Gujarat Main

ગુજરાતમાં નવી ગાઈડલાઈન : હવે 10 શહેરોમાં રાત્રિ કરફ્યુ 10 થી 6, ધો.1થી 9ના ઓફલાઈન વર્ગો બંધ

શુક્રવારે ગુજરાત સરકારની કોર કમિટીની બેઠક મળી હતી જેમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ,મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ચિફ પ્રિન્સિપાલ સેક્રેટરી, મુખ્ય સચિવ. રાજ્ય પોલીસ વડા અધિક મુખ્ય સચિવ જેવા ટોચના અધિકારી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

રાજ્યમાં કોરોના કેસોમાં ધરખમ વધારો થતાં હવે કડક નિયંત્રણો લાગુ કરી દેવામાં આવ્યા છે. નવી ગાઈડલાઈન પ્રમાણે નાઈટ કરફ્યુનો સમય હવે રાત્રે 10 થી સવારે 6 સુધીનો કરી નાખવામાં આવ્યો છે.

• રાજ્યમાં રાત્રી કરફ્યુના સમયમાં વધારો

• રાત્રે 10 થી સવારે 6 સુધી કરફ્યુ

• કોરોનાના અન્ય નિયંત્રણોમાં મોટા ફેરફાર

ગુજરાતમાં કોરોના કેસોમાં મોટો ઉછાળો આવતા રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. નાઈટ કરફ્યુનો સમય હવે 10 રાત્રે થી સવારે 6 વાગ્યા સુધીનો કરી નાખવામાં આવ્યો છે. કોરોનાના અન્ય નિયંત્રણોમાં પણ મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં રાત્રે 11 થી 5 સુધીનો રાત્રી કરફ્યુ અમલી હતો જેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ 75% ક્ષમતા રાખી જ ખુલ્લી રાખવા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે.રાજ્ય ભરની શાળાઓમાં ધોરણ 1થી 9ના ઓફલાઇન વર્ગો 31 જાન્યુઆરી સુધી બંધ કરી દેવાનો મોટો નિર્ણય કરવામા આવ્યો છે. જ્યારે અન્ય ઉપરોક્ત નિયંત્રણો 15 જાન્યુઆરી સુધી લાગુ રહેશે.

રાત્રી કરફ્યુ

• અમદાવાદ શહેર, વડોદરા શહેર, સુરત શહેર, રાજકોટ શહેર ભાવનગર શહેર, જામનગર શહેર, જૂનાગઢ શહેર,

• ગાંધીનગર શહેર સહિત આણંદ શહેર અને નડીયાદમાં રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ લાગુ રહેશે.

વેપાર-ધંધા
• દુકાનો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટિંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર હાટ, હેર કટીંગ સલૂન, સ્પા અને બ્યુટી પાર્લર રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

હોટેલ-રેસ્ટોરેન્ટ્સ
• 75 ટકાની બેઠક ક્ષમતા સાથે રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. હોમ ડિલિવરી સેવાઓ 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

કાર્યક્રમો
રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોમાં મહત્તમ 400 લોકો ખુલ્લા સ્થળે, બંધ સ્થળે જગ્યાની ક્ષમતાના 50 ટકા લોકો એકત્રિત કરી શકાશે.

લગ્ન પ્રસંગ
• ખુલ્લામાં મહત્તમ 400 લોકો, પરંતુ બંધ જગ્યાની ક્ષમતાના 50 ટકા (મહત્તમ 400 લોકો) વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે.
50% ક્ષમતા સાથે નીચેના સ્થળોએ પ્રવેશ મળશે
સિનેમા હૉલ,જિમ, વૉટરપાર્ક તથા સ્વિમિંગ પુલ અને વાંચનલયો ઓડિટોરિયમ, એસેમ્બલી હૉલ મનોરંજક સ્થળો બેઠક ક્ષમતાના 50%થી ચાલુ રાખી શકાશે, જાહેર બાગ બગીચાઓ રાત્રિના 10:00 કલાક સુધી

31 જાન્યુઆરી 2022 સુધી ઓફલાઈન શિક્ષણ બંધ

રાજ્ય સરકારની મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોનાની સમગ્ર સ્થિતિ મુદ્દે મંથન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરની ધોરણ 1થી 9ની શાળાઓમાં તાત્કાલિક અસરથી ઓફલાઈન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, સરકારી ગાઈડલાઈનના પાલન સાથે શાળા-કોલેજ, તથા અન્ય સંસ્થાઓની ભરતી પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાશે.

• તમામ પરીક્ષા રાબેતા મુજબ લેવાશે

• શાળા, કોલેજો, અન્ય સંસ્થાઓની સંસ્થાઓની પ્રવેશ પરિક્ષાઓ તેમજ સપધાર્ત્મક ભરતી અંગેની તમામ પરીક્ષાઓ કોરોના ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરી નિયત S.O.P સાથે યોજી શકાશે.

સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડિયમ/ સંકુલમાં રમતગમત પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર ચાલુ રાખી શકાશે

• ઉપરોક્ત તમામ આર્થિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઑ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ માટે વેક્સિનના બે ડોઝ ફરજિયાત રહેશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share