેક ફિલ્મો પણ બહાર આવી છે..સૈની મતદારોની વાત કરીએ તો સૈની કોમના લોકો મોટા ભાગે ખેતી સાથે સંકળાયેલા છે. અને પશ્ચિમ યુપીના સહારનપુર, મુઝફ્ફરનગર, મેરઠ, બુલંદશહેર, શામલી, બિજનૌર, મુરાદાબાદ બેઠક પર આ લોકોના મત નિર્ણયાક રહે છે, તો બીજી તરફ ગુર્જર મતદારોનું પણ તેવું જ પ્રભૂત્વ છે. પશ્ચિમ યુપીમાં ભાજપનું પલડુ ગત ચૂંટણીમાં ભારે હતુ અને આ વખતે ત્રણ કૃષી કાયદાના કારણે ભાજપ નબળુ હતુ ત્યારે ભાજપ સરકારે આ કાયદા પરત લેતા ફરીએકવાર તેઓ મેદાને આવ્યા છે, પરંતુ રાકેશ ટિકૈતના ભાઈ નરેશ ટિકૈત પણ આ વિસ્તારમાં વર્ચસ્વ જમાવે છે અને તેમણે RLD સાથે ગઠબંધન કર્યું છે. પશ્ચિમ યુપીમાં કુલ 136 બેઠકો છે. મહત્વની વાત એ છે કે, સપા, બસપાએ અનેક બેઠકો પર મુસ્લિમ ઉમેદવાર મેદાને ઉતાર્યા છે. તો તેની સામે AIMIM પણ મેદાને આવ્યું છે ત્યારે રાજકીય વિશ્લેષકોનું માનવુ છે કે, એક બેઠક પર ત્રણથી ચાર મુસ્લિમ ઉમેદવાર મેદાને છે તેનો સીધો ફાયદો ભાજપને થશે. જો કે પરિણામ આવે પછી જ સામે આવશે કે આખરે મેદાન માર્યું કોણે…

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share