લાગણીઓ માત્ર મનુષ્યમાં જ હોય છે તેવું નથી. અને હવે તો એ સમય આવી ગયો છે કે એવુ કહેવુ અતિશ્યોક્તિ ભરેલું નહીં કહેવાય કે માણસજાત કરતા પશુ પક્ષીમાં લાગણી વધુ જોવા મળે છે. પશુ પક્ષી પણ પોતાના સાથી અને જીવનસાથીના મોત પર ભાવુક થઇ જાય છે. તેમને પણ મનુષ્યોની જેમ દુખ થાય છે. રાજસ્થાનના નાગૌર જિલ્લાના કુચેરાના થાલા ધાનીમાં આ વાતની સાબીતી સમાન એક ઘટના સામે આવી છે. અહીં મોર અને ઢેલનો અનોખો પ્રેમ જોવા મળ્યો હતો. જ્યારે વૃદ્ધ મોર મૃત્યુ પામ્યો તો ગ્રામજનોએ તેને દફનાવ્યો. મોરની અંતિમ વિદાયમાં તેનો સાથી મોર જોડાયો અને ભીની આંખો સાથે પોતાના પ્રિયતમને તેણે વિદાય આપી.
આ હૃદયસ્પર્શી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રવિવારે સાંજે આઠ વર્ષના નર મોરે અંતિમ શ્વાસ લીધા હતા. તે મરતાની સાથે જ તેના બધા સાથી મોર અને ઢેલ એકઠા થઈ ગયા. તેઓ લગભગ ત્રણ કલાક સુધી મૃત મોરની આસપાસ ચુપચાપ ફરતા રહ્યા, જાણે તેમના મિત્રના મૃત્યુનો શોક મનાવતા હોય.
નાગૌરના વન અને વન્યજીવ સંરક્ષણના જિલ્લા ઉપાધ્યક્ષ રામસ્વરૂપ બિશ્નોઈએ જણાવ્યું કે તેમના ખેતરોમાં વિવિધ પશુ પક્ષી રહે છે. તેમની વચ્ચે આ મોરની જોડી તેમના પરિવારના સભ્ય જેવી હતી.
બિશ્નોઈના કહેવા પ્રમાણે, મોરની આ જોડી સવાર-સાંજ તેમની સાથે રહેતી હતી અને ભોજન પણ તેમની સાથે જ કરતી હતી. જ્યારે તે ગામની બહાર ક્યાંક જાય અને મોર સાથે ભોજન ન કરી શકે, ત્યારે આ મોર બાળકોની જેમ ગુસ્સે થઈ જતા. તેઓ અનાજ અને પાણી છોડી દેતા અને તેમને નાના બાળકની જેમ સમજાવવા પડતા હતા અને ઘણી સમજાવટ પછી તે રાજી થતા. અને આ જોડી તુટતા તેઓ પણ ખુબ દુખી થઇ ગયા હતા. ઢેલના મૃત્યુના શોકમાં તેઓ ભાવુક થઈ ગયા હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
×