javed habib
Lifestyle

જાવેદ હબીબનો વાળ કાપતી વેળાએ થૂંકતો Video Viral, મહિલાએ કહ્યું- ખૂબ જ ગંદુ કૃત્ય

પ્રખ્યાત હેરસ્ટાઈલિસ્ટ જાવેદ હબીબને કોણ નથી જાણતું? હાલમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રખ્યાત હેર સ્ટાઈલિસ્ટ જાવેદ હબીબ એક મહિલા પર થૂંકતો જોવા માટે મળી રહ્યો છે. વાસ્તવમાં જાવેદ હબીબ મહિલાના વાળ કટિંગ કરી રહ્યો હતો. જે મહિલા પર થૂંકવામાં આવ્યું છે તે ઉત્તર પ્રદેશના બાગપતની રહેવાસી છે. તે બ્યુટી પાર્લર ઓપરેટર છે. તેણે ભારતના ટોપ હેરસ્ટાઈલિસ્ટ જાવેદ હબીબ પર તેના માથા પર થૂંકવાનો આરોપ લગાવ્યો છે.

JavedHabib હેશટેગ હાલમાં ટ્વિટર પર ટ્રેન્ડ થઇ રહ્યું છે. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે જાવેદ હબીબ એક મહિલાના માથા પર થૂંકતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ તેને કહેતા પણ સાંભળી શકાય છે કે જાવેદ હબીબ કહે છે કે આ થૂંકમાં જીવ છે. તેની વાત સાંભળીને ત્યાં હાજર લોકો પણ હસવા લાગે છે. હવે આ પછી મહિલાની પ્રતિક્રિયા પણ આવી છે, જે વાયરલ થઈ રહી છે.

વીડિયોમાં દેખાઈ રહેલી મહિલાનું નામ પૂજા ગુપ્તા છે. તે કહે છે કે તે વંશિકા બ્યુટી પાર્લરના નામે મારું પાર્લર ચલાવે છે. સોશિયલ મીડિયા પર અનેક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share