વિરાટ કોહલી ક્રિકેટનું એક એવું નામ જેણે આ રમતને આનંદથી માણી..ક્રિકેટનો એક એવો ઈતિહાસ આ નાયકે રાત દિવસ એક કરીને પોતાના નામે લખ્યો છે… આ યોદ્ધાને દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ક્રિકેટપ્રેમીઓએ પ્રેમ આપ્યો છે…હવે વિરાટ કોહલીના એક શાનદાર યુગનો અંત આવ્યો છે.. આવો વિરાટની શાનદાર સફર વાગોળીએ…
વિરાટ કોહલીએ પહેલા ટી-20 અને હવે ટેસ્ટ ક્રિકેટમાંથી કેપ્ટનશીપ છોડી છે…ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટનશીપ છોડતા તેમણે ક્રિકેટ જગત અને પોતના ફેન્સને આશ્ચર્.માં મુક્યા હતા.. વિરાટે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ ક્રિકેટમાં હાર બાદ પોતાના રાજીનામાનો નિર્ણય લીધો.. કેપ્ટન તરીકે કોહલી અત્યાર સુધીના સૌથી સફળ કેપ્ટન રહ્યા છે.. વિરાટના નામે અનેક રેકોર્ડ અને ઉપલબ્ધીઓ છે. કોહલી ટેસ્ટમાં ભારતના અત્યાર સુધીના સૌથી સફળ કેપ્ટન રહ્યા છે..કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતે ટેસ્ટમાં સૌથી વધુ સિરીઝ જીતી છે…વિરાટ વર્ષ 2014થી લઈને 2021 સુધી ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહ્યા હતા…
કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતે 68 ટેસ્ટ મેચ રમી…જેમાં ભારતે 40 ટેસ્ટ મેચ જીત મેળવી હતી..તો 17 મેચમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો..અને 11 મેચ ડ્રો ગઈ હતી…વિરાટની જીતની એવરેજ 58.82 ટકા રહ્યો છે…કોહલી બાદ ધોની બીજા નંબરે ટેસ્ટ કેપ્ટનશીપમાં આવે છે…ધોનીની કેપ્ટનશીપમાં ભારતે 60 મેચ રમી હતી જેમાંથી ભારતે 27 મેચમાં જીત મેળવી હતી..તો સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં ભારતે 49 ટેસ્ટમેચ રમી હતી અને તેમાંથી 21 મેચમાં જીત મેળવી હતી…કોહલીની ઉપલબ્ધીઓનું લીસ્ટ લાંબુ છે..કોહલી ભારત માટે કેપ્ટન તરીકે સૌથી વધુ ટેસ્ટ રમનારા છે..તેઓ દુનિયાભરની ટેસ્ટ કેપ્ટનશીપની યાદીમાં 6 નંબરે છે…કોહલી પોતાની ફિટનેસને લઈને પણ અનેક વાર ચર્ચામાં આવ્યો છે અને તે દિવસમાં અનેકો કલાક જીમમાં કાઢે છે…
વિરાટની તાકાતનો અંદાજો તેમના રેકોર્ડ જોઈને લગાવી શકાય છે.. દુનિયાના સૌથી સફળ કેપ્ટન તરીકે કોહલી ચોથુ સ્થાન ધરાવે છે…કોહલીએ 68 ટેસ્ટ મેચમાં 113 વખત બેટિંગ કરી હતી અને 58.80ના રનરેટથી 5,864 રન કર્યા હતા..જેમાં 20 સદી અને 18 અડધી સદી નોંધાવી હતી…એટલુ જ નહીં કેપ્ટન કોહલીએ ટેસ્ટમાં 6 વખત ડબલ સદી પણ ફટકારી છે. કોહલીની કેપ્ટનશીપમાં 2016થી લઈ 2020 સુધી ICC વર્લ્ડ રેકિંગમાં ભારત પહેલા નંબરે હતી.. જો કે કોહલીએ કેપ્ટનશીપ વિવાદના કારણે છોડ્યા હોવાની વાતો વચ્ચે પૂર્વ ક્રિકેટરોએ પોતાનો મત વ્યકત કર્યો હતો..ત્યારે અનેક દેશના ક્રિકેટરો વિદેશના ક્રિકેટરોએ કોહલીના વખાણ કર્યા હતા.